Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Banaskantha: નડાબેટ ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી, BSF IG બન્યા મુખ્ય મહેમાન

BSF IG Abhishek Pathak: દેશભરમાં આજે રાષ્ટ્રીય પર્વની ઉજવણી થઈ રહી છે. ત્યારે બનાસકાંઠાના નડાબેટ ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી. આ દરમિયાન BSF IG અભિષેક પાઠક મુખ્ય મહેમાન બન્યા હતા. બીએસએફના આઈજી દ્વારા રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી આપવામાં આવી હતી....
banaskantha  નડાબેટ ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી  bsf ig બન્યા મુખ્ય મહેમાન

BSF IG Abhishek Pathak: દેશભરમાં આજે રાષ્ટ્રીય પર્વની ઉજવણી થઈ રહી છે. ત્યારે બનાસકાંઠાના નડાબેટ ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી. આ દરમિયાન BSF IG અભિષેક પાઠક મુખ્ય મહેમાન બન્યા હતા. બીએસએફના આઈજી દ્વારા રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી આપવામાં આવી હતી. બનાસકાંઠા પાકિસ્તાનની સરહરે આવેલો જિલ્લા છે. નડાબેટનો અત્યારે કરોડોના ખર્ચે પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવામાં આવ્યો છે. ત્યારે આજે અહીં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે બીએસએપ આઈજી દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવામાં આવ્યો હતો. 26 જાન્યુઆરીના દિવસે ભારતભરના લોકો ભારે ઉત્સાહ સાથે આ દિવસની ઉજવણી કરતા હોય છે.

Advertisement

આપણે બાબા સાહેબના ઋણી છીએઃ અભિષેક પાઠક

આ દરમિયાન BSF IG Abhishek Pathakએ ભારતના 75 ગણતંત્ર દિવસે ઉપસ્થિત બધા અધિકારીઓ, જવાનો અને પરિવારના બધા સદસ્યોને અભિનંદન પાઠવતા કહ્યું કે, ‘આ મહાન દિવસે વિશ્વના બધા ભારતીય ઉત્સાહથી મનાવે છે, આજના દિવસે જ આપણને સંવિધાન લાગુ કરવામાં આવ્યું હતું. ત્યારથી આપણે પ્રજાસત્તાક થયા હતા. આપણે બાબા સાહેબ આંબેડકરના ઋણી છીએ જેમણે બંધારણ ઘડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.’

Advertisement

સીમા રક્ષણ બળ આંતરરાષ્ટ્રિય સુરક્ષા કરે છેઃ BSF IG

વધુમાં BSF IGએ જણાવ્યું કે, ‘આજે ભારતને ગણતંત્ર દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યા હતો. આજે રાજપથ પર વિશિષ્ટ કાર્યક્રમ હોય છે અને આજે ત્યાં વિશિષ્ટ પરેડ કરવામાં આવે છે આજે ભારતના બધા જ લોકોને ગર્વ મહેસૂસ થાય છે. આજે ભારતની વિશ્વ શક્તિના રૂપમાં વિશિષ્ટ ઓળખાણ ઊભી થઈ છે. તે માટે સીમા રક્ષણ બળ આંતરરાષ્ટ્રિય સુરક્ષા કરી રહ્યું છે. સીમા સુરક્ષા બળના પરાક્રમીઓએ દેશને સુરક્ષિત રાખ્યો છે.’

આ પણ વાંચો: 26 January: ક્યા રાખવામાં આવ્યું છે હસ્તલિખિત સંવિધાન? ગણતંત્ર દિવસ સંબંધિત 10 તથ્યો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Advertisement

Tags :
Advertisement

.