દક્ષિણનો દરિયાકાંઠો બન્યો DRUGS પેડલરોનું નવું સરનામું, ATS દ્વારા તપાસ કરાઈ શરૂ
- નવસારી,વલસાડ અને હજીરા દરિયા કાંઠા વિસ્તારમાંથી કરોડોની કિંમતનું બિનવારસી ચરસ મળી આવવાનો મામલો
- હમણાં સુધી 57 કરોડની કિંમતનું ચરસ દરિયા કાંઠા વિસ્તારમાંથી મળી આવ્યું
- ATS ની તપાસમાં કરોડોની કિંમતના મળી આવેલા ચરસના પેકેટ અંગે થઈ શકે છે ખુલાસો
ગુજરાતમાં અત્યારના સમયમાં ડ્રગ્સ મળી આવવું હવે જાણે સામાન્ય બાબત થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે.છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં પકડાતાં ડ્રગ્સની સંખ્યામાં ખૂબ જ વધારો થયો છે. નવસારી, વલસાડ અને હજીરા દરિયાકાંઠા વિસ્તારમાંથી હવે બિનવારસી ચરસ મળી આવ્યું હતું. મળતી માહિતીના અનુસાર, હમણા સુધી 57 કરોડની કિંમતનું ચરસ દરિયા કાંઠા વિસ્તારમાંથી મળી આવ્યું છે. નવસારી,વલસાડ,હજીરા દરિયા કાંઠા વિસ્તારમાંથી મળી આવેલ ચરસ અંગે ATS ની તપાસ હવે શરૂ કરાઈ છે.ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો
દરિયા કાંઠો બન્યો ડ્રગસ પેડલરોનું નવું સરનામું
ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાંથી ડ્રગ્સ મળવાની ઘટના હવે ખૂબ જ સામાન્ય બની છે, અત્યાર સુધીમાં કરોડોની કિંમતનું ચરસ અને ડ્રગ્સ દરિયાકાંઠાના વિસ્તારમાંથી મળી આવ્યું છે.અત્યાર સુધીમાં એટલી માત્રામાં ડ્રગ્સ દરિયા કાંઠા વિસ્તારમાંથી મળી આવ્યું છે કે હવે દરિયા કાંઠો ડ્રગસ પેડલરોનું નવું સરનામું બની ગયું હોય તેવું લાગે છે. હવે નવસારી,વલસાડ અને હજીરા દરિયા કાંઠા વિસ્તારમાંથી બિનવારસી ડ્રગ્સ મળી આવ્યું છે.મળતી માહિતીના અનુસાર, હમણાં સુધી 57 કરોડની કિંમતનું ચરસ દરિયા કાંઠા વિસ્તારમાંથી મળી આવ્યું છે. મળતી માહિતીના અનુસાર, દરિયામાં ચાલુ જહાજમાંથી ચરસના પેકેટો ફેંકવામાં આવ્યા હોવાની શંકા છે. વધુમાં આ બાબત અંગે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ડ્રગ્સ પેડલરો દરિયાઈ માર્ગનો ઉપયોગ કરતા હોવાની શંકા છે.
ATS ની તપાસમાં મોટા ખુલાસા થાય તેવી સંભાવનાઓ
હવે પોલીસની ભીંસ વધતા ડ્રગ્સ પેડલરોએ અપનાવ્યો દરિયાઈ માર્ગ અપનાવ્યો છે.ડ્રગ્સની હેરાફેરી માટે આ પેડલરો અલગ અલગ કીમિયો અપનાવતા હોય છે.ઘણી વાર આ પેડલરો કોફીના પેકેટની આડમાં ચરસની હેરફેરી કરતા હોય છે. આ મામલે ઊંડાણ સુધી પહોંચવા માટે હવે ATS એ તપાસ શરૂ કરી છે. ATS ની તપાસમાં કરોડોની કિંમતના મળી આવેલા ચરસના પેકેટ અંગે મોટા ખુલાસા થઈ શકે તેવી સંભાવનાઓ છે.
આ પણ વાંચો : પાલનપુરમાં ત્રણ વિદ્યાર્થીનીઓની જાહેરમાં છેડતીથી ખડભડાટ!