Gujarat: શું તમને યાદ છે 26 જાન્યુઆરી 2001, સમય હતો સવારે 08 વાગીને 46 મિનિટ! વાંચો હ્રદય કંપાવતો અહેવાલ
- 2001 માં વહેલી સવારે આવ્યો હતો કાળમુખો ભૂકંપ
- ધરતીકંપનું કેન્દ્ર ભચાઉ તાલુકાના ચોબારી ગામથી 09 કિમી દૂર હતું
- ભૂકંપના કારણે આશરે 04,00,000 ઘરો વિનાશ પામ્યા હતા
26 January 2001, Gujarat: આજે 26 જાન્યુઆરી છે, અને આ દિવસ ગુજરાત (Gujarat) માટે કાળમુખો સાબિત થયેલો છે. વાત છે 2001 ની, વહેલી સવારે જ્યારે ભૂંકપ (Earthquake)ના કારણે કચ્છની ધરા ધ્રુજી અને ખેદાન-મેદાન થઈ ગયું હતું. 26 જાન્યુઆરી, 2001ના રોજ ભારતના 52માં પ્રજાસત્તાક દિવસે સવારે 08.46 કલાકે આવ્યો હતો ભૂકંપ. આ ભૂકંપ 02 મિનિટ કરતાં વધુ ચાલ્યો હતો પરંતુ આખા કચ્છની કાયાપટલ કરી નાખી હતી. આ ધરતીકંપનું કેન્દ્ર ગુજરાતના કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ચોબારી ગામથી 09 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમે (23.419°N 70.232°E) હતું.આ દિવસને ગુજરાત (Gujarat)ના લોકો ખાસ કરીને કચ્છના લોકો કેવી રીતે ભૂલી શકે!
ધરતીકંપને કારણે આશરે 20,000 લોકો મૃત્યુ પામ્યા હતા
આ ભૂકંપમાં અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યાં હતાં. આ ધરતીકંપ (Earthquake) 07.7ની તીવ્રતાનો હતો. ધરતીકંપને કારણે આશરે 20,000 લોકો મૃત્યુ પામ્યા હતા. આ સાતે 01,67,000 લોકો ઇજા પામ્યા હતા. નુકસાનની વાત કરવામાં આવો તો,ભૂકંપના કારણે આશરે 04,00,000 ઘરો વિનાશ પામ્યા હતા. મૃત્યુઆંક કચ્છમાં 12,300નો હતો. ભૂજ શહેર જે ધરતીકંપના કેન્દ્રથી માત્ર 20 કિમી દૂર હતું, તે મોટાભાગે નાશ પામ્યું હતું. ભચાઉ અને અંજારમાં પણ ભારે વિનાશ થયો હતો. અંજાર, ભૂજ અને ભચાઉ તાલુકાના હજારો ગામોમાં તારાજી સર્જાઇ હતી.
આ પણ વાંચો: દેશના ભવિષ્ય સાથે ખિલવાડ થતા દ્રશ્યો કેમેરામાં કેદ, વિદ્યાર્થિનીઓ પાસે કરાવી જાહેર માર્ગની સફાઇ
અમદાવાદમાં પણ 50 બહુમાળી ઇમારતો નાશ પામી હતી
આ દિવસને કચ્છના લોકો ક્યારેય વિસરી શકે તેમ નથી. ધરતીકંપને કારણે ભૂજના 40 ટકા ઘરો, આઠ શાળાઓ, બે હોસ્પિટલ અને 04 કિમીનો માર્ગ નાશ પામ્યો હતો. શહેરનું ઐતહાસિક સ્વામીનારાયણ મંદિર, ઐતહાસિક કિલ્લાઓ, પ્રાગ મહેલ અને આયના મહેલને પણ ભારે નુકશાન થયું હતું. કચ્છ સિવાય અમદાવાદમાં પણ 50 બહુમાળી ઇમારતો નાશ પામી હતી. ભુજિયા ડુંગર ઉપર ધરતીકંપમાં મૃત્યુ પામેલા લોકો માટે સ્મૃતિવન યાદગીરી રૂપે બનાવવામાં આવ્યું છે. તેમાં દરેક વ્યક્તિને સમર્પિત એવા 13,823 વૃક્ષો વાવવામાં આવ્યા છે અને આ બાગમાં 108 નાના તળાવો બનાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો: જેલ પ્રશાસનનો કેદીઓને હકારાત્મક વાતાવરણ મળે તે માટે દીવાલ પર દોરાયા અનેક ચિત્રો
ભુજમાં Smritivan નું નિર્માણ કરવામાં આવ્યું
અત્યારે જે 35 વર્ષથી વધુ ઉંમરના લોકો છે તેમને જો આ ઘટના વિશે પૂછવામાં આવે તો આજે પણ તેમની આંખોમાંથી આંશુ સરી પડે છે. કારણ કે તે લોકોએ પોતાની નરી આંખે લોકોને મરતા જોયા છે, કુદરતનો પ્રકોપ તેમણે પ્રત્યક્ષ જોયો છે. આ ઘટનાનો અનુભવ કરવા માટે અત્યારે ભુજમાં Smritivan નું નિર્માણ કરવામાં આવ્યું છે. આજે અહીં હજારોની સંખ્યાં લોકો પ્રવાસે આવતાં હોય છે. આ તો થઈ પ્રવાસનની વાત પરંતુ ગુજરાત 2001ને ક્યારેય ભૂલી શકશે નહીં.
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો