ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જીવના જોખમે શાળાએ પહોંચે છે નાના ભૂલકાઓ ! Video

આજના સમયે લોકો સમયના અભાવે પોતાના બાળકને સ્કૂલ વર્ધી વાહન (School transport vehicle) માં મોકલવા માટે મજબૂર બન્યા છે. પણ શું તેમને એ વાતની ખબર છે કે જે વાહનમાં તેમનું બાળક શાળાએ જઇ રહ્યું છે તે સુરક્ષિત છે ખરું ?...
05:43 PM Feb 03, 2024 IST | Hardik Shah

આજના સમયે લોકો સમયના અભાવે પોતાના બાળકને સ્કૂલ વર્ધી વાહન (School transport vehicle) માં મોકલવા માટે મજબૂર બન્યા છે. પણ શું તેમને એ વાતની ખબર છે કે જે વાહનમાં તેમનું બાળક શાળાએ જઇ રહ્યું છે તે સુરક્ષિત છે ખરું ? આ સવાલ નાના ભૂલકાઓના જીવ સાથે સંકળાયેલો છે. સ્કૂલ વર્ધી કરતા વાહન સંચાલકને ક્યા આ વાતની પડી હોય છે કે તે જે રીતે ઘેટા-બકરાની જેમ નાના ભૂલકાઓને ભરી રહ્યો છે તેનાથી બાળકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે.

રાજ્યમાં સ્કૂલ વર્ધી વાહન (School transport vehicle) માં બેફામ ભરાય છે ભૂલકાઓ

કહેવાય છે કે, આંખ આડા કાન કરવાથી ક્યારેક ખરાબ પરિણામ ભોગવવું પડી શકે છે. જણાવી દઇએ કે, નાના ભૂલકાઓના જીવના જોખમે શિક્ષણનું વૈંતરું કરવામાં આવી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. રાજ્યના વડોદરા, મોરબી, છોટાઉદેપુરથી નાના માસુમ ભૂલકાઓને જીવના જોખમે શાળામાં લઇ જવામાં આવતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોથી આવનારા ભવિષ્યમાં મોટી હોનારત થઇ શકે છે તેનો અંદાજો તમને મળી જશે. ક્યારેય આવું ન બને પણ શું આ ન બને તે માટે આપણે આજે જાગૃત થયા છીએ ખરા ? વીડિયો જોઇને લાગતું નથી કે હજું આપણે ભૂતકાળમાં બનેલી ઘટનાઓથી કઇ જ શીખ્યા નથી. કહેવાય છે કે, એક નાની ભૂલ કેટલાય લોકોનો જીવ લઇ શકે છે. પણ આ કોને વિચાર આવે છે. પછી ભલે તે મોરબી પુલ દુર્ઘટના હોય કે વડોદરાનો હરણી કાંડ હોય. આ દુર્ઘટનાથી તમે અને આપણે શું શીખ્યા જવાબ તમે પોતાને જ પુછી શકો છો. કદાચ તમને જવાબ પણ મળી જશે કે આ દુર્ઘટનાથી કઇ જ શીખ્યા નથી. ન શીખવા પાછળનું પણ એક કારણ છે કે દરેક બાબતને આપણે ખૂબ જ હળવાશમાં લઇએ છીએ.

નાના ભૂલકાઓને ઘેટા-બકરા જેમ ભરવાનો અધિકાર કોણે આપ્યો?

પહેલા બધુ જ હળવાશમાં લેવામાં આવે અને બાદમાં આવેલી મુસિબત પર અફશોસ કરવામાં આવે. આવું જ કઇંક થતું જોવા મળી રહ્યું છે. તાજેતરમાં વડોદરા, મોરબી, છોટાઉદેપુરથી બાળકોને ઘેટા-બકરાની જેમ વાહનમાં ભરી શાળાએ લઇ જવામાં આવતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. જેમા એક વીડિયોમાં નાના બાળકો વાહનને ધક્કો મારતા જોવા મળે છે તો અન્ય વીડિયોમાં બાળકોને ખચોખચ વાહનમાં ભર્યા હોવાનું જોવા મળી રહ્યું છે. બજેટ સમયે મોટી મોટી વાતો કરાય છે પણ જમીની હકીકત તેનાથી વિપરીત અને ચોંકાવનારી છે. શું માસુમોએ શિક્ષણ મેળવવા માટે પોતાનો જીવ ગિરવે મુકવો પડશે ? અહીં સવાલ ઉભો થાય છે કે નાના ભૂલકાઓને ઘેટા-બકરાની જેમ ભરવાનો આ લોકોને અધિકાર કોણે આપ્યો છે ?

આ સમાચાર અંગે વધુ જાણવા માંગો છો તો આ લિંક પર કરો ક્લિંક

આ પણ વાંચો - Aravalli : ખેડૂતની અનોખી ખેતી, ૩ વીઘામાં વાવ્યા જિરેનિયમ છોડ

આ પણ વાંચો - AMTS Budget : અમદાવાદ AMTSનું રૂ. 273.50 કરોડનું બજેટ રજૂ, નવી 59 EV બસ ઉમેરાશે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
GujaratGujarat FirstGujarat NewsSchoolschool rickshawSchool transport vehicleSchool Vehicle
Next Article