Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ધોરણ 8માં ભણતી 14 વર્ષીય કિશોરીએ ગળે ફાંસો ખાધો, માતા-પિતા ટિફીનની ડિલિવરી આપવા ગયા હતા

ધોરણ 8માં અભ્યાસ કરતી ૧૪ વર્ષીય નગ્માએ માતા -પિતાની ગેર હાજરીમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. સુરતમાં વિદ્યાર્થિની ઓનાં આપઘાતના વધી રહેલા બનાવોથી વાલીઓમાં ચિંતા વધી છે. સુરતમાં એક જ મહિનામાં ત્રણ વિદ્યાર્થિનીઓનાં આપઘાત ની ઘટના સામે આવી છે.ભટાર વિસ્તાર ખાતે આવેલા આઝાદનગરમાં બપોરના સમયે ૧૪ વર્ષીય કિશોરીએ ઘરમાં ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું. માતા-પિતા ટિફિનની ડિલિવર
ધોરણ 8માં ભણતી 14 વર્ષીય કિશોરીએ ગળે ફાંસો ખાધો  માતા પિતા ટિફીનની ડિલિવરી આપવા ગયા હતા
ધોરણ 8માં અભ્યાસ કરતી ૧૪ વર્ષીય નગ્માએ માતા -પિતાની ગેર હાજરીમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. સુરતમાં વિદ્યાર્થિની ઓનાં આપઘાતના વધી રહેલા બનાવોથી વાલીઓમાં ચિંતા વધી છે. સુરતમાં એક જ મહિનામાં ત્રણ વિદ્યાર્થિનીઓનાં આપઘાત ની ઘટના સામે આવી છે.
ભટાર વિસ્તાર ખાતે આવેલા આઝાદનગરમાં બપોરના સમયે ૧૪ વર્ષીય કિશોરીએ ઘરમાં ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું. માતા-પિતા ટિફિનની ડિલિવરી આપવા ગયા હતા તે દરમિયાન પુત્રીએ મોતને વહાલું કરી લીધું હતું. સુરતનાં ભટાર વિસ્તારમાં રહેતા અજમલ અંસારીનો પરિવાર ઝારખંડનો રહેવાસી છે.પરિવારમાં માતા-પિતા ચાર દીકરી અને એક દીકરો છે.માતા-પિતા ટિફિન સર્વિસનું કામ કરે છે. 
નગ્માના માતા પિતા કોઈ કામ સર ઘર બહાર ગયા હતા તે દરમિયાન ૧૪ વર્ષીય નગમાએ ઘરમાં છતની એંગલ સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ધોરણ- ૬માં અભ્યાસ કરતી તેમની નાની પુત્રી અલમા અને માતા પિતા જ્યારે બપોરે ઘરે પરત ફર્યા ત્યારે મોટી બહેન નગમાની ફાંસો ખાધેલી હાલતમાં લટકતી લાશ જોઈ ચીસાચીસ કરી મુકી હતી 
સમગ્ર ઘટનાની જાણ ખટોદરા પોલીસને કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ કાર્યવાહી કરી હતી. પોલીસની તપાસમાં નગમાના આપઘાત પાછળનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી, નગમાના માતા પિતાએ પણ દીકરીએ કેમ આ પગલુ ભર્યુ તેને લઇને કંઇ જ જાણ ન હોવાનું નિવેદન આપ્યું છે.  
સુરતમાં વિદ્યાર્થીની દ્વારા આપઘાતની છેલ્લા 15 દિવસમાં ઘટેલી આ ત્રીજી ઘટના છે..અગાઉ 2 ડિસેમ્બર અને 13 ડિસેમ્બરે પણ આ પ્રકારની ઘટના ઘટી હતી 

૨ ડિસેમ્બરની ઘટના
વરાછા વિસ્તારમાં સ્કૂલેથી મોડી આવવાના મુદ્દે માતા-પિતાએ ઠપકો આપતા માંઠુ લાગી આવતા14 વર્ષીય વિદ્યાર્થિની  દ્રષ્ટિ જયેશભાઇ ધામેલીયાએ ઝેરી દવા ગટગટાવીને જીવન ટુંકવ્યું હતું. 
 ૧૩ ડિસેમ્બર ની ઘટના 
સુરતના સચિનમાં રહેતી ધોરણ-૧૦ની વિદ્યાર્થિનીએ ઝેરી દવા પી આપઘાત કર્યો. ભાઇ સાથે ઝઘડામાં બહેને આપઘાતનું પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું હતું 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.