કેન્દ્ર સરકારના નવા ફરમાનથી Sugar મિલોને મોટો બોજો
કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં જ દેશની દરેક Sugar મિલોને ઇ મેલ દ્વારા એક પરિપત્ર મોકલવામાં આવ્યો છે. અને જેમાં દરેક સુગર મિલોએ પોતાના ખાંડના ઉત્પાદનના 20 ટકા જેટલી ખાંડ ફરજિયાત શણના કોથળામાં પેક કરીને વેચવાની રહેશે.
જોકે કેન્દ્ર સરકારના આ નિર્ણયને લઈ ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. અને જેનું કારણ છે શણના કોથળાની પડતર કિંમત, હાલ દરેક Sugar મિલો સરકાર દ્વારા નિયત કરાયેલા ધારા ધોરણ મુજબ ના પ્લાસ્ટિક બેગ ખાંડ પેક કરવા માટે વાપરે છે. જેની 50 કિલો વજનની ખાલી બેગની કિંમત 18 થી 19 રૂપિયા હોઈ છે. જ્યારે શણની 50 કિલો વજનની ખાલી બેગ 60 થી 65 રૂપિયા પ્રતિ નંગ જાણવા મળી રહી છે. જેથી એક બેગ દીઠ 40 થી 45 રૂપિયા જેટલો વધારાનો ખર્ચ પ્રતિ 50 કિલો વધવાનો છે. અને 100 કિલોએ આ ખર્ચ 80 થી 90 રૂપિયા જેટલો વધી જશે. જેની સીધી અસર ખેડૂતોને ચુકવવામાં આવતા શેરડીના ભાવ પર થવાની છે. જેથી ખેડૂત માંગ કરી રહ્યા છે કે તેમને સરકાર દ્વારા નક્કી કરેલા ખાંડની એમ એસ પી વધારી સરકાર દ્વારા મદદ કરવામાં આવે.
દક્ષિણ ગુજરાતમાં મોટા પાયે સુગર મિલો આવેલી છે. આ Sugar મિલો સહકારી ધોરણે ચાલે છે. જેમાં ખેડૂતો મિલોને શેરડી આપે છે અને સુગર મિલો શેરડીનું પીલાણ કરી એમથી ખાંડ તેમજ અન્ય બાય પ્રોડક્ટ બનાવી પૈસા ઉભા કરી પોતાનો ખર્ચ કાઢી બાકીના પૈસા ખેડૂતોને ચૂકવી દેતી હોઈ છે. સુરત જિલ્લાની ચલઠાણ સુગર મિલની વાત કરવામાં આવે તો વર્ષે 9 લાખ કવીંટલ ખાંડનું ઉત્પાદન ગત વર્ષે સુગર મિલે કર્યું હતું. અને આ વર્ષે પણ એટલું ઉત્પાદન થવાની આશા છે. ત્યારે 9 લાખ કવીંટલ ના 20 ટકા ગણવામાં આવે તો તો 1 લાખ અને 80 હજાર બેગ શણના કોથળામાં પેક કરવી પડે અને 100 કિલો ખાંડ પેકીંગમાં જો પ્લાસ્ટિકની બેગ અને શણના કોથળામાં 80 રૂપિયા જેટલો ફરક આવતો હોય તો 1 લાખ અને 80 હજાર બેગ પેક કરવામાં કેટલો મોટો બોજો ખેડૂતો માં માથે આવી શકે એ અંદાજો લગાવી શકાય છે.
દક્ષિણ ગુજરાતની તમામ સુગર મિલો મળીને લગભગ 90 લાખ કવીંટલ જેટલું દર વર્ષે ખાંડ નું ઉત્પાદન કરે છે. અને આ 90 લાખ કવીંટલના 20 ટકા ગણીએ તો 18 લાખ બેગો શણ ની પેક કરવી પડશે. અને એનો આંકડો કરોડો માં જઈ રહ્યો છે ત્યારે ખેડૂતો સરકાર પાસે ખાંડ ની નક્કી કરેલી એમ એસ પી વધારવા માંગ કરી રહ્યા છે.
અહેવાલ - ઉદય જાદવ
આ પણ વાંચો – POLITICS : મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસના નેતાઓને મળતાં અનેક તર્ક વિતર્ક
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