Narmada : ગર્ભવતી મહિલાને ઝોળીમાં નાખી 10 કિમી દૂર હોસ્પિટલ લઈ જવાઈ!
- Narmada જિલ્લાનાં ચાપટ ગામે વિકાસનો પનો ટૂંકો પડ્યો!
- સુવિધાનાં અભાવે ગર્ભવતી મહિલાને ઝોળીમાં નાખી હોસ્પિટલ લઈ જતાનો Video વાઇરલ
- મહિલાને ઝોળીમાં નાખી 10 કિમી સુધી દૂર હોસ્પિટલ લઈ જવાઈ
દેશની આઝાદીનાં 75 વર્ષ પૂર્ણ થયા હોવા છતાં વિકાસનું મોડેલ ગણાતા ગુજરાતમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોય તેવા દ્રશ્યો નર્મદા (Narmada) જિલ્લામાંથી સામે આવ્યા છે. જિલ્લાનાં ચાપટ ગામે વિકાસનો પનો ટુંકો પડ્યો છે. સુવિધાનાં અભાવે ગર્ભવતી મહિલાને ઝોળીમાં નાખી હોસ્પિટલ લઈ જવી પડી હતી. આ હચમચાવી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. ગુજરાત ફર્સ્ટ (Gujarat First) આ વાઇરલ વીડિયોની પુષ્ટી કરતું નથી.
આ પણ વાંચો -Gandhinagar : CM Bhupendra Patel ની બીજી ટર્મને આજે 2 વર્ષ પૂર્ણ, મુખ્યમંત્રીએ કહી આ વાત!
ગર્ભવતી મહિલાને ઝોળીમાં નાખી 10 કિમી સુધી દૂર હોસ્પિટલ લઈ જવાઈ!
નર્મદા જિલ્લાનાં (Narmada) ચાપટ ગામનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઘણો વાઇરલ થયો છે. આ વીડિયોમાં એક ગર્ભવતી મહિલાને પ્રસુતિની પીડા થતા હોસ્પિટલ લઈ જવામાં આવી રહી છે. પરંતુ, ચોંકાવનારી વાત એ છે કે ગર્ભવતી મહિલાને કોઈ એમ્બ્યુલન્સમાં નહીં પણ સુવિધાનાં અભાવે ઝોળીમાં નાખીને હોસ્પિટલ લઈ જવાઈ હતી. માહિતી અનુસાર, અંદાજે 10 કિમી દૂર હોસ્પિટલમાં આ મહિલાને દાખલ કરવામાં આવી હતી.
આ પણ વાંચો -Gopal Namkeen fire : શંકાસ્પદ આગની ઘટના બાદ માલિકની પ્રતિક્રિયા, જાણો શું કહ્યું ?
મહિલાએ જંગલમાં રસ્તા વચ્ચે જ બાળકને જન્મ આપ્યો!
ગામથી 10 કિમી દૂર આવેલા હોસ્પિટલ સુધી પ્રસુતિની પીડાથી પીડાતી મહિલાને ઝોળીમાં નાંખી લઈ જવાનો વીડિયો વાઇરલ (Viral Video) થતાં લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એવી પણ માહિતી સામે આવી છે કે, આ મહિલાએ જંગલમાં રસ્તા વચ્ચે જ બાળકને જન્મ આપ્યો હતો. તંત્રનાં વિકાસનાં દાવાઓની પોલ ખોલતો આ વીડિયો સામે કેટલાક લોકોએ ઊગ્ર રોષ વ્યક્ત કર્યો છે. ગુજરાત ફર્સ્ટ (Gujarat First) આ વાઇરલ વીડિયોની પુષ્ટી કરતું નથી.
વિકાસની પોલ ખોલતા વીડિયો સામે લોકોનાં સવાલ..!
> જો ગર્ભવતી મહિલાને કંઈ થઈ જાત તો જવાબદાર કોણ ?
> શું ગામનાં લોકોને પ્રાથમિક સુવિધાનો હક્ક નહીં ?
> અનેકવાર રજૂઆત થતાં પગલાં કેમ નહીં ?
> શું હવે નાગરિકોએ પોતાનાં મૂળભૂત અધિકારીઓ માટે પણ લડવું પડશે?
> શું આ રીતે થશે ગુજરાતનો વિકાસ ?
> આઝાદીનાં 75 વર્ષ બાદ પણ પ્રાથમિક સુવિધાનો અભાવ કેમ ?
આ પણ વાંચો - CGST ની નોટિસ, મીડિયાની પ્રવેશબંધી અને માલિકોનો ઢાંકપિછોડો! Gopal Namkeen fire સવાલોનાં ઘેરામાં