Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Morbi News: મોરબીમાં કોરોના કેસની એન્ટ્રી, આરોગ્ય વિભાગ થયું દોડતું

Covid-19: મોરબી શહેરમાં કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે. મળતી વિગતો પ્રમાણે 58 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા આ કોવિડ સંક્રમિત આધેડને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, કોરોના કેસ આવતા આરોગ્ય વિભાગ અત્યારે...
morbi news  મોરબીમાં કોરોના કેસની એન્ટ્રી  આરોગ્ય વિભાગ થયું દોડતું

Covid-19: મોરબી શહેરમાં કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે. મળતી વિગતો પ્રમાણે 58 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા આ કોવિડ સંક્રમિત આધેડને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, કોરોના કેસ આવતા આરોગ્ય વિભાગ અત્યારે સતર્ક થઈ ગયું છે. ભારતમાં પણ અત્યારે કોરોના કેસોમાં ધીમી ગતિએ વધ-ઘટ થઈ રહી છે. ગુજરાતમાં કોરોના કેસની વાત કરવામાં આવે તો મોરબી શહેરમાં શંકાસ્પદ કોરોનાના લક્ષણો ધરાવતા 58 વર્ષીય પુરુષનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.

Advertisement

કેસ આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું

કોરોના કેસો બાબતે સર્તકતા રાખતા આરોગ્ય વિભાગ દ્વારા કોરોના ગ્રસ્ત આધેડ હાલમાં હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. જો કે, આ મામલે મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ટ્રાવેલ હિસ્ટ્રી સહિતની વિગતો મેળવવા દોડધામ શરૂ કરી દેવામાં આવી છે. કારણ કે, લાંબા સમય બાદ ફરીથી મોરબીમાં કોરોનાની એન્ટ્રી થતાં આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે.

આરોગ્ય મંત્રાલયે શુક્રવારે આ જાણકારી આપી

ભારતમાં કોરોના વાઇરસના સંક્રમણના 609 નવા કેસો સામે આવ્યા છે અને 3,368 જેટલા દર્દીઓ અત્યારે સારવાર હેઠળ છે જેની સંખ્યા સતત વધારો પણ થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા શુક્રવારે આ જાણકારી આપવામાં આવી હતી. આજે સવારે 8 વગ્યાથી લઈને વિતેલા 24 કલાકમાં ત્રણ લોકોના કોરોનાથી મોત પણ થયા છે. આ મૃતકોમાંથી બે દર્દા કેરલ અને એક કર્નાટકના હોવાની જાણકારી સામે આવી હતી. પાંચ ડિસેમ્બર 2023 સુધી દૈનિક કેસોની ઘટીને બે અંકોમાં આવી ગઈ છે. પરંતુ વાઈરસનું એક નવુ સ્વરૂપ સામે આવતા અને ઠંડીના મોસમના કારણે કેસોમાં વધારો થવા લાગ્યો છે.

Advertisement

આ પણ વાંચો: ભારતમાં કોરોના કેસમાં વધ-ઘટ યથાવત, 24 કલાકમાં સામે આવ્યાં આટલા નવા કેસ

ભારતમાં રસીકરણના 220.67 કરોડ ડોઝ અપાયા

ઉલ્લેખનીય છે કે, મહામારીની શરૂઆત 2020ના આરંભમાં થઈ હતી અને ત્યારથી લઈને અત્યાર સુધી દેશમાં 4.5 કરોડથી પણ વધારે લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. આ સાથે મળતી વિગતો પ્રમાણે કોરોનાથી 3.5 લાખ લોકો મોત ભેટ્યા છે. મંત્રાલયની વેબસાઇટ પ્રમાણે બીમારીથી સાજા થવા વાળા દર્દીઓની સંખ્યા 4.4 કરોડથી પણ વધારે છે. જ્યારે આ સંક્રમણથી બચવા વાળા દર્દીઓનો રાષ્ટ્રીય દર 98.81 ટકા જેટલો છે. વેબસાઇટ પ્રમાણે દેશમાં અત્યાર સુધીમાં કોવિડ-19ના રસીકરણના 220.67 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

Advertisement

Tags :
Advertisement

.