ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Sabarkantha : વિવિધ નવરાત્રિ મંડળઓએ તૈયારીઓને આખરી ઓપ આપ્યો

આવતી કાલથી આદ્યશક્તિ ર્માં અંબાના નવરાત્રિ પર્વનો પ્રારંભ નવ દિવસ માતાજીની આરાધના અને ઉપાસના સાથે યુવા વર્ગ ગરબે ઘુમવા તૈયાર આ વર્ષે તિથિ બેવડાતી હોવાથી ૧૦ દિવસ નવરાત્રિ ચાલશે Sabarkantha : આવતી કાલથી આદ્યશક્તિ જગત જનનીની પૂજા અર્ચના, આરાધના...
06:36 PM Oct 02, 2024 IST | PARTH PANDYA
  1. આવતી કાલથી આદ્યશક્તિ ર્માં અંબાના નવરાત્રિ પર્વનો પ્રારંભ
  2. નવ દિવસ માતાજીની આરાધના અને ઉપાસના સાથે યુવા વર્ગ ગરબે ઘુમવા તૈયાર
  3. આ વર્ષે તિથિ બેવડાતી હોવાથી ૧૦ દિવસ નવરાત્રિ ચાલશે

Sabarkantha : આવતી કાલથી આદ્યશક્તિ જગત જનનીની પૂજા અર્ચના, આરાધના સાથે નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થશે. ત્યારે બંને જિલ્લામાં ખૈલયાઓ મા ના ગરબે ઘુમવા માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. વિવિધ મંડળો દ્વારા નવરાત્રી મહોત્સવને શક્તિના પર્વ તરીકે પૂજા અને આરાધના સાથે ઉજવવા માટે જિલ્લાના તમામ તાલુકા મથકો અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ નવરાત્રિ ચોકને શણગારી દેવામાં આવ્યા છે. જોકે ખૈલયાઓ પણ નવરાત્રિ દરમ્યાન ગરબે ઘુમવા માટે થનગની રહયા છે. તેમ છતાં નવરાત્રિ દરમ્યાન જો વરસાદ પડશે તો આયોજકો તથા ખૈલયાઓને મુશ્કેલી પડે તો નવાઈ નહીં. આ વર્ષે નવરાત્રિ તા.૩ ઓકટોબરથી શરૂ થઈને ૧ર ઓકટોબર સુધી ચાલશે. નવરાત્રિના પ્રથમ દિવસે જિલ્લામાં અનેક ઠેકાણે શુભ મૂર્હતમાં ઘટસ્થાપન કરાશે.

પાર્ટી પ્લોટો અને શેરી ગરબાનું આયોજન

સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે પણ અગાઉની જેમ હિંમતનગર સ્થિત જિલ્લા પોલીસવડા કચેરીના પ્રાંગણમાં નવરાત્રિની ભવ્ય ઉજવણીનું આયોજન કરાયું છે. જેમાં વિવિધ કલાકારો પણ હાજરી આપશે. ગુરૂવારથી શરૂ થતી આસો નવરાત્રી એટલે ર્માં દુર્ગાના નવ સ્વરૂપ મા શૈલપુત્રી, મા બ્રહ્મચારિણી, મા ચંદ્રઘટા, મા કૂષ્માંડા, માસ્કંદમાતા, મા કાત્યાયની, મા કાલરાત્રિ, મા મહાગૌરી તેમજ મા સિધ્ધિદાત્રીની પૂજા અચર્ના અને ભક્તિની ઉપાસનાનું પર્વ વર્ષોથી પરંપરાગત રીતે ચાલ્યો આવતો આ ઉત્સવ આપણી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતું પર્વ લોક હૈયે પ્રબળ શ્રધ્ધા જગાવવાના સાત્વિક ભાવ સાથે આદ્યશક્તિ જગત જનનની જગદંબા આરાધનાનું પર્વ શરૂ થઈ રહ્યું છે. દરમ્યાન અગાઉના વર્ષોની જેમ આ વર્ષે પણ હિંમતનગરમાં આવેલ પાર્ટી પ્લોટો અને શેરી ગરબાના આયોજકોએ આયોજન કરી દીધુ છે. મોટી સંખ્યામાં લોકો નવ દિવસ અલગ અલગ ટ્રેડીશનલ ડ્રેસમાં ગરબે ઘુમવા આવતાં હોય છે.

