Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમરેલીમાં ભરઉનાળે નદીઓ વહી,ખેડૂતોને કેરીનાં પાકમાં મોટું નુકસાન

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે ભરઉનાળે ઠેર-ઠેર કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે ફરી અનેક પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો છે. રાજ્યમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. આ વચ્ચે અમરેલી જિલ્લામાં છેલ્લા સાત દિવસથી વરસાદ વરસી રહ્યો...
અમરેલીમાં ભરઉનાળે નદીઓ વહી ખેડૂતોને કેરીનાં પાકમાં મોટું નુકસાન

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે ભરઉનાળે ઠેર-ઠેર કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે ફરી અનેક પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો છે. રાજ્યમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. આ વચ્ચે અમરેલી જિલ્લામાં છેલ્લા સાત દિવસથી વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં પણ વરસાદ વરસ્યો છે.

Advertisement

અમરેલીના અનેક વિસ્તારમાં માવઠું

Advertisement

અમરેલી જિલ્લાના ધારી તેમજ ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં સતત છઠ્ઠા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. આજે અમરેલી જિલ્લાના ધારી, ડેડાણ,તેમજ ગીર પથંકના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. તો ગોપાલ ગ્રામ, ચલાલા , મીઠાપુર, ખીચા, સરસિયા, સાવરકુંડલા સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો.

Advertisement

અમરેલીમાં પડ્યો ધોધમાર વરસાદ
ગઈકાલે પણ અમરેલીમાં રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં બાબરીયાધારની ઘીયળ નદીમાં પુર આવ્યું હતું અને તેના ધસમસતા પ્રવાહ વચ્ચે ટ્રક તણાયો હતો. જેમાં જી.આર.ડી જવાનો દ્વારા 5 માણસોને નદી માંથી રેસ્ક્યુ કરી બચાવ્યા હતા. જયારે બાબરીધાર બર્બટાણા વિસ્તારમાં 3 ઇંચ કરતા વધુ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી.

ભારે ઉકળાટ બાદ બનાસકાંઠામાં વરસાદ
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં પણ પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ વરસાદ આવતા ઠંડક પ્રસરી હતી. જોકે, ખેડૂતોમાં ચિંતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. પાલનપુર ઉપરાંત વડગામ, ડીસા, ધાનેરા, અમીરગઢ સહિતના પંથકમાં વરસાદ વરસ્યો છે.

આ પણ  વાંચો-BHARUCH : મોબાઈલ પરત નહી આપતા મિત્રએ જ કરી મિત્રની હત્યા

Tags :
Advertisement

.