Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Morbi Murder Case : 9 વર્ષ પહેલા 14 વર્ષીય માસૂમની હત્યાનાં કેસની તપાસ હવે CBI ને સોંપવા HC નો હુકમ

Morbi Murder Case : મોરબીમાં નવ વર્ષ પૂર્વે વર્ષ 2015 માં નિખિલ ધામેચા નામના 14 વર્ષીય બાળકનાં અપહરણ બાદ હત્યા થયાની ચકચારી ઘટના સામે આવી હતી, જે કેસમાં હજુ આરોપીની ઓળખ પણ મળી નથી. આ કેસની તપાસ હવે CBI ને...
morbi murder case   9 વર્ષ પહેલા 14 વર્ષીય માસૂમની હત્યાનાં કેસની તપાસ હવે cbi ને સોંપવા hc નો હુકમ

Morbi Murder Case : મોરબીમાં નવ વર્ષ પૂર્વે વર્ષ 2015 માં નિખિલ ધામેચા નામના 14 વર્ષીય બાળકનાં અપહરણ બાદ હત્યા થયાની ચકચારી ઘટના સામે આવી હતી, જે કેસમાં હજુ આરોપીની ઓળખ પણ મળી નથી. આ કેસની તપાસ હવે CBI ને સોંપવાનો હાઇકોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. બનાવ સમયે આ કેસની તપાસ મોરબી સિટી એ ડિવિઝન પોલીસે (Morbi City A Division Police) કરી હતી અને તે બાદ તપાસ CID ક્રાઈમને સોંપાઈ હતી. ત્યારે આ કેસમાં કોઈ નિવેળો ન આવતા વર્ષ 2020 માં મૃતક બાળકનાં પિતાએ આ કેસની તપાસ CBI ને સોંપવાની હાઇકોર્ટમાં (Gujarat High Court) અરજી કરી હતી.

Advertisement

ઘટનાનાં 9 વર્ષ પછી પણ પોલીસ-CID ક્રાઇમ આરોપીઓને પકડવામાં નિષ્ફળ

મળતી માહિતી અનુસાર, મોરબીમાં રહેતા અને દરજી કામ કરતા સામાન્ય પરિવારના 14 વર્ષીય નિખિલ પરેશભાઈ ધામેચાનું તપોવન વિદ્યાલયથી અજાણ્યા વ્યક્તિએ અપહરણ કર્યું હતું. અપહરણ બાદ ત્રણ દિવસે બાળકની ક્રૂર રીતે હત્યા કરી મૃતદેહ મોરબીનાં રામઘાટ નજીક બાચકામાંથી (Morbi Murder Case) મળી આવ્યો હતો. જે અંગે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે (Morbi City A Division Police) તપાસ શરૂ કરી હતી અને તે બાદમાં તપાસ CID ક્રાઈમને સોંપાઈ હતી. પરંતુ, CCTV ફૂટેજ અને અન્ય તપાસ બાદ પણ આરોપીની ઓળખ સુદ્ધાં ન મળતાં મૃતક બાળકનાં પરિવારજનોએ તપાસ CBI ને સોંપવા વર્ષ 2020 માં ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat High Court) અરજી કરી હતી. જે અરજીની સુનાવણી થતાં ગત તા. 16 ઓગસ્ટનાં રોજ તપાસ CBI ને સોંપવા (Morbi Murder Case) ગુજરાત હાઇકોર્ટ દ્વારા હુકમ કરાયો છે. પોતાનાં માસૂમ બાળકનાં હત્યારાને CBI શોધી કાઢશે અને તેઓને ન્યાય મળશે તેવી આશા મૃતકના પિતા વ્યક્ત કરી રહ્યા છે.

આ પણ વાંચો - Mehsana : સોસાયટીમાં પણ બાળકો સુરક્ષિત નથી! સાઇકલ ચલાવતી 4 વર્ષીય માસૂમને કારચાલકે કચડી દેતાં મોત

Advertisement

શુ હતો સમગ્ર બનાવ?

મોરબીમાં રહેતા અને દરજી કામ કરી ગુજરાન ચલાવતા સામાન્ય પરિવારના ૧૪ વર્ષનો એકના એક પુત્ર નિખીલ પરેશભાઈ ધામેચા (Nikhil Dhamecha) તપોવન વિદ્યાલયમાં અભ્યાસ કરતો હતો અને અભ્યાસ પૂર્ણ થયા પછી શાળાએથી છૂટ્યા બાદ તા. 15-12-2015 ના રોજ ભેદી સંજોગોમાં લાપતા થઇ ગયો હતો. તેની સાઇકલ પણ તેની શાળા નજીકથી રેઢી મળી આવી હતી. મોરબી એ ડિવિઝન પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

Advertisement

બાળક એક એક્ટિવા પાછળ બેસીને જતો CCTV માં દેખાયો

શાળાનાં એક વિદ્યાર્થીએ નિખીલને અજાણ્યા યુવક સાથે બાઇકમાં જતો જોયો હોવાનું જણાવ્યું હતું અને CCTV ફૂટેજમાં પણ નિખીલ જેવો જ બાળક એક એક્ટિવા સ્કૂટર પાછળ બેસીને જતો પોલીસને દેખાયો હતો. જો કે, ફૂટેજમાં બન્નેનાં ચહેરા ઝાંખા દેખાતા હોવાથી બાળક નિખીલ જ હતો કે અન્ય કોઇ તે કહેવું અશક્ય હતું. પોલીસે જુદી-જુદી ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. એ સમયનાં SP જ્યપાલસિંહ રાઠોડ અને DySP રાજદીપસિંહ ઝાલા તેમ જ PI એન.કે. વ્યાસની ટીમે તપાસ કરી પણ કોઈ સફળતા મળી ન હતી.

આ પણ વાંચો - Surat : વકીલ અને PI વચ્ચે મારામારીનાં ચોંકાવનારા CCTV ફૂટેજ વાઇરલ, એકબીજા પર લગાવ્યા ગંભીર આરોપ

કોથળામાંથી લાપતા નિખીલની હત્યા કરાયેલી લાશ મળી

ત્રણ દિવસ પછી રામઘાટ નજીકથી એક કોથળામાંથી લાપતા નિખીલની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. માસૂમ નિખીલની આડેધડ છરીનાં 11 જેટલા ઘા મારીને નિર્મમતાથી હત્યા કરી દેવામાં આવી હતી. નિખિલ કે તેના પરિવારને કોઇ સાથે દુશ્મનાવટ ન હતી. તેઓ સામાન્ય જીવન જીવી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હતા અને ન તો આ ત્રણ દિવસમાં ખંડણી માટે કોઇ ફોન આવ્યા ન હતા તો બીજી બાજુ પોલીસને પણ કોઇ પુરાવાઓ પણ મળતા ન હતા. આ માસૂમની હત્યાનાં ભારે ઘેરા-પ્રત્યાઘાતો મોરબી શહેરમાં પડ્યા હતા

અહેવાલ : ભાસ્કર જોશી, મોરબી

આ પણ વાંચો - Gujarat Police Job : LRD અને PSI ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે હસમુખ પટેલે આપી આ માહિતી

Tags :
Advertisement

.