ગરબે ઘુમવા યુવાધન સાથે ખૈલયાઓમાં અનેરો ઉત્સાહ

જયારે હિંમતનગરના ખાડીયાચોક સહિત અન્ય સ્થળે તથા ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીના, પ્રાંતિજ અને તલોદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ નવરાત્રી મહોત્સવની ઉજવણી થશે. નવ દિવસ સુધી મા ના ગરબે ઘુમવા યુવાધન સાથે ખૈલયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહયો છે. ત્યારે નવરાત્રી મહોત્સવ દરમ્યાન ગાયક કલાકારો નવ દિવસ નવરાત્રી મહોત્સવમાં ધૂમ મચાવશે. નવરાત્રી દરમ્યાન ઉપવાસ, અનુષ્ઠાન કરી માઈભક્તો પૂજા અર્ચના આરાધના કરતાં હોય છે. હિંમતનગર શહેરમાં નવરાત્રીનું આયોજન કરાતું હોય આજુબાજુના ગામડાના માઈભક્તો મોટી સંખ્યામાં ગરબે ઘુમવા ઉમટી પડે છે.

ગામડાઓમાં હજુ પણ શેરી ગરબાનું અસ્તિત્વ ટકી રહ્યું

સાબરકાંઠા જિલ્લામાં દર વર્ષે નવરાત્રી પર્વની ઉજવણી ઉલ્લાસભરે થાય છે ત્યારે આ વર્ષે પણ હિંમતનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ માટે વિશાળ સમિયાણો બંધાયો છે તેજ પ્રમાણે ખાડીયાના મહામંદિર, અલકાપુરી, મોતીપુરા, મહકાળી મંદિર, પંચદેવ મંદિર, છાપરીયા, મહેતાપુરા સહિતના અન્ય વિસ્તારોમાં પણ નવરાત્રીની ઉજવણી માટે ગરબા ચોક તથા સ્ટેજ તૈયાર કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત હિંમતનગરના જાણીતા અન્ય સ્થળોએ નવરાત્રીની ઉજવણીનું અયોજન કરાયું છે. ગામડાઓમાં હજુ પણ શેરી ગરબાનું અસ્તિત્વ ટકી રહ્યુ હોવાને કારણે મહિલાઓ ગરબા ચોકમાં માતાજીનો ગરબો મુકીને આરાધના કરી પાંચ ગરબા ગાયા પછી આરતી કરે છે તથા કેટલાક ગામડાઓમાં સમસ્ત ગામ વતી એકજ ગરબા ચોક હોય છે જયાં ગામના સૌ અબાલ વૃધ્ધો તથા યુવાવર્ગ હાજર રહે છે જોકે સમયની પાબંધીને ધ્યાનમાં રાખી શહેરી વિસ્તારો કરતાં ગામડામાં ગરબાની શરૂઆત વહેલી થાય છે બીજી તરફ આ વર્ષે નવરાત્રી દરમિયાન વરસાદ વિલન બને તેવી શક્યતાને લઈને આયોજકો વિમાસણમાં મુકાઈ રહયા છે.

ઘટસ્થાપન કયારે કરી શકાશે

આ વર્ષે ગુરૂવારથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહયો છે ત્યારે ગુરૂવારે બપોરે ૧ર.૦૩ મીનીટથી ૧ર.પ૦ વાગ્યા સુધી અભિજીત મૂર્હત હોવાથી તે સમયગાળા દરમ્યાન ઘટસ્થાપન કરી શકાશે એમ જયોતિ શાસ્ત્રી દેવશંકર ભટ્ટનું કહેવું છે.

અહેવાલ - યશ ઉપાધ્યાય, સાંબરકાંઠા

આ પણ વાંચો -- GONDAL : નવરાત્રીના પર્વને લઈને સીટી પોલીસ સ્ટેશન ખાતે અયોજકોની મીટિંગ યોજાઈ

Tags :
donefinalGarbaNavratriorganizepreparationSabarkantha
Next Article