પોરબંદરને નવો બીચ અને બરડામાં જંગલ સફારીની મોજ માણવા મળશે
પોરબંદરમાં મહાત્મા ગાંધીની જન્મભૂમિ તરીકે "આઈકોનીક ટુરીસ્ટ સ્પોટ" વિકસાવવા માટે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ કરેલ રજુઆત સંદર્ભે પણ સરકાર વિચારણા કરતી હોવાની જાહેરાત આજે વિધાનસભામાં કરવામાં આવી. પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાની રજુઆતના પગલે ગુજરાત સરકારે પોરબંદર તાલુકાના વિસાવાડા(મુળ દ્વારકા)ના બારા પાસે...
11:31 AM Feb 17, 2024 IST
|
Harsh Bhatt
પોરબંદરમાં મહાત્મા ગાંધીની જન્મભૂમિ તરીકે "આઈકોનીક ટુરીસ્ટ સ્પોટ" વિકસાવવા માટે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ કરેલ રજુઆત સંદર્ભે પણ સરકાર વિચારણા કરતી હોવાની જાહેરાત આજે વિધાનસભામાં કરવામાં આવી. પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાની રજુઆતના પગલે ગુજરાત સરકારે પોરબંદર તાલુકાના વિસાવાડા(મુળ દ્વારકા)ના બારા પાસે દરિયાઈ બીચ વિકસાવવાની યોજના જાહેર કરી હતી. આ ઉપરાંત પોરબંદરના કર્લી જળાશય પક્ષી અભ્યારણને વિકસાવવા રૂપિયા ૧૫ કરોડની બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે, પોરબંદરમાં મહાત્મા ગાંધીની જન્મભૂમિ તરીકે "આઈકોનીક ટુરીસ્ટ સ્પોટ" વિકસાવવા માટે કરેલ રજુઆત સંદર્ભે પણ સરકાર વિચારણા કરતી હોવાની જાહેરાત વિધાનસભામાં કરવામાં આવી હતી.
દરિયાઈ બીચ વિકસાવવા માટે ઘણા વખતથી ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા રજુઆત કરવામાં આવતી હતી
પોરબંદરના વિસાવાડા (મુળ દ્વારકા) ના બોરા પાસે દરિયાઈ બીચ વિકસાવવા માટે ઘણા વખતથી ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા રજુઆત કરવામાં આવતી હતી. રાજ્ય સરકારે આ માંગણી સ્વિકારીને વર્ષ ૨૦૨૪-૨૫ ના બજેટમાં વિસાવાડા (મુળ દ્વારકા) પાસે દરિયાઈ બીચ વિકસાવવાની જાહેરાત કરી હતી. વિધાનસભામાં પ્રશ્નોતરી દરમિયાન ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાના પ્રશ્નના જવાબમાં પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ વિસાવાડા (મુળ દ્વારકા) પાસે દરિયાઈ બીચ વિકસાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.
કર્લી જળાશય પક્ષી અભ્યારણને વિકસાવવા ૧૫ કરોડ તથા બરડા અભ્યારણમાં જંગલ દર્શન સફારી ૫૦ કરોડના ખર્ચે "બરડા ટુરીસ્ટ સર્કીટ" શરૂ થશે
પોરબંદરને મહાત્મા ગાંધીની જન્મભૂમિ તરીકે "આઈકોનીક ટુરીસ્ટ પ્લેસ" તરીકે વિકસાવવાની યોજના
પોરબંદરના કર્લી મોકર સાગરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા પક્ષી અભ્યારણ માટે રૂપિયા ૧૫ કરોડની બજેટમાં જોગવાઈ કરીને ટેન્ડરો બહાર પાડવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પોરબંદરને મહાત્મા ગાંધીની જન્મભૂમિ તરીકે "આઈકોનીક ટુરીસ્ટ પ્લેસ" તરીકે વિકસાવવાની યોજના બનાવવાનું પણ સરકારની સક્રિય વિચારણા હેઠળ હોવાનું માન. મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું. અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા પુછવામાં આવેલ પ્રશ્નના જવાબમાં મંત્રી મુળુભાઈએ જણાવ્યું હતું કે બરડા અભ્યારણમાં જંગલ દર્શનની સફારી શરૂ કરવાની સાથે બરડા જંગલના તિર્થ સ્થળોનો વિકાસ કરી રૂપિયા ૫૦ કરોડના ખર્ચે "બરડા ટુરીસ્ટ સર્કીટ" શરૂ કરવામાં આવશે.
અર્જુનભાઈ મોઢવાડિયાએ વિધાનસભામાં જણાવ્યું હતું કે પોરબંદરને આઈકોનીક ટુરીસ્ટ પ્લેસ" તરીકે વિકસાવવાથી પ્રવાસીઓ માટે તો ઉત્તમ કક્ષાની સુવિધાઓ ઉભી થશે જ સાથે સાથે સ્થાનિક રોજગારીનું પણ સર્જન થવાની સાથે વ્યપાર-ધંધામાં પણ વિકાસ થશે. અર્જુનભાઈ મોઢવાડિયાએ પોરબંદરના વિસાવાડા(મુળ દ્વારકા)માં દરિયાઈ બીચ વિકાસ, કર્લી-મોકર સાગર પક્ષી અભ્યારણને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે રૂપિયા ૧૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે બરડા પ્રવાસન સર્કીટ માટે રૂપિયા ૫૦ કરોડની જોગવાઈ કરવા માટે રાજ્ય સરકાર અને મંત્રી મુળુભાઈનો આભાર માન્યો હતો. સાથે જ પોરબંદરને મહાત્મા ગાંધીના જન્મ સ્થળ તરીકે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે તાકીદે પ્રોજેક્ટની જાહેરાત કરવા વિનંતી કરી હતી.
અહેવાલ - કિશન ચૌહાણ
Next Article