Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વ્યાજખોરોએ આપેલી પીડા પર લોન રૂપી મલમ, સરકાર-પોલીસની મદદથી પોણા બે કરોડની લોનના ચેકોનું વિતરણ

રાજ્ય સરકાર તથા પોલીસ વિભાગ દ્વારા વ્યાજખોરો સામે રાજ્યભરમાં ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત વ્યાજખોરીમાં ફસાયેલા પરિવારોને મદદરૂપ થવા ઠેર ઠેર લોકદરબાર  તથા લોનમેળાના આયોજન બાદ જીલ્લા ગ્રામ્ય પોલીસ દ્વારા લાભાર્થીઓને ચેક વિતરણનો કાર્યક્રમ અત્રેના ટાઉનહોલ ખાતે યોજાયો હતો.જેમા ગોંડલ, જેતપુર, ધોરાજી,ઉપલેટા સહીત જીલ્લાભરના ૧૦૫ લાભાર્થીઓ ને રુ.એક કરોડ ઓગણએસી લાખનાં ચેક કેબીનેટ મંàª
વ્યાજખોરોએ આપેલી પીડા પર લોન રૂપી મલમ  સરકાર પોલીસની મદદથી પોણા બે કરોડની લોનના ચેકોનું વિતરણ
રાજ્ય સરકાર તથા પોલીસ વિભાગ દ્વારા વ્યાજખોરો સામે રાજ્યભરમાં ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત વ્યાજખોરીમાં ફસાયેલા પરિવારોને મદદરૂપ થવા ઠેર ઠેર લોકદરબાર  તથા લોનમેળાના આયોજન બાદ જીલ્લા ગ્રામ્ય પોલીસ દ્વારા લાભાર્થીઓને ચેક વિતરણનો કાર્યક્રમ અત્રેના ટાઉનહોલ ખાતે યોજાયો હતો.જેમા ગોંડલ, જેતપુર, ધોરાજી,ઉપલેટા સહીત જીલ્લાભરના ૧૦૫ લાભાર્થીઓ ને રુ.એક કરોડ ઓગણએસી લાખનાં ચેક કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે અર્પણ કરાયા હતા.
કુંવરજીભાઈ બાવળીયા એ કહ્યુ કે વ્યાજખોરીમાં અનેક ઘરના માળા પિંખાયા અનેક પરિવાર બરબાદ થયા ત્યારે રાજ્ય સરકારે વ્યાજખોરીને નાથવા પોલીસને સાથે રાખી રાજ્યભરમાં અભિયાન શરુ કર્યુ જેના સારા પરિણામ મળ્યા છે.વિવિધ બેન્કોના સહકારથી વ્યાજખોરીમાં ફસાયેલા પરિવારોને બેઠા થવા લોનમેળા યોજી લોન આપી આર્થિક મદદરૂપ થવા સઘન પ્રયાસ કરાયા છે.પોલીસ વિભાગના ઘનિષ્ઠ પ્રયાસોથી લોકો હિંમતભેર બહાર આવી વ્યાજખોરોના ત્રાસ સામે ફરિયાદ કરતા થયા છે.
કુંવરજીભાઈ બાવળીયાએ આગામી દિવસો મા પણ વ્યાજખોરી સામેની રાજ્ય સરકારની ઝુંબેશ ચાલુ રહેશે તેવુ જણાવ્યુ હતુ . જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડે કહ્યુ કે વ્યાજખોરી સામે છેલ્લા દોઢ માસ માં જીલ્લાભરમાં ૧૮૫ લોકદરબારનુ આયોજન કરી અલગઅલગ પોલીસ મથકો દ્વારા વ્યાજખોરો સામે આક્રમક પગલા લેવાયા છે.વ્યાજખોરીમાં ફસાયેલા લોકોની મદદ માટે ૯૫ જેટલા લોનમેળાનુ આયોજન કરાયુ છે.વ્યાજખોરી કરતા તત્વોને  કાયદાનું ભાન કરાવાશે તેવુ તેમણે જણાવ્યુ હતુ.
સાંસદ રમેશભાઈ ધડુકે વ્યાજખોરીમા નહી ફસાવવા અને સ્વમાનભેર જીવન જીવવા નુ જણાવી રાજ્ય સરકાર તથા પોલીસ ના અભિગમ ને બિરદાવ્યો હતો.
કાર્યક્રમમાં ગીતાબા જાડેજા, મહેન્દ્રભાઈ પાડલીયા,જીલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર, અશોકભાઈ પિપળીયા,ઓમદેવસિંહ જાડેજા સહિત આગેવાનો તથા શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતા. ડીવાયએસપી કે.જી.ઝાલા ના માગઁદશઁન હેઠળ સીટી પીઆઇ મહેશ સાંગાડા તથા પોલીસ સ્ટાફે વ્યવસ્થા જાળવી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.