Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat Textile : કાપડ વેપારીએ શ્રી રામના ચિત્ર અને અનોખી ટોપી સાથે ધ્વજ બનાવી

Surat Textile : અયોધ્યમાં કાપડ (Textile) ઉદ્યોગની જલક જોવા મળશે, સુરત (Surat Textile)ના કાપડ વેપારીએ રામજીના ચિત્ર અને અયોધ્યાના ધ્વજ બનાવી અનોખી કળા બતાવી છે. સુરત (Surat Textile)ને 2 લાખ ટોપી અને 2 લાખથી વધુના રામ લલાના ધ્વજ બનાવવાનો અવસર...
surat textile   કાપડ વેપારીએ શ્રી રામના ચિત્ર અને અનોખી ટોપી સાથે ધ્વજ બનાવી

Surat Textile : અયોધ્યમાં કાપડ (Textile) ઉદ્યોગની જલક જોવા મળશે, સુરત (Surat Textile)ના કાપડ વેપારીએ રામજીના ચિત્ર અને અયોધ્યાના ધ્વજ બનાવી અનોખી કળા બતાવી છે. સુરત (Surat Textile)ને 2 લાખ ટોપી અને 2 લાખથી વધુના રામ લલાના ધ્વજ બનાવવાનો અવસર પ્રાપ્ત થયો છે.

Advertisement

દેશ વિદેશમાં સુરત નું કાપડ વખણાય છે.

વિશ્વભરમાં સુરત કાપડ ઉદ્યોગ ની એક આગવી ઓળખ ધરાવે છે. દેશ વિદેશમાં સુરત નું કાપડ વખણાય છે. સુરતના કાપડ વેપારી એ રામ ભગવાન ના આશીર્વાદ આપતા ચિત્ર અને અનોખી ટોપી સાથે ધ્વજ બનાવી સૌ કોઈ ને આકર્ષિત કર્યા છે. ગણતરીના દિવસો બાકી રહ્યા છે. હવે રામલલાના સ્વાગતને, ભગવાન રામના આયોધ્યામા બિરાજમાન થવાની સુરત પણ આતુરતાથી રાહ જોઈ રહ્યું છે.આગામી 22મી જાન્યુઆરીએ અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિરમાં ઉત્સવ જેવો માહોલ રહેશે. રામજીની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ એક અનેરો આનંદ દેશભરમાં છવાયો છે. તેવામાં સુરત કેમ બાકાત રહી જાય છે. રામ મંદિરમાં સુરતના કાપડ સૌ કોઈના માથા પર ટોપી સ્વરૂપે જોવા મળશે, આયોધ્યમા પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સુરતના કાપડ વેપારીએ ઉત્સાહ બતાવ્યો છે.

સંજય સરાઉગી એ 96 કલાકો ની મહેનત બાદ ટોપી અને ધ્વજ બનાવી સૌ કોઈ ને આકર્ષિત કર્યા

સુરતના પ્રખ્યાત એવા કાપડ ની વિશ્વભરમાં ઓળખ ઊભી કરનાર એવા લક્ષ્મીપતિ ગ્રુપના સંજય સરાઉગી એ 96 કલાકો ની મહેનત બાદ ટોપી અને ધ્વજ બનાવી સૌ કોઈ ને આકર્ષિત કર્યા છે. સુરતમાં બનેલી રામજી ની ટોપી દેશના વિવિધ રાજ્ય અને શહેરો સહિત આયોદ્યમાં જશે, આ અંગે કાપડ વેપારી સંજય સરાઉગી એ. ગુજરાત ફર્સ્ટ સાથે થયેલી વાત ચીત માં જણાવ્યું હતું કે મકાઈના યાર્ન અને પોલીએસ્ટર યાર્નમાંથી આ અદભુત ટોપી અને ધ્વજ તૈયાર કરવામાં આવયા છે. માથા પર શોભે એવી સુંદર આકર્ષિત કરે એવી બે લાખ જેટલી ટોપી સહિત બે લાખ ફ્લેગ કારખાના માં કારીગરો એ રાત દિવસ એક કરી બનાવ્યા છે.રામજી ની છબી સાથે નો આ સુંદર ધ્વજ ઘર, ઘર માં જોવા મળશે, સરળ શબ્દોમાં કહીએ તો પી એમ મોદી ના હર ઘર તિરંગા અભિયાન બાદ સુરતના કાપડ ઉદ્યોગને વેગ મળ્યો છે.

