Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભલભલાને રનિંગમાં હંફાવતા Porbandar ના પ્રેમજી રાજ્ય કક્ષાએ ચેમ્પિયન

ગુજરાતના નડિયાદ ખાતે સિનિયર સિટીઝનની એથલેટિક્સ (Senior Citizen Athletics) ની વિવિધ રાજ્ય કક્ષાની સ્પર્ધા (competitions) નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા પોરબંદર (Porbandar) ના 63 વર્ષીય પ્રેમજીભાઇ પોસ્તરિયા(બોસ) રાજ્યકક્ષાની 1500 અને 800 મીટરની દોડમાં ચેમ્પિયન બની પોરબંદર જિલ્લાનુ ગૌરવ સમગ્ર...
ભલભલાને રનિંગમાં હંફાવતા porbandar ના પ્રેમજી રાજ્ય કક્ષાએ ચેમ્પિયન

ગુજરાતના નડિયાદ ખાતે સિનિયર સિટીઝનની એથલેટિક્સ (Senior Citizen Athletics) ની વિવિધ રાજ્ય કક્ષાની સ્પર્ધા (competitions) નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા પોરબંદર (Porbandar) ના 63 વર્ષીય પ્રેમજીભાઇ પોસ્તરિયા(બોસ) રાજ્યકક્ષાની 1500 અને 800 મીટરની દોડમાં ચેમ્પિયન બની પોરબંદર જિલ્લાનુ ગૌરવ સમગ્ર રાજ્યમાં રોશન કયુ છે.

Advertisement

આજના આધુનિક યુગમાં યુવાનો વધુ પડતો સમય મોબાઇલની ગેમ્સ અને રીલ્સ પાછળ બરબાદ કરે છે. અને જરુરી કરસત કે યોગાસન કરતા નથી જેના કારણે યુવાનોમાં અશક્તિ અને આળસ જોવા મળે છે. ત્યારે પોરબંદરના પનોતાપુત્ર સિનિયર પ્રેમજીભાઇ પોસ્તરિયા (બોસ) જેઓ માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલા છે. તેઓ નિયમિતપણે સવાર અને સાંજ બે ટાઇમ રનિંગ કરે છે. 63 વર્ષની ઉંમરે યુવાનોને હંફાવતા પ્રેમજીભાઇ (બોસ) એ રાજ્યકક્ષાની સિનિયર સિટીઝનની 1500 અને 800મીટરની રનિંગની ઇવેન્ટમા ભાગ લીધો હતો. ન માત્ર ભાગ પરંતુ રાજ્યકક્ષાની દોડના ચેમ્પિયન બન્યા હતા. રાજ્યકક્ષાની દોડની રમત ગુજરાતના નડીયાદ ખાતે યોજાઇ હતી જેમા પોરબંદર જિલ્લાનું પ્રતિનિત્વ પ્રેમજીભાઇ પોસ્તરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. નડીયાદ ખાતે 1500 મીટરની ઇવેન્ટમાં 6:13 અને 800 મીટરમાં 2:54 ટાઇમ સાથે ચેમ્પિયન બનતા પોરબંદર ગૌરવ વધ્યું છે.

63 વર્ષની ઉંમરે યુવાનોને હંફાવતા પ્રેમજી બોસ

Advertisement

પોરબંદરના પ્રેમજીભાઇ પોસ્તરિયા (બોસ) જેઓની સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, તેઓ આમ તો માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલા છે. પરંતુ તેઓ છેલ્લા ઘણા વર્ષોથી એથ્લિટીક્સની વિવિધ રમતો સાથે જોડાયેલા છે. તેઓ બહારનો ફાસ્ટફુડ ખોરાકને બદલે ઘરનો ખોરાક આરોગે છે. જેથી આજે પણ તેઓ ફીટ છે જે નોંધનીય છે. 63 વર્ષની ઉંમર નિયમિત સવારે 7 વાગ્યે અને સાંજે 7 વાગ્યે રનિંગ કરવું એ સહેલુ નથી છતાં તેઓ પોરબંદરની ચોપાટી ભાવસિંહજી વ્યાયામ શાળાએ કસરત અને રનિંગ કરવા આવે છે. આ સાથે નિયમિત સ્વીમિંગ પણ કરે છે. તેઓ આજે યુવાનો માટે પ્રરેણા સ્ત્રોત બની રહ્યાં છે. તેઓ પોતાની રનિગથી આજના યુવાનોને અફાવી રહ્યાં છે.

આર્મી, અગ્નિવીર, વનરસંક્ષક અને પોલીસ તૈયારી કરતા યુવાનોને નિ:શૂલ્ક તાલીમ

Advertisement

ભારત દેશની રક્ષા માટે આજે અનેક યુવાનો પોતાના જિલ્લા વિસ્તારમાં તાલીમ મેળવતા હોય છે, પરંતુ યોગ્ય માર્ગદર્શનના અભાવે નિરાશા અનુભવે છે. ગાંધી અને સુદામાની ભૂમીના યુવાનો આજે દેશની રક્ષામાં જોડાયેલા છે. તેઓને યોગ્ય માર્ગદર્શન જરુરી છે. ત્યારે પોરબંદરના સિનિયર 63 વર્ષીય પ્રેમજીભાઇ (બોસ) દ્વારા પોરબંદર ચોપાટી ભાવસિંહજી વ્યાયામ શાળા ખાતે નિયમિતપણે યુવાનો તાલીમ આપે છે. જેમા આર્મી, અગ્નિવીર, વનરસંક્ષક અને પોલીસ વગેરે જેવી પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનોને નિ:શુલ્ક તાલીમ આપે છે. પ્રેમજીભાઇ (બોસ)ના હાથ નીચે તૈયાર થઇ અનેક યુવાને આજે આર્મી અને પોલીસ, અગ્નિવીરમા પોરબંદરના યુવાનો ફરજ બજાવે છે.

અહેવાલ - કિશન ચૌહાણ

આ પણ વાંચો - Gujarat Weather : રાજ્યમાં કમોસમી વરસાદ, ગાંધીનગરમાં ચોમાસા જેવો માહોલ

આ પણ વાંચો - Gondal : સૌરાષ્ટ્રમાં ચાલતા ગેરકાયદેસર ડીઝલનો કારોબાર બંધ કરાવવા મુખ્યમંત્રીને ફરિયાદ

Tags :
Advertisement

.