Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Lok Sabha Election 2024: ભાજપની પ્રથમ ઉમેદવાર યાદી, મોદી સહિત 34 મંત્રીઓને પણ મેદાનમાં ઉતાર્યા

Lok Sabha Election 2024: ભારતીય જનતા પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી માટે 195 લોકસભા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં પીએમ મોદી સહિત 34 કેન્દ્રીય મંત્રીઓના નામ સામેલ છે. બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેએ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું કે...
lok sabha election 2024  ભાજપની પ્રથમ ઉમેદવાર યાદી  મોદી સહિત 34 મંત્રીઓને પણ મેદાનમાં ઉતાર્યા

Lok Sabha Election 2024: ભારતીય જનતા પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી માટે 195 લોકસભા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં પીએમ મોદી સહિત 34 કેન્દ્રીય મંત્રીઓના નામ સામેલ છે. બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેએ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું કે પીએમ મોદીની અધ્યક્ષતામાં 29 ફેબ્રુઆરીએ મળેલી પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં 16 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની લોકસભા સીટો માટેના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. વિનોદ તાવડેએ કહ્યું કે પીએમ મોદી ફરી એકવાર વારાણસીથી ચૂંટણી લડશે. આ સિવાય પાર્ટીએ 34 મંત્રીઓને પણ મેદાનમાં ઉતાર્યા છે.

Advertisement

195 લોકસભા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી

ભાજપની પ્રથમ યાદીમાં ઉત્તર પ્રદેશના 51, પશ્ચિમ બંગાળના 20, મધ્યપ્રદેશના 24, ગુજરાતના 15, રાજસ્થાનના 15, કેરળના 12, તેલંગાણાના 9, આસામના 11, ઝારખંડના 11, છત્તીસગઢના 11, દિલ્હીના 11 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીરની 5, ઉત્તરાખંડની 3, અરુણાચલની 2, ગોવાની 1, ત્રિપુરાની 1, આંદામાનની 1, દમણ અને દીવની 1 બેઠક માટે ઉમેદવારોના નામ સામેલ છે. ભાજપની પ્રથમ યાદીમાં 28 મહિલા, 27 એસટી, 18 એસટી અને 18 ઓબીસી અને 47 યુવા નેતાઓનો સમાવેશ થાય છે જેમને લોકસભા ચૂંટણી માટે ટિકિટ મળી છે.

કેન્દ્રીય મંત્રી અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે

મંત્રીઓને મળેળી ટિકિટની વાત કરવામાં આવે તો કેન્દ્રીય મંત્રી અમિત શાહ ગાંધીનગરથી, મનસુખ માંડવિયા પોરબંદરથી, રાજનાથ સિંહ લખનૌથી, જિતેન્દ્ર સિંહ ઉધમપુરથી, કિરેન રિજિજુ અરુણાચલ પૂર્વથી, સ્મૃતિ ઈરાની અમેઠીથી, સર્બાનંદ સોનોવાલ આસામના તાપીર ગામ ડિબ્રુગઢથી, સંજીવ બાલ્યાન નગરમાંથી ચૂંટણી લડશે. , કૂચ બિહારથી નિસિથ પ્રામાણિક. ગુજરાતની અન્ય બેઠકો પર વિનોદ ચાવડા કચ્છમાંથી, મનસુખ વસાવા ભરૂચથી અને સીઆર પાટીલ નવસારીમાં ચૂંટણી લડશે. છત્તીસગઢમાં સરોજ પાંડે કોરબાથી, વિજય બઘેલ દુર્ગથી, બ્રીજમોહન અગ્રવાલ રાયપુરથી ચૂંટણી લડશે. જુગલ કિશોર શર્મા જમ્મુથી ભાજપના ઉમેદવાર હશે. મનીષ જયસ્વાલ હજારીબાગથી ચૂંટણી લડવાના છે.

Advertisement

આ પણ વાંચો: Lok Sabha Election 2024: ઝારખંડ, મધ્યપ્રદેશ, દિલ્હી, ગુજરાત અને રાજસ્થાનમાં કોને આપી ભાજપે ટિકિટ?

આ સાથે અન્ય બેઠકોની વાત કરવામાં આવે તો ચાંદનીચોકથી પ્રવિણ ખંડેલવાળાને મળી ટિકિટ, ઉત્તર પૂર્વ દિલ્હીથી મનોજ તિવારી, નવી દિલ્હીથી બાંસુરી સ્વરાજ, પશ્ચિમ દિલ્હીથી કમલજીત સેહરાવત અને દક્ષિણ દિલ્હીથી રામબીર બિધુરી ભાજપના ઉમેદવાર જાહરે કરવામાં આવ્યા છે. એ જ રીતે આંદામાનથી વિષ્ણુ, અરુણાચલ પશ્ચિમથી કિરેન રિજિજુ, અરુણાચલ પૂર્વથી તાપીર ગાઓ, સિલચરથી પરિમલ શુક્લા, ગુવાહાટીથી બિજલી કલિતા અને ડિબ્રુગઢથી સર્બાનંદ સોનોવાલને ટિકિટ આપવામાં આવી છે.

Advertisement

Tags :
Advertisement

.