Advertisement

શ્રીરામ ની છબી દેખાતી આ ટોપી રાષ્ટ્રીય સ્તરે પણ ચમકશે

વડા પ્રધાન પીએમ મોદીએ જે ટોપી પહેરી હતી તે ટોપી પણ સંજય ભાઇ દ્વારા બનાવવામાં આવી હતી,જે બાદ ભાજપ તરફ થી રામ લલા માટે ની પસંદ પણ લક્ષ્મીપતિ ગ્રુપ ઉપર ઉતારવામાં આવી છે. એટલુજ નહિ શ્રીરામ ની છબી દેખાતી આ ટોપી રાષ્ટ્રીય સ્તરે પણ ચમકશે,એમ તો દરેક ચૂંટણીમાં સુરતમાં બનતી કેસરી ટોપીનો વપરાશ જોવા મળતો હોય છે.તેવીજ રીતે આવનારા દિવસોમાં પણ આયોઘ્ય નું ધ્વજ અને રામજી ટોપી ચારો કોળ દેખાઈ તો નવાઈ નહીં. સુરતના કાપડ વેપારી ને માત્ર ટોપી અને ધ્વજ બનાવવાનો નહિ પરંતુ આયોઢયા જવા માટે નું પણ આમંત્રણ પ્રાપ્ત થયું છે.જેને તેઓ પોતાનો સ્વભગ્ય માને છે.

ભવ્ય રામ મંદિર અને શ્રીરામ નામ નો પણ ટોપીમાં સમાવેશ

રામજી ટોપી અંગે વધુમાં સંજય ભાઇ એ કહ્યું હતું કે મકાઈ અને પોલીએસ્ટર યાર્નમાંથી ખાસ પ્રકાર ની આ ટોપી 11.5 ઇંચ લાંબી તેમજ 3.5 ઇંચ પોહળી છે, જેમાં ભગવાન શ્રીરામનું ચિત્ર બનાવ્યું છે.આ સાથે જ ભવ્ય રામ મંદિર અને શ્રીરામ નામ નો પણ ટોપીમાં સમાવેશ કરવામાં આવ્યો છે ,હાલ કહી શકાય કે રામ લલા ની આ અદભુત ટોપી અને ધ્વજા નો ઓર્ડર ઝડપથી પૂર્ણ કરવા રાત દિવસ કારીગરો કામે લગાડવામાં આવ્યા છે.જેનાથી આવનારી 22 જાન્યુઆરી પહેલાં દેશભરમાં રામ લલા ની જલક જોવા મળશે.

Advertisement

સુરત માટે ગૌરવ ની વાત છે કે 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા સ્થિત રામ જન્મભૂમી ખાતે ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ રામજી ની છબી બનાવવા માટે નો ઓર્ડર સુરત ને મળ્યો છે.જેમાં શ્રીરામની છબી સહિત ભવ્ય રામ મંદિરના ફોટા સાથેની બે લાખ ટોપી તેમજ શ્રીરામ નામની બે લાખ જેટલી સુંદર ધ્વજા બનાવવામાં એવી છે.

અહેવાલ - રાબિયા સાલેહ

આ પણ વાંચો - Road show of PM Modi and President of UAE : દોસ્તીની શાનદાર મિસાલ, જેને જોઇ રહી છે દુનિયા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.