Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bharuch: વ્યાજખોરના ત્રાસથી યુવકની આત્મહત્યા

Bharuch: ભરુચ (Bharuch)માં યુવકે ઘર બનાવવા માટે ચાર લાખ રૂપિયા વ્યાજે લીધા બાદ મોટા ભાગના રૂપિયાની ચુકવણી કરી દીધી હોવા છતાં વ્યાજખોરે યુવકને હેરાન કરી મકાન લખાવી દેવાની પણ ધમકી આપી હતી આથી વ્યાજખોરના ત્રાસથી યુવકે આત્મહત્યા કરી લીધી હતી....
bharuch  વ્યાજખોરના ત્રાસથી યુવકની આત્મહત્યા
Advertisement

Bharuch: ભરુચ (Bharuch)માં યુવકે ઘર બનાવવા માટે ચાર લાખ રૂપિયા વ્યાજે લીધા બાદ મોટા ભાગના રૂપિયાની ચુકવણી કરી દીધી હોવા છતાં વ્યાજખોરે યુવકને હેરાન કરી મકાન લખાવી દેવાની પણ ધમકી આપી હતી આથી વ્યાજખોરના ત્રાસથી યુવકે આત્મહત્યા કરી લીધી હતી. ભરુચ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ આદરી છે.

વ્યાજખોરના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનો આરોપ

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં એક સ્લમ વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ એક વર્ષ અગાઉ પોતાનું ઘર જર્જરીત બની જતા તેના રીનોવેશન માટે વ્યાજે રૂપિયા નજીકના વિસ્તારમાં રહેતા વ્યાજખોર પાસેથી લીધા હતા અને તેણે ચાર લાખ રોકડા પર્સનલ એકાઉન્ટ માંથી આપ્યા હતા અને પૈસા લેનાર રૂપિયા નહીં આપી શકે તેમ માની વ્યાજખોરે રૂપિયા લેનારના જમાઈ પાસે લખાણ કરાવ્યું હતું અને 6 મહિનાના વાયદે રૂપિયા લીધા હતા. ચાર લાખ સામે સાડા ત્રણ લાખ રૂપિયા ચૂકવી આપ્યા હોય છતાં પણ ઘર લખાવી લેવા માટે વ્યાજખોર દેવાદાર ને હેરાન કરતો હોય જેના કારણે તેણે વ્યાજખોરના ત્રાસથી જીવન ટૂંકાવ્યું હોય તેવો આક્ષેપ મૃતકની પત્નીએ કર્યો છે

Advertisement

આ જ વ્યાજખોર સામે અગાઉ પણ ફરિયાદ થઇ હતી

આજ વિસ્તારમાં રહેતી અન્ય એક મહિલાએ પણ આ વ્યાજખોર સામે થોડા માસ અગાઉ ફરિયાદ આપી હતી તેમાં પણ તેનો આક્ષેપ હતો કે અમારું એટીએમ કાર્ડ વ્યાજખોરે છીનવી લઈ જાતે જ રૂપિયા ઉપાડી લે છે અને તે બાબતની ફરિયાદ પણ બી ડિવિઝન પોલીસ મથકમાં પહોંચી હતી. પોલીસે પણ ફરિયાદીને આશ્વાસન આપ્યું હતું કે તેણે જે પૈસા ઉપાડ્યા છે તેના સીસીટીવી ફૂટેજ મેળવ્યા બાદ તેની સામે ગુનો દાખલ કરવામાં આવશે પરંતુ તેમાં કંઈ જ કાર્યવાહી ના કરાઇ હોવાનો આક્ષેપ પણ તાજેતરમાં અપાયેલી ફરિયાદમાં કરાયો છે. જો જે તે સમયે પોલીસે ફરિયાદ દાખલ કરી હોત તો હાલમાં જે વ્યક્તિએ આપઘાત કર્યો છે તે પોતાનો જીવ ન ગુમાવી શકત તેવો આરોપ પણ લગાવાયો છે.

Advertisement

માનસિક ત્રાસના કારણે આપઘાત કર્યો હોવાનો આક્ષેપ

પતિ ગુમાવનાર વિધવા મહિલાએ પણ પોતાનો મોભી ગુમાવ્યો હોય અને સંતાનોએ પણ વ્યાજખોરના ત્રાસથી જ પિતાએ આપઘાત કર્યો હોવાનો આક્ષેપ કરી પોલીસ ફરિયાદ આપી છે કારણ કે જે દિવસે દેવાદારે આપઘાત કર્યો છે તે સમયે વ્યાજખોર આ વિસ્તારમાં હોય અને તેના ઘરે પણ ગયો હોય તેવો આરોપ પણ લગાવ્યો છે. મૃતકની દીકરી એ પણ પોતાની નણંદના સોનાના દાગીના ગીરવે મૂકીને પણ બે લાખ રોકડા મૃતકના ઘરે હાજર થઈને આપ્યા હોવાના પુરાવા પણ રજૂ કર્યા છે પરંતુ વ્યાજખોરે મકાન પચાવી પાડવા માટે દેવાદારને હેરાન કર્યો હોય અને માનસિક ત્રાસના કારણે તેઓએ આપઘાત કર્યો હોવાનો આક્ષેપ સાથે હાલ તો પોલીસ ફરિયાદ મૃતકની પત્નીએ આપી છે

4 લાખ રોકડા પર્સનલ એકાઉન્ટમાંથી વ્યાજે આપી શકાય ખરા..?

ભરૂચમાં વ્યાજખોરો હવે નવો નુસખો અપનાવી રહ્યા છે અને પોતાના બેંક એકાઉન્ટમાંથી રોકડા રૂપિયા ઉપાડી દેવાદારોને ઊંચા વ્યાજે રૂપિયા આપી હાથ ઉછીનાનું નાટક રચી વ્યાજે રૂપિયા ફેરવી રહ્યા છે પરંતુ સામાન્ય રીતે 20,000ની ઉપરની કેશ રકમ ક્યારે કોઈને આપી શકાય તેમ ન હોય છતાં હવે વ્યાજખોરો નવો નુસખો અપનાવી રહ્યા છે જેમાં ચાર લાખ રોકડા એક વર્ષ પહેલા આપ્યા હોવાનું કહી દેવાદારને ત્રાસ આપનાર વ્યાજખોરના કારણે આખરે દેવાદારે આપઘાત કરી લીધો હોવાના આક્ષેપ મૃતકના પરિવારજનો કરી રહ્યા છે

અહેવાલ---દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો-----SURAT : ભેસ્તાન વિસ્તારમાં યુવક પર છરી વડે જીવલેણ હુમલો, CCTV ફૂટેજમાં કેદ થયા ઇસમો

Tags :
Advertisement

.

×