Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Chotaudepur : માત્ર દોઢ મહિનામાં જ 800 થી વધુ દર્દીઓ હાઇપર ટેન્શનના મળ્યા

Chotaudepur : છોટાઉદેપુર (Chotaudepur) જિલ્લામાં માત્ર દોઢ મહિનામાં જ 800 થી વધુ દર્દીઓ હાઇપર ટેન્શનના મળી આવ્યા છે. તો આ સાથે સરકારી કર્મચારીઓની આરોગ્ય ચકાસણી કેમ્પ થકી 295 જેટલા સરકારી કર્મચારીઓ પણ હાયપરટેન્શનના દર્દી હોવાનું બહાર આવ્યું છે. 17 મેના...
chotaudepur   માત્ર દોઢ મહિનામાં જ 800 થી વધુ દર્દીઓ હાઇપર ટેન્શનના મળ્યા

Chotaudepur : છોટાઉદેપુર (Chotaudepur) જિલ્લામાં માત્ર દોઢ મહિનામાં જ 800 થી વધુ દર્દીઓ હાઇપર ટેન્શનના મળી આવ્યા છે. તો આ સાથે સરકારી કર્મચારીઓની આરોગ્ય ચકાસણી કેમ્પ થકી 295 જેટલા સરકારી કર્મચારીઓ પણ હાયપરટેન્શનના દર્દી હોવાનું બહાર આવ્યું છે.

Advertisement

17 મેના રોજ વર્લ્ડ હાઈપર ટેન્શન ડે મનાવવામાં આવે છે

17 મેના રોજ વર્લ્ડ હાઈપર ટેન્શન ડે મનાવવામાં આવે છે. અને આ દિવસે હાઈપર ટેન્શન અંગે લોકોને જાગૃત કરવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ગુજરાત ફર્સ્ટ છોટાઉદેપુરની ટીમે આ તક ઝડપી લઇ વિવિધ નિષ્ણાતો પાસેથી હાયપર ટેન્શન થી બચવા અને તેની સામે લડવા માટે શી રીતે કાળજી રાખવી જોઈએ તે અંગે ચર્ચા કરી હતી.

Advertisement

875 જેટલા દર્દીઓ હાઇપર ટેન્શનના

જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા દર અઠવાડિયા ના શુક્રવારે દરેક સબ સેન્ટર ઉપર બિનચેપી રોગોનું નિદાન માટે કેમ્પ આયોજિત કરવામાં આવે છે જે આ વર્ષે એપ્રિલ માસથી 15 મે સુધી 30,385 લોકોના સ્વાસ્થ્યની ચકાસણી કરવામાં આવી હતી. જે પૈકી 875 જેટલા દર્દીઓ હાઇપર ટેન્શન ના દર્દી તરીકે મળી આવ્યા હતા.

Advertisement

હાઇપર ટેન્શન એ કોઈ અસાધ્ય રોગ નથી

તો આ સાથે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લા કલેકટર અનીલ ધામેલિયાની સુચના અને માર્ગદર્શન થકી જિલ્લાના સરકારી કર્મચારીઓ માટે પણ વિવિધ તબક્કાઓમાં આરોગ્ય નિદાન કેમ્પ આયોજિત કરાયા હતા. જિલ્લા કલેકટરે કર્મચારીઓની સ્વસ્થતાની જાળવણી એ પણ જીલ્લા સમાહર્તાની નૈતીક જવાબદારી હોવાનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતું. જેમાં 3471 કર્મચારીઓના નિદાનમાં 295 હાયપરટેન્શનના દર્દી મળી આવ્યા હતા. ત્યારે આજે વિશ્વ હાઇપર ટેન્શન દિવસની ઉજવણી વિશ્વ સ્તરે કરી લોકોને હાઇપર ટેન્શન બીમારી અંગે જાગૃત કરવામાં આવતા હોય તો છોટાઉદેપુર જિલ્લાના લોકો ના સ્વાસ્થ્ય અંગેની ચર્ચા કરવી પ્રાસંગિક થઈ પડે છે. આ તબક્કે ગુજરાત ફર્સ્ટ છોટાઉદેપુરની ટીમ દ્વારા છોટાઉદેપુર જિલ્લાની પ્રજાના સ્વાસ્થ્યની ચિંતા કરી જિલ્લા આરોગ્ય અધિકારી સાથે તેમજ હાયપર ટેન્શનના દર્દી સાથે સીધી વાત કરી તમામ લોકોને આ રોગથી બચવા સાવચેત રહેવા સચેત કરી સમગ્ર એક અહેવાલ રૂપી ચિતાર રજૂ કરી હાઇપર ટેન્શન એ કોઈ અસાધ્ય રોગ નથી ગંભીર બીમારી નથી તે તરફ મોટીવેશન કરવાનો સીધો પ્રયાસ કરાયો છે.

