વિંછીયામાં કુંવરજીભાઇ બાવળીયાની સ્કૂલમાં વિદ્યાર્થીનીના આપઘાતની ઘટનાથી ચકચાર, પરિવારે માંગ્યા આપઘાતના પૂરાવા
ધોરણ 10માં અભ્યાસ કરતી હતી વિદ્યાર્થીની રાજકોટ જિલ્લાના વિંછીયામાં આવેલી કુંવરજી બાવળીયાની સ્કૂલ એવી આદર્શ સ્કૂલમાં વિદ્યાર્થીનીના આપઘાતની ઘટના સામે આવી છે. તાલુકાના જ છાસિયા ગામ અને વિછ્યાની આદર્શ સ્કૂલમાં હોસ્ટેલમાં રહીને ધોરણમાં 10માં અભ્યાસ કરતી કાજલ જોગરાજીયાએ હોસ્ટલના કમ્પાઉન્ડમાં જ દોરીથી ગળે ફાસો ખાઈને આત્મહત્યા કરી હોવાની વિગત સામે આવી છે. પરિવારે આપઘાતના પૂરાવ
ધોરણ 10માં અભ્યાસ કરતી હતી વિદ્યાર્થીની
રાજકોટ જિલ્લાના વિંછીયામાં આવેલી કુંવરજી બાવળીયાની સ્કૂલ એવી આદર્શ સ્કૂલમાં વિદ્યાર્થીનીના આપઘાતની ઘટના સામે આવી છે. તાલુકાના જ છાસિયા ગામ અને વિછ્યાની આદર્શ સ્કૂલમાં હોસ્ટેલમાં રહીને ધોરણમાં 10માં અભ્યાસ કરતી કાજલ જોગરાજીયાએ હોસ્ટલના કમ્પાઉન્ડમાં જ દોરીથી ગળે ફાસો ખાઈને આત્મહત્યા કરી હોવાની વિગત સામે આવી છે.
પરિવારે આપઘાતના પૂરાવા માંગ્યા
આત્મહત્યાની ઘટનાના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી, બનેલી ઘટના મુજબ મૃતક કાજલના પરિવારને સ્કૂલ સંચાલકો દ્વારા ટેલિફોનિક જાણ કરવામાં આવી કે તાત્કાલિક હોસ્પિટલે આવો જ્યારે પરિવારે હોસ્પિટલે જઈ ને જોયું તો કાજલ મૃત જોવા મળી હતી, જ્યારે પરિવારે કાજલના મૃત્યુ અંગે પૂછતાં કાજલે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાની વાત કરી હતી જ્યારે પરિવારે આત્મહત્યાં અંગે ના પુરાવા માંગ્યા હતા..
શું આ ઘટનાને દબાવી દેવાના પ્રયાસ થઇ રહ્યા છે ?
આ ઉપરાંત કાજલ આપઘાત કરે તેવી હતી જ નહીં તેમ જણાવ્યું હતું. સાથે જ પરિવારે ન્યાય મળવો જોઈએ તેવી માંગ કરી હતી, સ્કૂલ સંચાલકોએ મીડિયાને ઘટનાસ્થળથી દૂર રાખ્યા હતા અને આ બાબતે કોઈ પણ જાતનું નિવેદન આપ્યું ન હતું, મહત્વપૂર્ણ છે કે આદર્શ સ્કૂલએ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાની છે અને આ ઘટનાને દબાવી દેવા માટે તંત્ર ઉપર રાજકીય દબાણ હોય તેવી વાતો પણ ચર્ચાનો વિષય બની છે, સાથેજ એવું પણ ચર્ચાઇ રહ્યુ છે કે આ ઘટનાને દબાવવા માટે કુંવરજી બાવળિયાએ તેમની રાજકીય તાકાતનો ઉપયોગ કર્યો હોઇ શકે છે.
આ પણ વાંચોઃ ખેતલિયા દાદા મંદિરના મહંતના આપઘાત બાદ વાયરલ થયેલા પત્રમાં ચોંકાવનારા આક્ષેપો, આખરે શું છે ઘુટાતું રહસ્ય?
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement