Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

BJP First Candidate List : ભાજપે પહેલી યાદીમાં આ ચહેરાઓથી ફેરવ્યું મોઢું

BJP First Candidate List Lok Sabha Election 2024 : ભારતીય જનતા પાર્ટી (BJP) એ શનિવારે લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારોની પ્રથમ યાદી (First List) બહાર પાડી દીધી છે. આ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi), ગૃહમંત્રી અમિત શાહ (Home...
bjp first candidate list   ભાજપે પહેલી યાદીમાં આ ચહેરાઓથી ફેરવ્યું મોઢું

BJP First Candidate List Lok Sabha Election 2024 : ભારતીય જનતા પાર્ટી (BJP) એ શનિવારે લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારોની પ્રથમ યાદી (First List) બહાર પાડી દીધી છે. આ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi), ગૃહમંત્રી અમિત શાહ (Home Minister Amit Shah), રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Defense Minister Rajnath Singh), લોકસભા સ્પીકર ઓમ બિરલા (Om Birla), કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની (Smriti Irani) સહિત 195થી વધુ નેતાઓના નામ સામેલ છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ, ત્રિપુરાના પૂર્વ વિપ્લવ કુમાર દેવ અને 28 મહિલાઓ સહિત 34 મંત્રીઓના નામ સામેલ છે. જોકે, આ યાદીમાં પ્રજ્ઞા ઠાકુર, મીનાક્ષી લેખી, રમેશ બિધુરી, ડૉ.હર્ષવર્ધન જેવા ઘણા મોટા નામો જોવા મળ્યા નથી.

Advertisement

આ સાંસદોની ટિકિટ કાપવામાં આવી

ભાજપે ઘણા વર્તમાન સાંસદોની ટિકિટ રદ કરી છે. જેમાં પૂર્વ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષ વર્ધન, કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખી, કેન્દ્રીય રાજ્ય મંત્રી રામેશ્વર તેલી, કેન્દ્રીય રાજ્ય મંત્રી જોન બાર્લા ઉપરાંત રમેશ બિધુડી, સાધ્વી પ્રજ્ઞા, કેપી યાદવ જેવા નામો સામેલ છે. આ વખતે ભાજપા વિવાદાસ્પદ ચહેરાઓથી દૂર થતી જોવા મળી રહી છે. રમેશ બિધુડી હોય કે પ્રજ્ઞા ચૌધરી, તેમને ટિકિટ આપવામાં આવી નથી. ભાજપે તેમને ટિકિટ ન આપીને મોટો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હોવાનું માનવામાં આવે છે. ભાજપે ભોપાલથી તેમના સ્થાને પૂર્વ મેયર આલોક શર્માને મેદાનમાં ઉતાર્યા છે. 2019ની ચૂંટણીમાં જ્યોતિરાદિત્ય સિંધિયાને હરાવનાર કેપી યાદવને ગુનાથી ટિકિટ મળી નથી.

આ વખતે પાર્ટીએ કેપી યાદવની ટિકિટ રદ કરી અને સિંધિયાને ગુનાથી ઉમેદવાર બનાવ્યા છે. પાર્ટીએ સાંસદ રાજબહાદુર સિંહને સાઈડલાઈન કરી દીધા છે અને સાગરમાંથી મહિલા આયોગના ભૂતપૂર્વ અધ્યક્ષ લતા વાનખેડેને તક આપી છે. જણાવી દઇએ કે, આ સિવાય અન્ય સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહની બેઠક પરથી ઉમેદવારનું નામ પણ જાહેર કરવામાં આવ્યું નથી. કૈસરગંજના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ પર મહિલા રેસલર્સનું યૌન શોષણ કરવાનો આરોપ છે. એવો અંદાજ છે કે પાર્ટી બ્રિજભૂષણ સિંહની ટિકિટ પણ કાપી શકે છે.

Advertisement

આ નેતાઓને વિવાદાસ્પદ નિવેદન ભારે પડ્યા

જણાવી દઈએ કે હર્ષ વર્ધન રાજધાની દિલ્હીની ચાંદની ચોક સીટ પરથી વર્તમાન સાંસદ છે. તેમની જગ્યાએ ભાજપે પ્રવીણ ખંડેલવાલને આગામી લોકસભા ચૂંટણી માટે ચાંદની ચોકથી ઉમેદવાર બનાવ્યા છે. તેવી જ રીતે, મીનાક્ષી લેખી, જે હાલમાં મધ્ય દિલ્હી બેઠક પરથી સાંસદ છે, ભાજપે તેમની જગ્યાએ ઉમેદવાર તરીકે બાંસુરી સ્વરાજને સ્થાન આપ્યું છે. ભોપાલથી ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞાની ટિકિટ પણ રદ કરવામાં આવી છે. અહીં તેમની જગ્યાએ આલોક શર્માને ટિકિટ આપવામાં આવી છે. સાધ્વી પ્રજ્ઞા પણ ઘણી વિવાદાસ્પદ રહી છે. તે 2008ના માલેગાંવ બ્લાસ્ટમાં પણ આરોપી રહી ચૂકી છે. આમ છતાં ભાજપે તેમને 2019માં ભોપાલથી ટિકિટ આપી હતી. ઘણા લોકોએ આ અંગે આશ્ચર્ય પણ વ્યક્ત કર્યું હતું. સાંસદ બન્યા બાદ પણ સાધ્વી પ્રજ્ઞા અલગ-અલગ પ્રસંગોએ વિવાદાસ્પદ નિવેદનો આપી રહી છે.

માનવામાં આવે છે કે સાધ્વીનું આ વલણ તેની ટિકિટ કેન્સલ થવા પાછળ જવાબદાર છે. ઉપરાંત રમેશ બિધુડી દક્ષિણ દિલ્હીથી ભાજપના સાંસદ છે. પાર્ટીએ તેમની ટિકિટ કાપી આ બેઠક પરથી રામબીર સિંહ બિધુડીને મેદાનમાં ઉતાર્યા છે. જણાવી દઈએ કે રમેશ બિધુડીએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં લોકસભાની કાર્યવાહી દરમિયાન બસપા સાંસદ દાનિશ અલી વિરુદ્ધ ખૂબ જ વાંધાજનક ટિપ્પણી કરી હતી. જેના પર સ્પીકર ઓમ બિરલાએ બિધુડીને કડક ચેતવણી આપી હતી અને ભવિષ્યમાં સાવધાન રહેવા કહ્યું હતું. માનવામાં આવે છે કે PM મોદીને બિધુડીનું નિવેદન પસંદ નથી આવ્યું.

Advertisement

આ પણ વાંચો - BJP Candidates List 2024 : ભાજપે 195 ઉમેદવારોની યાદીમાં એક માત્ર મુસ્લિમને આપી ટિકિટ

આ પણ વાંચો - Lok Sabha Election 2024: ભાજપની પ્રથમ ઉમેદવાર યાદી, મોદી સહિત 34 મંત્રીઓને પણ મેદાનમાં ઉતાર્યા

આ પણ વાંચો - Lok Sabha Election 2024: આ રહ્યું 195 બેઠકોના ઉમેદવારોનું લિસ્ટ, જાણો પહેલી યાદીમાં શું છે ખાસ?

Tags :
Advertisement

.