ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

NARMADA : 500 વર્ષ જુના આ પૌરાણિક મંદિરે શ્રાવણ માસમાં પાર્થેશ્વર શિવલિંગની પૂજાનું છે વિશેષ મહત્વ

શ્રાવણ માસના સોમવારે શિવાલયોમાં ચિંતામણી પાર્થેશ્વર શિવલિંગનું પૂજાનું વિશેષ મહત્વ શ્રાવણ માસમાં શિવપૂજનની સાથે પાર્થિવ પૂજનનું મહત્ત્વ પાર્થેશ્વર પૂજન કરનાર તેમજ ભક્ત સમુદાય વરઘોડા રૂપે વિસર્જનની ક્રિયામાં જોડાય છે NARMADA : NARMADA જીલ્લામાં પવિત્ર શ્રાવણ માસમાં ધાર્મિક કાર્યક્રમોની ભરમાર...
10:01 AM Aug 19, 2024 IST | Harsh Bhatt
featuredImage featuredImage

NARMADA : NARMADA જીલ્લામાં પવિત્ર શ્રાવણ માસમાં ધાર્મિક કાર્યક્રમોની ભરમાર શરૂ થાય છે. જેમાં ખાસ કરીને આજે શ્રાવણ માસના સોમવારે શિવાલયોમાં ચિંતામણી પાર્થેશ્વર શિવલિંગનું પૂજાનું વિશેષ મહત્વ છે. હાલ નાંદોદ તાલુકાના જીતનગર નન્દીકેશ્વર મહાદેવના મંદિરે સવાલાખ ચિંતામણી પાર્થેશ્વરના શિવલિંગ બનાવવાનું કાર્ય વેદોક્ત મંત્રીચ્ચાર સાથે ચાલુ છે.ત્યારે અહી દુરદુરથી ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા આવે છે.

શ્રાવણ માસ દરમિયાન થતા પાર્થેશ્વર શિવલિંગનું પૂજાનું વિશેષ ધાર્મિક મહત્વ

શ્રાવણ મહિનાના પ્રારંભથી જ NARMADA જીલ્લાના શિવાલયોમાં ઓમ નમ: શિવાયના નાદ સાથે ભક્તો શિવાલયોમાં ઉમટી પડે છે. નાંદોદ તાલુકાના જીતનગરમાં આવેલ નન્દીકેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ માસ નિમિતે દરરોજ નવા નવા શૃંગાર ભગવાન શિવજીના દર્શન થાય છે. 500 વર્ષ જુના આ પૌરાણિક મંદિરે સંધ્યા સમયે શંખનાદ અને ઘંટારવથી મંદિર ગુંજી ઉઠે છે અને દર્શનાર્થીઓની ભીડ જામે છે. ખાસ કરીને અહી શ્રાવણ માસ દરમિયાન થતા પાર્થેશ્વર શિવલિંગનું પૂજાનું વિશેષ ધાર્મિક મહત્વ છે અને યજમાનો પોતાની ઈચ્છાપુરતી થતા આ પૂજન કરાવતા હોય છે.

નાના-નાના શિવલિંગો બનાવીને તેની પૂજા-અર્ચના કરાય છે

શ્રાવણ માસમાં શિવપૂજનની સાથે પાર્થિવ પૂજનનું મહત્ત્વ પણ શાસ્ત્રોમાં આંકવામાં આવ્યું છે. જેમાં શિવઉપાસક અને કર્મકાંડી બ્રાહ્મણ શુદ્ધ માટીમાંથી નાના-નાના શિવલિંગો બનાવીને તેની પૂજા-અર્ચના કર્યા પછી એનું વિસર્જન કરે છે. આ વિધિમાં શિવભક્તો પાર્થેશ્વર પાસે બેસીને પોતાના સંકલ્પો કરે છે અને મનોવાંછિત ફળ મેળવે છે. પાર્થેશ્વર શિવલિંગનું વિસર્જન માસને અંતે કરવામાં આવે છે અને પાર્થેશ્વર પૂજન કરનાર તેમજ ભક્ત સમુદાય વરઘોડા રૂપે વિસર્જનની ક્રિયામાં જોડાય છે. પાર્થેશ્વર પૂજા ચિંતામણી સમાન છે. સર્વ કાર્ય સિદ્ધિદાયક છે. શ્રાવણ માસ દરમિયાન જુદી-જુદી સંખ્યામાં વિવિધ સામગ્રીથી પાર્થેશ્વર શિવલિંગ બનાવીને પૂજન કરવામાં આવે તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચારેય પુરુષાર્થો ચરિતાર્થ થાય છે.

આ પણ વાંચો : પાલનપુરમાં ત્રણ વિદ્યાર્થીનીઓની જાહેરમાં છેડતીથી ખડભડાટ!

Tags :
Gujarat FirstHINDU DHARMAHinduismNarmadaPOOJA ARCHNASANATAN DHARMASHIV MANDIRShivlingshravan maas