Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દ્વારકાની સમુદ્ર સીમામાં આવેલા 21 ટાપુઓ પર લોકોની અવર-જવર પર લાગ્યો પ્રતિબંધ, જાણો શું છે કારણ

દેવભૂમિ દ્વારકા જિલ્લો (Devbhoomi Dwarka District) ભારતના ગુજરાત રાજ્યના પશ્ચિમ વિસ્તારમાં આવેલો જિલ્લો છે. ખંભાળિયા (Khambhalia) આ જિલ્લાનું વહીવટી મથક છે. આ જિલ્લામાં અંદાજે 7.50 લાખથી વધુ લોકો રહે છે. આ જિલ્લામાં કુલ 24 ટાપુઓ (24 islands) આવેલા છે. જણાવી...
04:15 PM Apr 05, 2024 IST | Hardik Shah
Devbhoomi Dwarka Island

દેવભૂમિ દ્વારકા જિલ્લો (Devbhoomi Dwarka District) ભારતના ગુજરાત રાજ્યના પશ્ચિમ વિસ્તારમાં આવેલો જિલ્લો છે. ખંભાળિયા (Khambhalia) આ જિલ્લાનું વહીવટી મથક છે. આ જિલ્લામાં અંદાજે 7.50 લાખથી વધુ લોકો રહે છે. આ જિલ્લામાં કુલ 24 ટાપુઓ (24 islands) આવેલા છે. જણાવી દઇએ કે, આ 24 ટાપુઓમાંથી માત્ર 2 જ એવા ટાપુ છે જ્યા માનવ વસવાટ જોવા મળે છે. હવે આ ટાપુઓને લઇને એક મોટ સમાચાર સામે આવી રહ્યા છે. દ્વારકાની સમુદ્ર સીમામાં આવેલા નિર્જન ટાપુઓ (uninhabited islands) પર હવે રોક લગાવવામાં આવી છે. આ રોક કેમ લગાવવામાં આવી આવો જાણીએ આ આર્ટિકલમાં...

21 ટાપુઓ પર લોકોના અવર-જવર પર પ્રતિબંધ

જણાવી દઇએ કે, દેવભૂમિ દ્વારકા ((Devbhoomi Dwarka) માં કુલ 24 ટાપુઓમાંથી માનવ વસવાટ ધરાવતા માત્ર 2 જ ટાપુઓ છે. દ્વારકામાં આવેલા 21 નિર્જન ટાપુઓ છે કે જ્યા લોકોની અવર-જવર પર હવે રોક લગાવી દેવામાં આવી છે. આ અંગે અધિક જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ જિલ્લા કલેક્ટરે દરિયા કિનારે આવેલા 21 ટાપુઓ પર લોકોની અવર-જવર પર પ્રતિબંધ લગાવ્યો છે. 3 જૂન 2024 સુધી લોકોને આ ટાપુઓ પર અવર-જવર ન કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે.

આ નિર્ણય પાછળ શું છે કારણ ?

દરિયાઈ રસ્તે દેશ વિરોધી પ્રવૃત્તિઓ ન થાય તે હેતુથી અને દેશની સુરક્ષાની દ્વષ્ટિએ 21 જેટલા નિર્જન ટાપુ પર જવા તંત્રએ રોક લગાવી છે. જણાવી દઇએ કે, નિર્જન ટાપુઓ ઉપર ધાર્મિક સ્થળો આવેલા હોવાથી વિવિધ ધાર્મિક પ્રસંગોએ દર્શનાર્થે વિવિધ જ્ઞાતિના શ્રધ્ધાળુઓ અવર-જવર કરતા હોય છે. આ શ્રધ્ધાળુઓ સાથે રાષ્ટ્ર વિરોધી તેમજ દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃતિઓ કરતા ઇસમો નિર્જન ટાપુઓ પર આશ્રય મેળવે અથવા હથિયાર કે નશાકારક પદાર્થો છુપાવે તેની શકયતા નકારી શકાય નહી. સીમાપરના ત્રાસવાદ સ્થાનનો તેમજ મહત્વાના ધાર્મિક સ્થાનો, ભીડવાળા સ્થળોએ હુમલા કરી ભાંગફોડ તથા હિંસા કરે તેવી શકયતા રહેલી હોય છે. આ તમામ કારણો તંત્રને આવા કડક નિર્ણય લેવા પર મજબૂર કરે છે.

આ પણ વાંચો - VADODARA : નવો દિવસ, નવી પાણીની લાઇનમાં લિકેજ

આ પણ વાંચો - weather forecast : આગામી 3 દિવસ બાદ રાજ્યમાં વધશે ગરમીનો પ્રકોપ! જાણો હવામાન વિભાગની આગાહી વિશે

Tags :
21 islandsDevbhoomi DwarkaDevbhoomi Dwarka DistrictDwarkaDWARKA COLLECTORDWARKA COLLECTOR ANNOUNCEMENTDwarka NewsGujaratGujarat FirstGujarat NewsGujarati Newsislands
Next Article