Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Sabarkantha : માવઠાથી આર્થિક નુકસાન થતાં ખેડૂતોને વળતર ચુકવવાની ઉઠી માંગ

સાબરકાંઠા જિલ્લા (Sabarkantha district) માં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદ (unseasonal rains) ને કારણે સૌથી વધુ નુકસાન ઈડર તાલુકા (Idar taluka) ના ત્રણથી વધુ ગામોને થવા પામ્યું છે. વીજળીના કડાકા અને ભડાકા તથા ભારે પવન સાથે કરા સાથેનો વરસાદ પડતાં લગભગ...
sabarkantha   માવઠાથી આર્થિક નુકસાન થતાં ખેડૂતોને વળતર ચુકવવાની ઉઠી માંગ
Advertisement

સાબરકાંઠા જિલ્લા (Sabarkantha district) માં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદ (unseasonal rains) ને કારણે સૌથી વધુ નુકસાન ઈડર તાલુકા (Idar taluka) ના ત્રણથી વધુ ગામોને થવા પામ્યું છે. વીજળીના કડાકા અને ભડાકા તથા ભારે પવન સાથે કરા સાથેનો વરસાદ પડતાં લગભગ 100 થી વધુ ખેડૂતો (ઇોીસાીે) એ વાવેતર કરેલ ઘઉં, બટાકા અને પપૈયાના પાકનો સોથ વળી ગયો છે. તેથી ખેડૂતોને મોટુ આર્થિક નુકસાન (economic loss) થવા પામ્યુ છે. હવે સરકારે સર્વે કરીને અસરગ્રસ્ત ખેડૂતોને વળતર ચુકવવાની માંગ ઉઠવા પામી છે.

Advertisement

આ અંગેની વિગત એવી છે કે તાજેતરમાં ખેડબ્રહ્મા, વડાલી અને ઈડર તાલુકામાં કરા સાથે પડેલા વરસાદને કારણે પાકીને તૈયાર થયેલા ઘઉં, ચણા, વરીયાળી, પપૈયા અને બટાકાના પાકને વ્યાપક નુકશાન થયુ છે. ચોરીવાડ ગામના વસંતભાઈ પટેલ, મોહનભાઈ પટેલ, યોગેશભાઈ પટેલ, હરીભાઈ પટેલ, વિરસંગભાઈ પટેલ સહિત ગામના ૧૦૦થી વધુ ખેડુતોને થયેલા નુકશાન બાદ તેમના પરિવારોમાં એવી લાગણી પ્રવર્તી રહી છે કે કુદરતે મોઢામાં આવેલો કોળીયો ઝુંટવી લીધો છે.

Advertisement

જો સરકાર દ્વારા સત્વરે સર્વે કરી જે ખેડુતોને નુકશાન થયુ છે તેમને તાત્કાલિક વળતર આપવામાં નહીં આવે તો આ અસરગ્રસ્ત ખેડુતોને પાક તૈયાર કરવા માટે લીધેલ ધિરાણ સમયસર ભરપાઈ કરી શકશે નહીં. અને તેઓ વધુને વધુ દેવાના ડુંગર નીચે આવી જશે. કેટલાક કિસ્સાઓમાં તો ખેડુતોમાં એટલી નિરાશા વ્યાપી ગઈ છે કે કુદરતે મારેલી થાપટને કારણે આત્મહત્યા કરવા સુધીનું વિચારે તે અગાઉ સરકારે સહાય ચુકવવી જોઈએ તેવી ચોરીવાડ ગામના ખેડુતોની લાગણી અને માંગણી છે.

Advertisement

અહેવાલ  - યશ ઉપાધ્યાય 

આ પણ વાંચો - Congress : શું કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુત ભાજપમાં જોડાશે ?

આ પણ વાંચો - Ambarish Der : કોંગ્રેસમાંથી રાજીનામા બાદ અમરીશ ડેરની પ્રેસ કોન્ફરન્સ, આવતીકાલે કમલમ જશે

Tags :
Advertisement

Trending News

.

×