Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

PATAN : તંત્રની ઉદાસીનતાએ સમાજના સારથીઓનો જીવ લીધો!

PATAN : પાટણ ( PATAN ) જિલ્લામાંથી હવે એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે.પાટણ જિલ્લાના સમી તાલુકામાં સરકારી શાળામાં તંત્રની બેદરકારીના કારણે જીવ ગુમાવ્યો છે.પાટણના ભદ્રાડા ગામના પેટાપરૂ રાજપુરા પ્રાથમિક શાળામાં શિક્ષક પતરું રીપેર કરવા જતા તેઓ આકસ્મિક...
03:36 PM Jun 19, 2024 IST | Harsh Bhatt

PATAN : પાટણ ( PATAN ) જિલ્લામાંથી હવે એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે.પાટણ જિલ્લાના સમી તાલુકામાં સરકારી શાળામાં તંત્રની બેદરકારીના કારણે જીવ ગુમાવ્યો છે.પાટણના ભદ્રાડા ગામના પેટાપરૂ રાજપુરા પ્રાથમિક શાળામાં શિક્ષક પતરું રીપેર કરવા જતા તેઓ આકસ્મિક રીતે પટકાઈને વર્ગખંડમાં પડ્યા હતા, જેમાં તેમનું મોત નીપજ્યું હતુ. ચાલો જાણીએ શું છે સમગ્ર ઘટના

પતરા રીપેર કરવા માટે જતા શિક્ષકનું થયું મોત

પાટણ જિલ્લાના ભદ્રાડા ગામના પેટાપરૂ રાજપુરા પ્રાથમિક શાળામાં આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા નટવરભાઇ દરજીનું નિધન થયું છે. બાબત એમ છે કે, વિસ્તારમાં ભારે પવનને કારણે શાળાના પતરા અસ્તવ્યસ્ત ગયા હતા. તે પતરાના કારણે કોઈ વિધાર્થીને ઇજા ન થાય તે માટે શિક્ષક નટવરભાઇ દરજી રીપેર કરવા માટે પતરા ઉપર ચડયા હતા.જે બાદ શિક્ષકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. અહી નોંધનીય છે કે, સ્કૂલના પતરા જૂના હોઇ તેને બદલવા માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતા કોઇ પગલા લેવામાં આવ્યા ન હતા.

તંત્રને વારંવાર કરાઇ હતી ફરિયાદ

શાળાની આ સમસ્યા અંગે તંત્રને વારંવાર ફરિયાદ કરવામાં આવી હતી. પરંતુ કોઈ પણ પગલા આ બાબત અંગે લેવામાં આવ્યા ન હતા. ત્યારે તેના કારણે વિધાર્થીઓ આવી અયોગ્ય પરિસ્થિતિમાં ભણવા માટે મજબૂર બન્યા હતા.પરંતુ આગળ જતા શિક્ષક જ્યારે પતરા જાતે જ રીપેર કરવા માટે ચડયા તો તેમણે પણ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.પતરૂ તૂટતા શિક્ષક વર્ગખંડમાં નીચે પટકાયા હતા જે બાદ તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.સારવાર દરમિયાન તેમને મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા.આ ઘટના સામે આવતા હવે લોકોનો તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો ; VADODARA : કચરાની ગાડીમાંથી લીકેજની તપાસમાં નવી જ વાત સામે આવી

Tags :
BHADRADA VILLAGEClassroomGOVERMENT SCHOOLGujarat FirstGujarat Newslocal newsPatanRAJPURA PRIMARY SCHOOLSCHOOL ISSUESTEACHER DEATH
Next Article