Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat : પલસાણા તાલુકાના બારાસડી ગામ પાસે અકસ્માતમાં 2 યુવકોના મોત

પલસાણા તાલુકાના બારાસડી ગામ પાસે અકસ્માત (Accident) ની ઘટના બની હતી જેમાં બાઈક સવાર બે યુવકોને ગંભીર ઈજાઓ (Serious injuries) થતા બંને યુવકોના મોત નીપજ્યા છે. એક જ ગામના બે યુવકોના અકસ્માત (Accident) ની ઘટનામાં મોત થતા ગામમાં શોકની લાગણી...
surat   પલસાણા તાલુકાના બારાસડી ગામ પાસે અકસ્માતમાં 2 યુવકોના મોત

પલસાણા તાલુકાના બારાસડી ગામ પાસે અકસ્માત (Accident) ની ઘટના બની હતી જેમાં બાઈક સવાર બે યુવકોને ગંભીર ઈજાઓ (Serious injuries) થતા બંને યુવકોના મોત નીપજ્યા છે. એક જ ગામના બે યુવકોના અકસ્માત (Accident) ની ઘટનામાં મોત થતા ગામમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.

Advertisement

Surat: 2 youths died in an accident near Barasadi village of Palsana taluka

સુરત શહેર તેમજ જિલ્લામાં અકસ્માત (Accident) ની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજરોજ વધુ એક ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ પલસાણા તાલુકાના બારાસડી ગામ (Barasadi village) પાસે અકસ્માત સજર્યો હતો. જેમાં બાઈક ડીવાઈડર (Bike divider) સાથે અથડાતા બાઈક સવાર બે યુવકોના મોત (Two youths died) નીપજ્યા છે. એના ગામના 21 વર્ષીય આશિષભાઈ બાબુભાઈ રાઠોડ અને 18 વર્ષીય સાહિલભાઈ કાળું ભાઈ રાઠોડનું અકસ્માત (Accident) ની ઘટનામાં મોત થતાં ગામમાં શોક પ્રસરી ગયો છે.

Advertisement

Surat: 2 youths died in an accident near Barasadi village of Palsana taluka

એના ગામના બે યુવકો બારડોલી (Bardoli) તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન બાઈક ડીવાઈડર સાથે અથડાઈ હતી. જેને પગલે બાઈક પર સવાર બન્ને યુવકો રોડ પર પટકાયા હતા. માથાના ભાગે તેમજ મોઢાના ભાગે ગંભીર ઈજાઓ (Serious injuries) ના કારણે ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવને પગલે પલસાણા પોલીસ (Palsana Police) તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને બન્ને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ (Postmortem) માટે નજીકની સરકારી હોસ્પિટલ (Government Hospital) માં ખસેડવામાં આવ્યા હતા.

Advertisement

અહેવાલ - ઉદય જાદવ

આ પણ વાંચો - Gujarat First Impact : રાજકોટમાં ગુજરાત ફર્સ્ટના અહેવાલની મોટી અસર, કોન્ટ્રાક્ટરોને અપાઈ કડક સૂચના

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.