Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat Crime : સુરતમાં બંદૂકની અણીએ રૂપિયા 88 લાખની લૂંટ

Surat Crime : સુરતમાં ક્રાઈમની ઘટનામાં વધારો થયો છે. સુરતના કામરેજ નજીક એક કર્મચારીને બે શખ્સોએ બંદૂકની અણીએ લૂંટી લીધો હતો. મળતી માહિતી અનુસાર, શહેરના મહિધરપુરા વિસ્તારમાં આવેલી આંગડિયા પેઢીમાંથી લાખોની કિંમતના હીરા લઇને નીકળેલા એક વેપારીને બાઇક પર આવેલા...
06:34 PM Jan 05, 2024 IST | Hardik Shah
Source : Google

Surat Crime : સુરતમાં ક્રાઈમની ઘટનામાં વધારો થયો છે. સુરતના કામરેજ નજીક એક કર્મચારીને બે શખ્સોએ બંદૂકની અણીએ લૂંટી લીધો હતો. મળતી માહિતી અનુસાર, શહેરના મહિધરપુરા વિસ્તારમાં આવેલી આંગડિયા પેઢીમાંથી લાખોની કિંમતના હીરા લઇને નીકળેલા એક વેપારીને બાઇક પર આવેલા બે શખ્સોએ બંદૂકની અણી પર રૂપિયા 88 લાખ લૂંટી લીધા હતા.

સુરતમાં રૂપિયા 88 લાખની લૂંટ (Surat Crime)

સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે એકવાર ફરી સવાલો ઉભા થયા છે. સુરત પોલીસ સુરતમાં ગુનાખોરી (Surat Crime) ઓછું થયાની વાત કરતી હોય છે ત્યારે ગુનેગારો સુરતને ખુલ્લી ચેલેન્જ આપતા હોય તેવી ઘટના સામે આવી છે. મળી રહેલી માહિતી અનુસાર, તાજેતરમાં સુરતના મહિધરપુરા ભવાની વડ વિસ્તારમાં આવેલી પટેલ પ્રવિણકુમાર આંગડિયા પેઢીમાં બપોરના સમય દરમિયાન હીરા વેપારી રૂપિયા 88 લાખનું આંગડીયું લેવા માટે આવ્યો હતો. આ રૂપિયા લઇને જ્યારે વેપારી નિયત સ્થળે જવા માટે નીકળ્યો તે દરમિયાન એક બાઇક પર બે શખ્સો આવ્યા અને તે હીરા વેપારીને બંદૂકની અણી પર ડરાવી-ધમકાવીને બંધક બનાવી ફરાર થયા હતા. ત્યારબાદ તેઓ કામરેજ નજીક પહોંચ્યા અને તે પછી તેમણે તે વેપારી પાસે રહેલા 88 લાખ રોકડ લૂંટી લીધા અને તેને રસ્તા વચ્ચે મુકી ભાગી છુટ્યા હતા. ઘટનાની જાત થતા જ પોલીસ દોડતી થઇ હતી.

CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ

વેપારી લૂંટાયો છે તે સમાચાર મળતા જ સુરતના મહિધરપુરા ખાતે આવેલી આંગડિયા પેઢી પર મહિધરપુરા પોલીસ, સુરત ક્રાઈમ બ્રાન્ચ, SOG અને PCB નો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો. પોલીસ દ્વારા આંગડિયા પેઢી અને તેની આસપાસ આવેલા CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. જ્યારે લૂંટારોઓનું પગેરું મેળવવા અલગ-અલગ ટીમો કામે લગાડવામાં આવી હતી. ધોળા દિવસે આ પ્રકારની લૂંટની ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. જોકે, સમગ્ર મામલે હવે પોલીસે પોતાની તપાસ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો - POLITICS : મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસના નેતાઓને મળતાં અનેક તર્ક વિતર્ક

આ પણ વાંચો - અપહરણની ઘટના અંગે અમિત ચાવડાએ CM ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
CrimeGujaratGujarat FirstGujarat Newsgunpoint in SuratRobbery of Rs 88 lakhSuratSurat CrimeSurat newsSurat Robbery case
Next Article