Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Morbi: ‘યુવકને ટ્રેકટર ઉપરથી ફેકી દિધો અને...!’ ત્રણ સામે નોંધાયો હત્યાનો ગુનો, એકની ધરપકડ

Morbi: મોરબી (Morbi)તાલુકાના મકનસર ગામે યુવકને ટ્રેક્ટરમાંથી ફેંકી દઈ તેની ઉપર ટ્રેક્ટરનું વ્હિલ ફેરવી દેવામાં આવ્યું હતું. જે બાદ ઇજાગ્રસ્ત હાલતમાં મકનસર ગામે પાણીના ટાંકા પાસે લોહી લોહાણ હાલતમાં છોડી દેવાતા યુવાનનું ટૂંકી સારવારમાં મોત નીપજ્યું હતું. બનાવ બાદ પોલીસે...
morbi  ‘યુવકને ટ્રેકટર ઉપરથી ફેકી દિધો અને    ’ ત્રણ સામે નોંધાયો હત્યાનો ગુનો  એકની ધરપકડ

Morbi: મોરબી (Morbi)તાલુકાના મકનસર ગામે યુવકને ટ્રેક્ટરમાંથી ફેંકી દઈ તેની ઉપર ટ્રેક્ટરનું વ્હિલ ફેરવી દેવામાં આવ્યું હતું. જે બાદ ઇજાગ્રસ્ત હાલતમાં મકનસર ગામે પાણીના ટાંકા પાસે લોહી લોહાણ હાલતમાં છોડી દેવાતા યુવાનનું ટૂંકી સારવારમાં મોત નીપજ્યું હતું. બનાવ બાદ પોલીસે અક્સ્માત હોવા તરફ તપાસ હાથ ધરતા પરિવારજનોએ મૃતદેહ સાથે રોડ પર ઉતરી હંગામો કર્યો હતો. જે બાદ મોરબી (Morbi) તાલુકા પોલીસે ત્રણ આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. જેમના એક ટ્રેકટર ચાલક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

Advertisement

ફરિયાદીના દિકરા પ્રકાશને ટ્રેકટર ઉપરથી ફેકી દિધો અને...

મોરબી (Morbi) તાલુકા પોલીસ સ્ટેશનમાં તારીખ 17/07 ના રોજ ગંગારામભાઇ ચકુભાઇ મકવાણા કોળી (ઉવ.72 રહે. નવા મકનસરવાળા)એ ફરિયાદ નોંધાવી હતી કે, ગઇ તારીખ 16/07 ના બપોરના સાડા ચારેક વાગ્યા પહેલા આરોપી ગોરધનભાઇ તથા ફરિયાદીનો દિકરો પ્રકાશ તથા બીજા બે અજાણ્યા માણસો આરોપી ગોરધનભાઇના ટ્રેકટરમાં બેઠો હતો ત્યારે ગોરધનભાઇ સાથેના બે માણસોએ ફરિયાદીના દિકરા પ્રકાશને ટ્રેકટર ઉપરથી ફેકી દિધો હતો.આ ગોધરનભાઇએ ફરિયાદીના દીકરા પ્રકાશ ઉપર ટ્રેકટર ચડાવી દઇ ગંભીર ઇજા કરતા, પ્રકાશને સરકારી હોસ્પીટલ મોરબી સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. પરંતુ અહીં ટૂંકી સારવારમાં પ્રકાશનું મૃત્યુ નીપજ્યું હતું. જેથી આરોપી ગોરધનભાઇ મગવાણીયા, (ટ્રેકટર વાળા, રહે. પ્રેમજીનગર તા.જી.મોરબી) તથા તેની સાથેના બે અજાણ્યા માણસો વિરૂધ્ધ ફરિયાદ નોંધાઈ હતી.

તાલુકા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા

ઉપરોક્ત હત્યા કેસની ગંભીરતાને ધ્યાને લઇ મોરબી જીલ્લા પોલીસવડા રાહુલ ત્રીપાઠીની સૂચના અને માર્ગદર્શન હેઠળ આ કેસમાં સંડોવાયેલ આરોપી ગોરધનભાઇ મગવાણીયા (ટ્રેકટર વાળા)ની તપાસ કરતા આરોપી ગોરધનભાઇ સોમાભાઇ મગવાણીયા (જાતે કોળી ઉવ.-45 રહે.પ્રેમજીનગર હનુમાન મંદિર વાળી શેરી મકનસરવાળો) મળી આવતા આરોપીની પુછપરછ કરતા પોતે ગુનો કર્યાની કબુલાત આપી હતી. નોંધનીય છે કે, આરોપીની ધરપકડ કરી આ હત્યા કેસમાં સંડોવાયેલ અન્ય આરોપીઓને પણ ઝડપી લેવા તાલુકા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

આ પણ વાંચો: Panchmahal: સરસ્વતી સાધના યોજનાની સાયકલોથી વિદ્યાર્થિનીઓ વંચિત શા માટે?

આ પણ વાંચો: Ahmedabad: 3 હથિયાર અને 10 જીવતા કારતુસ સાથે બેની ધરપકડ કરવામાં આવી

આ પણ વાંચો: Ahmedabad: તલવારથી કેક કાપી ઉજવ્યો જન્મદિવસ, મોડી રાત્રે કરી આતશબાજી

Tags :
Advertisement

.