Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજ્યના દરેક તાલુકામાં ડાયાલિસિસ કેન્દ્ર બનાવાશે

 ગુરુવારે વિશ્વ આરોગ્ય દિવસે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્યમંત્રી  ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં બહેચરાજી ખાતેથી વિવિધ આરોગ્ય લક્ષી પહેલની શરૂઆત કરવામાં આવી હતી, જે અંતર્ગત આરોગ્યમંત્રીના હસ્તે “ટી.બી. હારેગા દેશ જીતેગા” ના નિર્ધારને પરિપૂર્ણ કરી રાજ્યમાં ટી.બી.ને ઘરમૂળમાંથી નાબૂદ કરવા માટે “ટી.બી. પ્રિવેન્ટીવ થેરાપી”નું રાજ્યવ્યાપી અમલીકરણ કરાવવાની શરુઆત કરવામાં આવી છà
રાજ્યના દરેક તાલુકામાં ડાયાલિસિસ કેન્દ્ર બનાવાશે
 ગુરુવારે વિશ્વ આરોગ્ય દિવસે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્યમંત્રી  ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં બહેચરાજી ખાતેથી વિવિધ આરોગ્ય લક્ષી પહેલની શરૂઆત કરવામાં આવી હતી, જે અંતર્ગત આરોગ્યમંત્રીના હસ્તે “ટી.બી. હારેગા દેશ જીતેગા” ના નિર્ધારને પરિપૂર્ણ કરી રાજ્યમાં ટી.બી.ને ઘરમૂળમાંથી નાબૂદ કરવા માટે “ટી.બી. પ્રિવેન્ટીવ થેરાપી”નું રાજ્યવ્યાપી અમલીકરણ કરાવવાની શરુઆત કરવામાં આવી છે.
આ પ્રિવેન્ટિવ થેરાપીના રાજ્યવ્યાપી અમલીકરણનો પ્રારંભ કરાવતા મંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન  નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ ૨૦૨૫ સુધીમાં દેશમાંથી ટી.બીને સંપૂર્ણપણે દૂર કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે જ દેશના વિવિધ રાજ્યોમાં ટી.બી.ગ્રસ્ત દર્દીઓના પરિવારજનોને ટીબીના ચેપથી બચાવવા માટે ટી.બી.પ્રિવેન્શન થેરાપી શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં પણ આ થેરાપીનું અમલીકરણ કરાવીને ટી.બી.ને ધરમૂળમાંથી દૂર કરવાના સંનિષ્ઠ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. મંત્રી દ્વારા “વન સ્ટેટ વન ડાયાલિસીસ” ની ગુજરાતની પહેલને વઘુ સુદ્રઢ બનાવવા માટે નવા ૧૧ ડાયાલિસિસ કેન્દ્રોનો પણ  શુભારંભ કરાવવામાં આવ્યો હતો. આ ડાયાલિસિસ કેન્દ્રો કાર્યરત થતા હવે ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ  સંચાલિત ડાયાલિસિસ કેન્દ્રોની સંખ્યા ૮૦ થઈ છે.
રાજ્યમાં ૩૦ થી ૪૦ કિલોમીટર ત્રિજ્યા વિસ્તારમાં  ડાયાલિસિસ કેન્દ્ર કાર્યરત કરવાનું આયોજન સરકારે હાથ ધર્યું છે. જે સફળ થતાં કિડની સંબંધિત બિમારી ધરાવતા અને ડાયાલિસિસની જરૂરીયાત હોય તેવા દર્દીઓ માટે ડાયાલિસિસ કેન્દ્રની સુવિધા આશીર્વાદરૂપ બની રહેશે તેવો ભાવ તેમણે વ્યકત કર્યો હતો. રાજ્યના યુવાનોમાં તમાકુ કે ધુમ્રપાનના વ્યસનનું પ્રમાણ ઘટે, યુવાનો વ્યસન મુક્ત બનીને રાષ્ટ્રનિર્માણમાં સહભાગી બને તે હેતુથી વૈશ્વિક યુવા ટોબેકો સર્વે-4(GYTS-4) ગુજરાત -2019 ની ફેકટશીટનું તેમના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. 
Advertisement
Tags :
Advertisement

.