Narmada : MLA Chaitar Vasava ફરી ઉચ્ચારી 'ભીલ પ્રદેશ' ની માગ, કહ્યું- આપણે આપણી જમીન..!
- MLA Chaitar Vasava એ ફરીથી ભીલ પ્રદેશને લઈ કરી માગ
- ચૈતર વસાવાએ સિસ્ટમ પર પણ લગાવ્યા ગંભીર આરોપ
- આપણે આપણી જમીન બચાવીશું: ચૈતર વસાવા
- "વન વિભાગે લોકોના મકાન અને પાકનો નાશ કર્યો"
આદિવાસી જનનેતા અને ધારાસભ્ય ચૈતર વસાવાએ (MLA Chaitar Vasava) ફરી એકવાર ભીલ પ્રદેશની માગ ઉચ્ચારી છે. તેમણે સાગબારા તાલુકાનાં નાનીનાલ ગામે યોજાયેલ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, આપણે આપણી જમીનો બચાવીશું. આ સાથે તેમણે સિસ્ટમ પર ગંભીર આરોપ પણ લગાવ્યા હતા. ચૈતર વસાવાએ ભાજપ (BJP) પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, સરકારનાં તમામ વાયદાઓ હજું પણ અધૂરા છે. રોજગારી અને ખેડૂતોની જમીનની વાયદા અધૂરા છે.
આ પણ વાંચો - Jamnagar : સતત બીજા દિવસે એર શૉ યોજી પ્રજાસત્તાક પર્વની ઉજવણી, જુઓ અદભુત કરતબો
ચૈતર વસાવાએ ફરી ભીલ પ્રદેશને લઈ કરી માગ
નર્મદા જિલ્લાનાં (Narmada) સાગબારા તાલુકાનાં નાનીનાલ ગામે લોક સંઘર્ષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ ફરી ભીલ પ્રદેશની (Bheel Pradesh) માગ કરી છે. તેમણે લોકોને સંબોધતા કહ્યું હતું કે, આપણી જમીનની લડતમાં આપણે જરા પણ પાછી પાણી નહીં કરીએ. આપણે આપણી જમીનો બચાવીશું. આ સાથે તેમણે સિસ્ટમ પર ગંભીર આરોપ લગાવી કહ્યું કે, વન વિભાગ દ્વારા જેસીબી અને મજૂરોને સાથે રાખી આપણા લોકોનાં મકાનો-ઝુંપડા અને ઊભા પાકનો નાશ કરવામાં આવ્યો છે. આ મુદ્દે સરકારને રજુઆત કરીશું. આજે સિસ્ટમમાં આપણા લોકો મોટા પદો પર ન હોવાનાં કારણે આપણી પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે.
આ પણ વાંચો - Banaskantha : BJP નાં સિનિયર મહિલા નેતાએ જાહેરમંચ પરથી આપ્યું વિવાદાસ્પદ નિવેદન! જુઓ Video
લોકોએ નર્મદા ડેમ માટે પોતાનાં ઘર, ગામ ગુમાવ્યા પણ ન્યાય ન મળ્યો : ચૈતર વસાવા
ચૈતર વસાવાએ (MLA Chaitar Vasava) આગળ કહ્યું કે, ભીલ પ્રદેશની લડાઈને આપણે સાથે મળીને આગળ લઈ જવી પડશે. ત્યારે જ આપણે આપણા સમાજનો વિકાસ કરી શકીશું. તેમણે કહ્યું કે, આદિવાસી લોકોનાં વિકાસ માટે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રનાં આદિવાસી લોકોએ સાથે મળીને દેશનું 29 મું રાજ્ય બનાવવાની કવાયત હાથ ધરી છે. ચારેય રાજ્યનાં જેટલા પણ આદિવાસી લોકો છે તેમાંથી 50% લોકો પોતાનાં ધર્મ, સંપ્રદાય અને પાર્ટીને બાજુમાં મૂકીને 29 માં રાજ્યની લડાઈ લડવા માટે તૈયાર છે. નર્મદાનું પાણી 500 km દૂર પહોંચાડવામાં આવે છે, પરંતુ જે લોકોએ નર્મદા ડેમ માટે પોતાનાં ઘર અને ગામ ગુમાવ્યા તે લોકોને હજું પણ ન્યાય મળ્યો નથી. ચૈતર વસાવાએ (MLA Chaitar Vasava) સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, સરકારે જે વચન આપ્યા હતા કે પરિવારનાં એક સદસ્યને સરકારી નોકરી મળશે, જમીન મળશે, સિંચાઈ માટે પાણી મળશે, વીજળી મળશે એ તમામ વાયદાઓ હજું પણ અધૂરા છે.
આ પણ વાંચો - DRI એ વન્યજીવ પ્રતિબંધિત વેપારને નિષ્ફળ બનાવ્યો, દીપડાના ચામડા-નખ જપ્ત કર્યા