Amreli લેટરકાંડમાં કૌશિક વેકરિયાનાં સપોર્ટમાં પોસ્ટ વાઇરલ, બીજી તરફ પરેશ ધાનાણીના ઉપવાસ!
- Amreli લેટરકાંડમાં હવે સોશિયલ મીડિયા ગરમાયું
- કૌશિક વેકરિયાનાં સપોર્ટમાં કેટલીક પોસ્ટ વાઇરલ થઈ
- 'I support Kaushik Vekaria' ની પોસ્ટ વાઇરલ થઈ
અમરેલી લેટરકાંડમાં (Amreli) પાટીદાર સમાજની દીકરી પર પોલીસની કાર્યવાહીને લઈ ભારે વિવાદ સર્જાયો છે. આ વિવાદમાં એક પછી એક મોટા નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે અને પાટીદાર દીકરીને ન્યાય અપાવવા માગ કરાઈ છે. ત્યારે હવે આ વિવાદને લઈ સોશિયલ મીડિયા પણ ગરમાયું છે. કૌશિક વેકરિયાનાં (Kaushik Vekaria) સપોર્ટમાં કેટલીક પોસ્ટ વાઇરલ થઈ છે.
આ પણ વાંચો - ઉત્તરાયણ પહેલા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો! રાજકોટ બાદ Surat માં પતંગનાં લીધે બાળકનું મોત
'I support Kaushik Vekaria' પોસ્ટ વાઇરલ થઈ
અમરેલી (Amreli) લેટરકાંડમાં જ્યાં એક તરફ પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે વિપક્ષ સહિતનાં નેતાઓ મેદાને આવ્યા છે. ત્યારે બીજી તરફ સોશિયલ મીડિયા પર વિધાનસભાનાં નાયબ દંડક કૌશિક વેકરિયાનાં સપોર્ટમાં કેટલીક પોસ્ટ વાઇરલ થઈ છે. જણાવી દઈએ કે, 'I support Kaushik Vekaria' તરીકે કેટલાકી પોસ્ટ વાઇરલ થઈ છે. અમરેલીમાં અનેક લોકો દ્વારા સોશિયલ મીડિયા સ્ટે્ટસમાં આ પોસ્ટ મૂકવામાં આવી છે. જણાવી દઈએ કે, પાયલ ગોટીને ન્યાય મળે તે માટે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી (Paresh Dhanani) ઉપવાસ કરવાનાં છે.
આ પણ વાંચો - Vadodara : વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી રૂ. 90.90 લાખ પડાવનારા 2 આરોપીની આખરે ધરપકડ
કોંગ્રેસનાં નેતાઓએ જાહેરમંચ પરથી કર્યા પ્રહાર
જણાવી દઈએ કે, પરેશ ધાનાણીએ (Paresh Dhanani) કૌશિક વેકરીયાને રાજકમલ ચોક ખાતે આવી સામસામે બેસી ચર્ચા અને ખુલાસો કરવા પડકાર ફેંક્યો હતો. જો કે, કૌશિક વેકરીયા ચર્ચાનાં ચોરે ન આવતા કોંગ્રેસનાં નેતાઓએ જાહેરમંચ પરથી પ્રહારો કર્યા હતા. પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી, વીરજી ઠુમ્મર, પ્રતાપ દુધાત, જેની ઠુમ્મરે અમરેલી પોલીસ અને સરકાર સામે પ્રહારો કર્યા હતા. ત્યારે હવે સોશિયલ મીડિયા પર કૌશિક વેકરિયાનાં સમર્થનમાં પોસ્ટ વાઇરલ થતાં મામલો વધુ બિચક્યો છે.
આ પણ વાંચો - Winter in Gujarat : કાતિલ ઠંડીએ લોકોને ધ્રુજાવ્યા, જાણો ક્યાં કેટલું તાપમાન ?