સમૃદ્ધ ભારત માટે, સ્વસ્થ ભારતની જરૂર છે અને સ્વસ્થ ભારત માટે સ્વસ્થ નાગરિકની જરૂર છે.

નિષ્ણાતોના મતે આમ તો બદલાતી જતી જીવનશૈલીના કારણે બ્લડ પ્રેશરની સમસ્યા બહુ સામાન્ય બની ગઇ છે. પણ આ સમસ્યા ક્યારેક જીવલેણ સાબિત થઈ શકે છે. નિષ્ણાતોના મતે પહેલા 40 કે 50 વર્ષની ઉંમરના લોકોને રેગ્યુલર ડોક્ટર પાસે BP ચેક કરાવવાની જરૂર રહેતી હતી. પરંતુ હવે આજની આધુનિક જીવનશૈલીમાં 30 વર્ષની વયથી જ લોકોએ રેગયુલર BP ચેક કરાવવું જરૂરી છે. વધુમાં નિષ્ણાંતો જણાવે છે કે, હાઇપર ટેન્શન એક એવી બીમારી છે કે પહેલા આપણને એવું લાગતું હતું કે એ ઓલ્ડ એજ માં જ થાય છે. સ્વાભાવિક છે કે એવું થાય કે જેમ ઉંમર વધે તેમ હાઇપર ટેન્શન ની બીમારી આવે છે. પરંતુ અત્યારે 20 થી 30 વર્ષની ઉંમરના લોકોમાં પણ બ્લડ પ્રેશર અને હાઈ બ્લડ પ્રેસર જોવા મળે છે. જે 40 વર્ષની ઉંમરમાં અપવાદ હતું તે હવે સામાન્ય છે. તબીબો માને છે કે કે 40 વર્ષની ઉંમરના લોકોએ પણ હવે બ્લડ પ્રેશર સામે સાવધાન રહેવું જોઈએ. તેનું મૂળ કારણ છે કે છેલ્લા પાંચ વર્ષમાં લાઈફ સ્ટાઈલ બદલાઈ છે અને સ્ટ્રેસનું પ્રમાણ પણ વધ્યું છે. આ ઉપરાંત મોટાભાગના લોકોના કામકાજ કરવાની પદ્ધતિ બદલાઈ છે. સાથે વ્યાયામનું પ્રમાણ ઓછું થઈ જવાથી બ્લડપ્રેશરના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે.

હાઇપર ટેન્શનનો રામબાણ ઈલાજ

મહત્વનું છે કે, હાઈપર ટેન્શન અનેક કારણોસર થાય છે. તેમાંના કેટલાક શારીરિક તો કેટલાક માનસિક કારણ છે. તેવામાં આ બિમારીથી ભયભીત થવાની જરૂર નથી. પરંતુ ચોક્કસ નિદાન અને નિયમિત દવાઓનું સેવન ખાણ પીણ અને જીવનશૈલીમાં જરુરી ફેરફાર હાઇપર ટેન્શનનો રામબાણ ઈલાજ જિલ્લા આરોગ્ય અધિકારી સી. બી . ચોબિશા ગણાવી રહ્યા છે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે આજના માનવીની હરણફાળ જીવનશૈલી વચ્ચે ક્યારેક એવું પણ બને છે કે મહત્વકાંક્ષા ની ઘેલછામાં તંદુરસ્તીના ભોગે મેળવેલ સિદ્ધિ તેનું કયારે વિનાશ નોતરે છે. તેની ખબર પણ નથી પડતી અને જ્યારે પડે છે, ત્યારે ખુબ મોડું થઈ ગયું હોય છે. તેવામાં જો દરેક વ્યક્તિ પોતાની દિનચર્યામાં સુધારો લાવે અને વ્યાયામને દૈનિક ક્રિયામાં સ્થાન આપે તો હાઇપર ટેન્શન જેવી અનેક બિમારીઓ સામે લડી શકવા સક્ષમ બની શકે તેમાં કોઈ બે મત નથી.

અહેવાલ--તૌફિક શેખ, છોટાઉદેપુર

આ પણ વાંચો---- World Hypertension Day : જાણો આ ‘સાઇલન્ટ કિલર’ વિશે…

Tags :
Advertisement

.