Surat : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનાં સ્વ. પિતાની પ્રાર્થના સભા યોજાઈ, CM ભૂપેન્દ્ર પટેલ, CR પાટીલે પાઠવી શ્રદ્ધાંજલિ
- રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના સ્વ. પિતાની પ્રાર્થના સભા યોજાઇ
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલ હાજર રહ્યા હતા
- પોલીસ અધિકારીઓ, રાજકીય પાર્ટીનાં નેતાઓ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં
Surat : ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનાં (Harsh Sanghvi) પિતા રમેશભાઈ સંઘવીનું ગઈકાલે અવસાન થયું હતું. આજે સુરતમાં ઇન્ડોર સ્ટેડિયમ (Indoor Stadium) ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રાર્થના સભામાં રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel), ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નેતા સી.આર. પાટીલ સહિત અનેક મંત્રીઓ, રાજકીય પાર્ટીનાં નેતાઓ, અધિકારીઓ, બીજેપી કાર્યકર્તા અને સમાજનાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. તમામે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને તેમના પરિવારને આ દુ:ખદ સમયમાં સાંત્વના પાઠવી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતા સ્વ. રમેશભાઈ સંઘવી (Rameshbhai Sanghvi) છેલ્લા ઘણા સમયથી બીમાર હતા.
ગૃહ રાજ્યમંત્રી Harsh Sanghviના પિતાજીની શ્રદ્ધાંજલિ સભા યોજાઈ । Gujarat First @sanghaviharsh @Bhupendrapbjp @CRPaatil #Harshsanghvi #RameshchandraSanghvi #Surat #Majura #MOS #MosHome #HomeMinister #Gujarat #GujaratFirst pic.twitter.com/ri1F9s6jJg
— Gujarat First (@GujaratFirst) August 18, 2024
પ્રાર્થના સભામાં CM, CR પાટીલ સહિત મોટી સંખ્યામાં લોકો આવ્યા
સુરતનાં (Surat) ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના Harsh Sanghvi) પિતા સ્વ. રમેશભાઈ સંઘવીની પ્રાર્થના સભા યોજાઈ હતી, જેમાં રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, BJP નેતા સી.આર. પાટીલ (CR Patil), વિવિધ રાજકીય પાર્ટીનાં નેતાઓ, અધિકારીઓ, BJP કાર્યકર્તાઓ અને સમાજનાં લોકો હાજર રહ્યા હતા અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. જણાવી દઈએ કે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનાં પિતા છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. કોરોનાકાળ (Corona) બાદ વધુ સારવાર માટે તેમને હૈદરાબાદ પણ લઈ જવામાં આવ્યા હતા. જો કે, છેલ્લા ત્રણ દિવસથી સુરતની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. પિતાની ખરાબ તબિયતનાં પગલે છેલ્લા ત્રણ દિવસથી ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ પોતાનાં તમામ કાર્યક્રમો રદ કરી દીધા હતા.
સમગ્ર Gujaratને સુરક્ષારૂપી કવચ પૂરું પાડતા ગૃહરાજ્યમંત્રી Harsh Sanghvi પિતાનું કવચ ગુમાવતા રડી પડ્યા । Gujarat First
@sanghaviharsh @GujaratFirst#Gandhinagar #Gujarat #GujaratFirst #Harshsanghvi #RameshchandraSanghvi #Surat #GujaratHomeMinister #MOSHome pic.twitter.com/sgp4ku02Hc— Gujarat First (@GujaratFirst) August 17, 2024
આ પણ વાંચો - Gujarat: ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના પિતાજીનું નિધન, છેલ્લા કેટલાક સમયથી હતા બીમાર
ગાંધીનગરમાં 20 મીએ પ્રાર્થના સભા
જણાવી દઈએ કે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના સ્વ. પિતા રમેશભાઈ સંઘવીની (Rameshbhai Sanghvi) પ્રાર્થના સભા ગાંધીનગર (Gandhinagar) ખાતે પણ યોજાશે. 20 ઓગસ્ટ 2024 એટલે કે મંગળવારનાં રોજ સાંજે 5 થી 7 વાગ્યા દરમિયાન આ પ્રાર્થના સભા યોજાશે. ગાંધીનગરમાં આવેલા મંત્રી નિવાસ સંકુલ, કોમ્યુનિટી હોલ, રાજભવન ખાતે આ પ્રાર્થના સભા યોજાશે.
આ પણ વાંચો - AHMEDABAD : કેન્દ્રીય ગૃહમંત્રી AMIT SHAH એ શહેરના વિકાસને આપ્યો વેગ, આપી રૂપિયા 1003 કરોડના વિકાસકાર્યોની ભેટ