ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજ્યભરના નેફ્રોલોજીસ્ટ આજથી pmjay યોજના હેઠળ ડાયાલિસિસના ભાવ ઘટાડાને લઈને હડતાલ પર, સરકાર કહ્યું- ભાવ નહીં વધે

એક તરફ રાજ્યભરના તમામ નેફ્રોલોજીસ્ટ pmjay હેઠળ ડાયાલિસિસના ભાવમાં ઘટાડો કરાતા હડતાલ પર ઉતર્યા છે. 14 થી 16 ઑગસ્ટ ત્રણ દિવસની હડતાલની જાહેરાત કરવામાં આવી છે ત્યારે બીજી તરફ સરકાર પણ ભાવ ઘટાડાને લઈને મક્કમ છે તેમાં કોઈ વધારો કરવા...
06:14 PM Aug 14, 2023 IST | Dhruv Parmar

એક તરફ રાજ્યભરના તમામ નેફ્રોલોજીસ્ટ pmjay હેઠળ ડાયાલિસિસના ભાવમાં ઘટાડો કરાતા હડતાલ પર ઉતર્યા છે. 14 થી 16 ઑગસ્ટ ત્રણ દિવસની હડતાલની જાહેરાત કરવામાં આવી છે ત્યારે બીજી તરફ સરકાર પણ ભાવ ઘટાડાને લઈને મક્કમ છે તેમાં કોઈ વધારો કરવા તૈયારી બતાવી નથી. ઉપરાંત ડાયાલિસિસ ના દર્દીઓને કોઈ તકલીફ ના પડે તેને લઈને સરકાર વ્યવસ્થા ઊભી કરી હોવાનો દાવો કર્યો છે. પરંતુ નેફ્રોલોજીસ્ટ એસોસિએશન અને સરકાર વચ્ચેની લડતમાં સામાન્ય દર્દીઓએ ભોગવવાનું આવ્યું છે.

સરકાર અને નેફ્રોલોજીસ્ટ વચ્ચેનો વિવાદ વધુ વકર્યો

Pmjay યોજનાના અધિકારીઓ અને ડોક્ટરો વચ્ચેની મંત્રણા પડી ભાગતા નેફ્રોલોજીસ્ટ એસોસિયેશનની 14 થી 16 ઓગસ્ટ હડતાલ રહેશે. 14 થી 16 મી ઓગસ્ટ સુધી ખાનગી હોસ્પિટલોમાં pmjay હેઠળ ડાયાલિસિસ સેવા બંધ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે સમગ્ર ઘટનાક્રમ પર નજર કરી હતી. નેપોલોજીસ્ટ એસોસિએશનના મીડિયા કન્વીનર ડોક્ટર ઉમેશ ગોધાણી એ જણાવ્યું હતું કે વર્ષ 2015 થી પીએમજેવાય યોજના હેઠળ ડાયાલિસિસ ના ભાવ 2300 રૂપિયા હતા જેમાં ભાવ વધારાની જરૂર હતી તેના બદલે 7% ઘટાડો કરી 1950 કરવામાં આવ્યો છે. જેની સામે અમારો વિરોધ છે અને તેને લઈને આજે ડાયાલિસિસ ના દર્દીઓ અને નેફ્રોલોજી એસોસિએશનના હોદ્દેદારો આજે કલેકટર અને મામલતદાર ઓફિસે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. નેફ્રોલોજીસ્ટ એસોસિએશન દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે કે આખા રાજ્યોમાં 120 જેટલા નેફ્રોલોજીસ્ટ ફરજ બજાવે છે જો ત્રણ દિવસની હડતાલ બાદ પણ યોગ્ય નિકાલ નહીં આવે તો તેઓ આ યોજનામાંથી પોતાનું નામ પરત ખેંચશે.

સરકાર પોતાના નિર્ણય પર મક્કમ ભાવ ઘટાડો પરત નહીં ખેંચવામાં આવે

રાજ્યમાં ડાયાલિસીસની પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે મીડિયાના મિત્રોને સંબોધતા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું કે, PMJAY અંતર્ગત એમ્પેન્લ્ડ હોસ્પિટલ માટે રાજ્ય સરકારે રૂ. 1650 પ્રતિ ડાયાલિસીસ તેમજ રૂ. 300 આવવા-જવાનું ભાડુ આમ કુલ રૂ. 1950 નક્કી કર્યા છે. નેશનલ હેલ્થ ઓથોરિટી પ્રમાણે દેશના અન્ય રાજ્યોમાં PMJAY અંતર્ગત એમ્પેન્લડ હોસ્પિટલમાં ડાયાલિસિસ માટે અપાતી રકમ સરેરાશ રૂ.1500 છે તેમ તેમણે ઉમેર્યુ હતુ.

ડાયાલિસીસ કરાવતા રાજ્યના એક પણ દર્દીને હાલાકી ભોગવવી પડે નહીં તેવુ સુદ્રઢ આયોજન રાજ્ય સરકારે કર્યું છે. એ-વન ડાયાલિલીસ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકારે તાલુકા સ્તર સુધી કુલ ૨૭૨ જેટલા નિ:શુલ્ક ડાયાલિસીસ કેન્દ્રો કાર્યરત કર્યા છે. વધુમાં રાજ્યની સિવિલ હોસ્પિટલ્સમાં પણ નિ:શુલ્ક ડાયલિસીસની સેવા આપવામાં આવી રહી છે. રાજ્યમાં સરેરાશ પ્રતિમાસ 1 લાખ જેટલા ડાયાલિસીસ આ કેન્દ્રો પર કરવામાં આવે છે.

PMJAY એમ્પેન્લ્ડ હોસ્પિટલમા ડાયાલિસીસના પ્રવર્તમાન દર દેશના અન્ય રાજ્યોમાં આપવામાં આવતા સરેરાશ દર કરતા પણ વધારે છે. વધુમાં રાજ્યમાં કોઇપણ દર્દીને આયુષ્માન યોજના અતંર્ગત ડાયાલિસીસ કરાવવામાં અગવડ પડે તો તેની ફરિયાદ અને જરુરી માહિતી માટે રાજ્ય સરકારે 1800 233 1022 /9059191905 હેલ્પલાઇન સેવા શરૂ કરી છે.

અહેવાલ : સંજય જોશી, અમદાવાદ

આ પણ વાંચો : ગોંડલની સબજેલમાં એસીડ ગટગટાવનાર કેદીનું મોત, દુષ્કર્મના કેસમાં હતો આરોપી

Tags :
AhmedabadAhmedabad NewsdialysisgovernmentGujaratNephrologistsstrike
Next Article