Morbi મહાનગરપાલિકાની ઘોર બેદરકારી આવી સામે, સ્ટ્રીટ લાઈટ બની જોખમી
- અવની ચોકડી પાસે મનપાની સ્ટ્રીટ લાઈટ બની જોખમી
- છેલ્લા એક મહિનાથી કેનાલ પર લટકી રહી છે સ્ટ્રીટ લાઈટ
- નાના ભૂલકા સહિત હજારો લોકોની છે રસ્તા પરથી અવરજવર
Morbi: મોરબી અનેક બાબતોને લઈને ચર્ચામાં રહેતું હોય છે, ખાસ કરીને વાત કરવામાં આવે તો, અત્યારે ફરી એકવાર મોરબી ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. કેટલીક એવી તસવીરો સામે આવી છે જેમાં મોરબી મહાનગરપાલિકાની ઘોર બેદરકારી દેખાઈ રહીં છે, મોરબી નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે પરંતુ વ્યવસ્થામાં કઈ સુધારો આવ્યો હોય તેવું લાગતું નથી. ખાસ કરીને વાત કરવામાં આવે તો, મોરબીની અવની ચોકડી પાસે મનપાની સ્ટ્રીટ લાઈટ જોખમી બની છે. જેને લઈને સ્થાનિકો ચિંતામાં મુકાયા છે.
આ પણ વાંચો: ચકચારી BZ Ponzi Scam ની તપાસમાંથી CA દુર્ગેશ પાંડેયને રાતોરાત હટાવી દેવાયા
કેનાલના પાણીના પ્રવાહ પર મોતનો માચડો લટકે છે, છતાં તંત્ર ઊંઘમાં
ખાસ કરીને વાત કરવામાં આવે તો, છેલ્લા એક મહિનાથી આ કેનાલના પાણીના પ્રવાહ પર મોતનો માચડો લટકી રહી છે. રોજના હજારો લોકો ત્યાંથી અવર-જવર કરી રહ્યા છે, નાના ભૂલકાઓની સ્કૂલો પણ ત્યાં જ આવેલી છે તેમ છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. એટલું જ નહીં પરંતુ સ્થાનિક લોકોએ તંત્રને જાણ કરી છતાં પણ હજુ સુધી મનપા જાગ્યું નથી! આખરે મનપા શું કોઈ દુર્ઘટનાની રાહ જુઓ છે? આવા સવાલો અત્યારે મોરબીના સ્થાનિક કહી રહ્યાં છે.
આ પણ વાંચો: Gallantry Awards: ગુજરાતના 11 સહિત 942 અધિકારીઓનું કાલે રાષ્ટ્રપતિ કરશે એવોર્ડથી સન્માન
શું મનપા મોટી ઘટનાની રાહ જોઈ રહી છે?
મોટો પ્રશ્ન એ થઈ રહ્યો છે કે, જો કોઈ મોટી દુર્ઘટના સજાશે તો જવાબદાર કોણ રહેશે? તે જ સૌથી મોટો સવાલ જોવા મળી રહ્યો છે. મોરબી ઝુલતાપુલ દુર્ઘટના, રાજકોટની અગ્નિકાંડ, વડોદરાની હરણી બોટની દુર્ઘટના આટ આટલી ઘટનાઓ ઘટી રહી છે, છતાં પણ મનપા મોટી ઘટનાની રાહ જોઈ રહી છે. ખેડૂતોને સિંચાઈ માટે કેનાલ પસાર થઈ રહી છે તેની પર જ આ રીતના ખુલ્લા વીજ વાયર જોવા મળી રહ્યા છે છતાં પણ તંત્ર જાગતું નથી. હવે જોવાનું એ રહેશે કે તંત્ર દ્વારા આ કામગીરી ક્યારે કરવામાં આવે છે?
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો