પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર તરીકે મનસુખભાઈ માંડવીયા જાહેર થતા લોકોમાં જશ્નનો માહોલ
ગોંડલના રીબડામાં પોરબંદર લોકસભાના ઉમેદવાર તરીકે મનસુખભાઈ માંડવીયાની જાહેરાત થતા જ આતશબાજી કરવામાં આવી હતી. આ સાથે જ રીબડામાં દિવાળીનો માહોલ જોવા મળ્યો હતો RAR ફાઉન્ડેશનના રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા રીબડાના નેતૃત્વ હેઠળ તાલુકા પંચાયતના સદસ્યો,સરપંચો,મહિલાઓ સહિતના બહોળી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં ફટાકડા ફોડી પાંચ લાખથી પણ વધુ મતોની સરસાઇથી વિજેતા બનાવવા હાંકલ કરી હતી.
રીબડાના RAR ફાઉન્ડેશનના રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ જાડેજાએ રીબડા ખાતે ફટાકડાની આતશબાજી કરી પોરબંદર લોકસભાના ઉમેદવાર તરીકે મનસુખભાઈ માંડવીયાની જાહેરાત થતાં જ ભાજપના ઉમેદવારને આતશબાજીથી વધાવ્યા હતા.આ સાથે જ ધર ધર સુધી ભાજપનો નારો પહોંચાડવા માટે રીબડાથી પ્રચારના સંકલ્પ કર્યો.
રાજદીપસિંહ જાડેજાએ રીબડા ખાતે કિશોરભાઈ રૂડાભાઈ મકવાણા દાળિયા સીટના તાલુકા પંચાયત સદસ્ય.હનીફભાઈ આમદભાઈ મુરી શેમળા સીટના તાલુકા પંચાયત સદસ્ય રીબડા સરપંચ ભાવનાબેન મનિષભાઇ પરમાર ઉપ સરપંચ વિરમદેવસિંહ મહાવીરસિંહ જાડેજા સિંધાવદરના સરપંચ પ્રતિનિધિ અજયસિંહ હરશ્યામસિંહ જાડેજા સહિતના મોટીસંખ્યામાં અગ્રણીઓની ઉપસ્થિતિમાં ફટાકડા ફોડ્યા હતા આ સાથે જ પોરબંદર લોકસભાની બેઠક ઉપરથી મનસુખભાઈ માંડવીયાને પાંચ લાખ કરતા વધુ મતોની લીડથી વિજેતા બનાવવા જણાવ્યું હતું.તેમજ દિલ્હીમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર 400 બેઠક સાથેનો વિજય થાય તેવું તેમણે વધુમાં જણાવ્યું હતુ.
અહેવાલ - વિશ્વાસ ભોજાણી
આ પણ વાંચો -- પ્રદૂષણ નિયંત્રણ અર્થે કાર્યરત વિવિધ ઔદ્યોગિક એકમોની ઈકો ફ્રેન્ડલી ટેકનોલોજી વિશે માહિતગાર કરતું પ્રદર્શન યોજાયું
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