અત્યાધુનિક ઇનોવેશન! હવે T Shirt બચાવશે Heart Attack થી, વાંચો આ અહેવાલ...
Heart named T Shirt : અમદાવાદમાં GCCI ટેક્સટાઇલ કોંકલેવ (GCCI Textile Conclave) નું આયોજન કરવામાં આવ્યું અને તેમાં વિવિધ અત્યાધુનિક ઇનોવેશન જોવા મળ્યા. જેમાંથી હૃદય T Shirt નામક ઇનોવેશન સામે આવ્યું કે જે અત્યાધુનિક ઇનોવેશન (Innovation) છે અને જેના કારણે હાર્ટ અટેક (Heart Attack) નું પ્રમાણ ઘટી શકે છે.
હૃદય નામની આ T Shirt છે અને ટીશર્ટ પર એક ડિવાઇસ ફીટ કરવામા આવ્યુ છે જે ડિવાઇસ રેગ્યુલર હાર્ટનું ecg મેપ કરે છે એક થી લઈને બે વીક સુધીનું સતત મોનિટરિંગ કર્યા કરે છે અને જ્યારે પણ હાર્ટમાં કોઈપણ પ્રકારની તકલીફ પેદા થાય તો તે મોનિટર કરી અને તેનો રિપોર્ટ આપે છે. જેના કારણે હાર્ટ અટેક આવતા પહેલા જ હૃદયમાં થયેલી વિવિધ ગતિવિધિઓને જાણી શકાય છે અને તેના થકી સમસ્યાઓને નિવારી શકાય છે. ટુંકમાં ડિવાઇસ થકી પૂર પહેલા પાળ બાંધી શકાય છે.
આ ઈનોવેશન થકી કંટીન્યુઅસ ઇસીજી હાર્ટના રીધમ નો ડેટા મેળવાશે..
આ ઈનોવેશન કરનાર પ્રશાંત વર્મા નું કહેવું છે કે અમારું આઈનોવેશન હાલ પ્રાથમિક તબક્કા પર છે અને અમે આવનારા સમયમાં તેને માર્કેટમાં એપ્રુવલ બાદ લોન્ચ કરીશું તેમનું કહેવું છે કે ઘણીવાર એવું થાય છે કે યંગ પોપ્યુલેશન અથવા મિડલ વયની વ્યક્તિઓને અચાનક હાર્ટ અટેક આવે છે એ લોકો રેગ્યુલર ઇસીજી કરાવે છે પરંતુ હાર્ટના રિધમની ઇરેગ્યુલારીટી તેમાં ડિટેક્ટ નથી થતી. એ ડિટેક્ટ કરવા માટે કંટીન્યુઅસ 7 થી 14 દિવસનો ડેટા જોઈએ. તમારા ટીશર્ટમાં સેન્સર લાગશે અને તે સેન્સર ફ્લેક્સિબલ હશે અને તે સતત તમારું ecg હાર્ટની રીધમ સતત મોનિટરિંગ કરશે.
સિસ્ટમ હૃદય કઈ રીતે કામ કરે છે..
આ સિસ્ટમ કઈ રીતે કામ કરે છે તે જણાવતા તેઓ કહે છે કે રીધમનો ડેટા ડિવાઇસમાં જાય છે તેમાંથી ડેટા કલેક્ટ કરવામાં આવે છે અને તેનું ફિલ્ટરિંગ થાય છે પછી એ ડેટા મોબાઈલમાં જાય છે. મોબાઇલમાં ગયા પછી તે ડેટાનો એનાલિસિસ થાય અને સર્વરમાં જાય છે અને ત્યારબાદ હૃદયની ઇ રેગ્યુલારીટીના જે પણ સેક્શન હોય છે તે રેકોર્ડ થઈ જાય છે અને તે એક્સપર્ટ એનાલિસિસ કર્યા બાદ તેનો રિપોર્ટ ડોક્ટરને આપશે. સાત દિવસનું એનાલિસિસ જે પણ થયું તેમાં જે પણ પ્રોબ્લેમ્સ આવે છે તે આમાં સ્પષ્ટ થઈ જાય છે. એનાલિસિસ બાદ જે પણ પ્રોબ્લેમ્સ સામે આવતા ડોક્ટર અને પ્રિવેન્ટીવ મેજર્સ લઈ શકે દવા આપી શકે ટ્રીટમેન્ટ કરી શકે જેથી શરૂઆતના સ્ટેજ પર જ સમસ્યા નિવારી શકાશે. જેનાથી હાર્ટ અટેકનું જોખમ અર્લી સ્ટેજમાં જ નિવારી શકાશે.
હૃદય લોકોના હૃદયને હાર્ટ અટેક થી બચાવશે..
પ્રશાંત વર્મા ના આ ઇનોવેશનનુ નામ હ્ર્દય આપવામાં આવ્યું છે. આ ઈનોવેશન પ્રથમ સ્ટેજમાં લોકો પણ ટેસ્ટ કરવામાં આવશે અને ત્યારબાદ સરકારમાંથી એપ્રુવલ મેળવ્યા બાદ તેના તમામ પાસાઓ ચકાસણી થશે અને ત્યારબાદ લાઇસન્સની પ્રોસિજર કરવામાં આવશે. અને લાયસન્સ મેળવ્યા બાદ તેની મેન્યુફેક્ચરિંગ ની પ્રક્રિયા હાથ ધરાશે પ્રશાંત માળના જણાવ્યા પ્રમાણે આવનાર દોઢેક વર્ષમાં આ પ્રોડક્ટ માર્કેટમાં અવેલેબલ થઈ શકશે.
અહેવાલ - સંજય જોશી
આ પણ વાંચો - Ahmedabad: શહેરમાં હવે નોનવેજની લારીઓને લઈને ધારાસભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી