Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દાહોદના રેલ્વે કારખાનાનું વડાપ્રધાન મોદીએ વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યુ

દાહોદ ખાતે તૈયાર થયેલા 9000 એચપી લોકોમોટીવ ઈલેક્ટ્રિક એન્જિન યુનિટનું વડાપ્રધાન નરેંદ્ર મોદીએ વર્ચ્યુયલી લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે દાહોદના સાંસદ ધારાસભ્ય અને રેલ્વેના અધિકારીઓ દાહોદ રેલ્વે વર્કશોપ ખાતે હાજર રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ ખાતેથી વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું...
06:43 PM Mar 12, 2024 IST | Harsh Bhatt

દાહોદ ખાતે તૈયાર થયેલા 9000 એચપી લોકોમોટીવ ઈલેક્ટ્રિક એન્જિન યુનિટનું વડાપ્રધાન નરેંદ્ર મોદીએ વર્ચ્યુયલી લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે દાહોદના સાંસદ ધારાસભ્ય અને રેલ્વેના અધિકારીઓ દાહોદ રેલ્વે વર્કશોપ ખાતે હાજર રહ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ ખાતેથી વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું

દાહોદના રેલ્વે કારખાના માં તૈયાર થનાર 9000 હોર્ષપાવરના લોકોમોટીવ એન્જિન ઉત્પાદન પ્લાન્ટના પ્રથમ ચરણનું કામ પૂર્ણ થતાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ ખાતેથી વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી કલેકટર  તેમજ રેલ્વેના અધિકારીઓ દાહોદના રેલ્વે કારખાના ઉપર ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાનના વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યા બાદ સાંસદ દ્રારા કારખાના સ્થિત તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

દેશ વિદેશમાં રેલ્વેના પાટા ઉપર દોડતા એન્જિન ઉપર દાહોદનું લેબલ હશે

દાહોદના રેલ્વે કારખાનાના 322 કરોડના ખર્ચે નવીનીકરણ માટે વડાપ્રધાન નરેદ્ન્ર મોદીએ  એપ્રિલ 2022 માં ખાતમુહૂર્ત કર્યું હતું. જેમાં દાહોદના રેલ્વે કારખાનામાં સૌથી શક્તિશાળી 9000 હોર્ષ પાવરના એન્જિનનું ઉત્પાદન કાર્ય હવે દાહોદમાં થશે દેશ વિદેશમાં રેલ્વેના પાટા ઉપર દોડતા એન્જિન ઉપર દાહોદનું લેબલ હશે 9000 હોર્ષ પાવરના એન્જિનથી રેલ્વેની મુસાફરી ઝડપી થશે, સાથે જ માલ સામાનની હેરફેર પણ ઝડપી બનશે. ગુડ્સ ટ્રેન પાંચ હજાર ટન વજન લઈને 120 ની ઝડપે રેલ્વેના પાટા ઉપર દોડશે જેથી માલસામાનની હેરફેર પણ ઝડપી બનશે અને રેલ્વેની આવકમાં પણ વધારો થશે રેલ્વે દ્રારા 11 વર્ષમાં 9000 હોર્ષપાવરના 1200 ઇલેક્ટ્રીક એન્જિન તૈયાર કરવાના ટાર્ગેટ સાથે હાલ બાકીના યુનિટનું પણ કરી પુરજોશમાં ચાલી રહ્યું છે સમગ્ર ઉત્પાદન યુનિટનો સરકાર સિમેન્સ કંપની સાથે કરાર કરી કારખાનાનું કામ ચાલી રહ્યું છે.

પહેલાનુ જૂનું કારખાનું હતું તેમાં નવી 33 એકર જમીનની વધારાની ફાળવણી કરતા હાલ કુલ 101 એકર જમીનમાં વર્કશોપ બન્યું છે. રેલ્વે કારખાનાના નવા પ્રોજેક્ટને કારણે દાહોદમાં રોજગારીની તકો પણ વધશે હાલ નવા યુનિટ માટે પણ મોટી સંખ્યા મા માણસોની જરૂર પડશે અને આના કારણે સ્થાનિક વેપારમાં પણ વધારો જોવા મળશે. 2024 પૂરું થાય એ પહેલા આ કારખાના માંથી 9000 હોર્ષ પાવરનુ રેલ્વે એન્જિન તૈયાર થઈને પાટા ઉપર દોડતું થશે તે માટે હાલ રેલ્વે કારખાના ઉપર 24 કલાક અધિકારીઓ અને કર્મચારીઓ તનતોડ મહેનત કરી રહ્યા છે.

અહેવાલ - સાબિર ભાભોર

આ પણ વાંચો : AMC Plans For Summer: જાણો… ઉનાળાની શરૂઆતમાં AMC દ્વારા પ્રાથમિક એક્શન પ્લાન કેવો રહેશે ?

Tags :
DahodDahod Railway FactoryGujarat FirstJASWANT BHABHORpresentPrime Minister Modirailwaysvirtually launched
Next Article