Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

તારૂ મુદ્દલ અને વ્યાજ માફ પણ તારી પત્નિને એક દિવસ મારી સાથે મોકલી દે, બેફામ વ્યાજખોરોની અઘટિત માંગણીઓ

વડોદરામાં બેફામ બનેલાં વ્યાજખોરો હવે અઘટિત માંગણીઓ પર ઉતરી રહ્યાં છે. શહેર પોલીસના લોક દરબારમાં એક પીડિતે જાહેરમાં જ એવો આક્ષેપ કર્યો કે, તગડા વ્યાજની વસુલી માટે એક વ્યાજખોર એટલી હદે ગયો કે તેને પીડિત પાસે ડોક્યુમેન્ટ્સ પરત કરવા તેમજ વ્યાજ માફીનાં બદલામાં તેની પત્ની સાથે સહવાસની માંગણી કરી નાંખી. પીડિતે પોલીસ અધિકારીઓ સામે જ આ ઘટસ્ફોટ કરતાં પોલીસે તુરંત એક્શનમાં આવી વ્યાજખોàª
તારૂ મુદ્દલ અને વ્યાજ માફ પણ તારી પત્નિને એક દિવસ મારી સાથે મોકલી દે  બેફામ વ્યાજખોરોની અઘટિત માંગણીઓ
Advertisement
વડોદરામાં બેફામ બનેલાં વ્યાજખોરો હવે અઘટિત માંગણીઓ પર ઉતરી રહ્યાં છે. શહેર પોલીસના લોક દરબારમાં એક પીડિતે જાહેરમાં જ એવો આક્ષેપ કર્યો કે, તગડા વ્યાજની વસુલી માટે એક વ્યાજખોર એટલી હદે ગયો કે તેને પીડિત પાસે ડોક્યુમેન્ટ્સ પરત કરવા તેમજ વ્યાજ માફીનાં બદલામાં તેની પત્ની સાથે સહવાસની માંગણી કરી નાંખી. પીડિતે પોલીસ અધિકારીઓ સામે જ આ ઘટસ્ફોટ કરતાં પોલીસે તુરંત એક્શનમાં આવી વ્યાજખોરની ધરપકડ કરી લીધી હતી.
ચોંકાવનારો કિસ્સો
વ્યાજખોરો વિરૂદ્ધવિરૂદ્ધ રાજ્ય સરકારની વિશેષ ઝુંબેશ દરમ્યાન વ્યાજખોરોનાં ત્રાસનાં ચોંકાવનારા કિસ્સા સામે આવી રહ્યાં છે. વડોદરામાં વ્યાજખોરોનાં ત્રાસનો ભોગ બનનારાઓ અનેક પ્રકારની ફરિયાદો કરી રહ્યા છે. જેમાં એક ફરિયાદીએ વ્યાજખોર વિરૂદ્ધ તેની પત્નીનાં સહવાસની માંગણી કરી હોવાનો ચોંકાવનારો આક્ષેપ કર્યો છે.
વર્ષ 2018માં 1 લાખ વ્યાજે લીધાં હતા
વડોદરાના એક વ્યક્તિએ આર્થિક સંકડામણમાં આવી વર્ષ 2018માં સયાજીગંજ જય અંબે નગરમાં રહેતાં ધિરાણ ધીરનાર પ્રતાપસિંહ ચંદ્રાવત પાસેથી એક લાખ રૂ. 15% વ્યાજે લીધાં હતાં. જો કે, સમયાંતરે વ્યાજ ભરતાં હોવાં છતાં વ્યાજખોર પીડિતને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. સાડા ત્રણ લાખ રૂ. ઉપરાંત મૂડી પણ ભરી દીધા બાદ પણ વ્યાજખોર પ્રતાપસિંહે તેનાં ચેક સહિતનાં ડોક્યુમેન્ટ્સ પોતાની પાસે જમા રાખી લીધાં હતાં.
ઘર ગીરવે મુકી પૈસા ચુકવ્યા
વ્યાજખોરે આ ડોક્યૂમેન્ટ્સ પરત કરવા માટે બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું અને એટલી હદે કે છેવટે વ્યાજખોર પ્રતાપસિંહે પીડિતને તેના ડોક્યુમન્ટ્સ પરત આપવા બદલ તેની પત્ની સાથે સહવાસની અઘટિત માંગણી કરી હતી. જેથી છેવટે તેમને પોતાનું ઘર ગીરવે મુકી બાકીનાં રૂપિયા ચુકવવાનો વારો આવ્યો હતો.
લોકદરબારમાં વાત કરતા પોલીસ એક્શનમાં
જો કે, વ્યાજખોર પ્રતાપસિંહનાં આવા ત્રાસથી કંટાળેલા પીડિતે આખરે રાવપુરા પોલીસ મથકે યોજાયેલા લોક દરબારમાં આ તમામ હકીકત જણાવતાં પોલીસે તાત્કાલિક તેમની ફરિયાદ લઇ વ્યાજખોર પ્રતાપસિંહ ચંદ્રાવતની ધરપકડ કરી હતી.
સરકારની વિશેષ ઝુંબેશ અંતર્ગત લોક દરબાર 
સરકારની વિશેષ ઝુંબેશ અંતર્ગત વડોદરા પોલીસ શહેરનાં તમામ પોલીસ મથકોમાં લોક દરબાર ભરી રહી છે. જેમાં વ્યાજખોરોની ચુંગાલમાં ફસાઇને ત્રાસ સહન કરી રહેલાં નાગરિકોને આમંત્રિત કરાઇ રહ્યાં છે. જ્યાં આવા નાગરિકોને ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં જ વ્યાજખોરો દ્વારા અપાતા ત્રાસ અંગે છૂટથી બોલવાનો મોકો આપવામાં આવે છે અને નાગરિક ઇચ્છે તો આવા વ્યાજખોરો સામે ફરિયાદ કરી પોલીસ તેઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી વ્યાજખોરોને જેલ હવાલે કરી રહી છે. પાસા સુધીની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
એક સપ્તાહમાં 15 કેસ, 18ની ધરપકડ
વડોદરા પોલીસે વ્યાજખોરો પર સપાટો બોલાવતા છેલ્લાં 24 કલાકમાં ઉપરાછાપરી 11 કેસ કરી 11 વ્યાજખોરોને જેલ ભેગા કર્યા છે. વડોદરા પોલીસે એક સપ્તાહમાં આવા 15 કેસ કરી 18 વ્યાજખોરોની ધરપકડ કરી છે. જ્યારે 4 માથાભારે વ્યાજખોરોને પાસા કરી અન્ય જેલોમાં મોકલી આપતાં વ્યાજખોરી કરતાં તત્વોમાં ફફડાટ ફેલાયો છે. વડોદરા શહેર પોલીસ દ્વારા રાજ્યનાં ગૃહ વિભાગનાં આદેશ અનુસાર વ્યાજખોરો સામેની આ વિશેષ ઝુંબેશ 31 જાન્યુઆરી સુધી ચલાવવામાં આવશે. આ દરમ્યાન મોટી સંખ્યામાં વ્યાજખોરો જેલ ભેગા થાય તેવી શક્યતા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

Trending News

.

×