ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ

Ambalal Prediction : નવરાત્રિમાં બપોર પછી.....

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની વધુ એક ચોંકાવનારી આગાહી નવરાત્રિ દરમિયાન રાજ્યમાં વરસાદની સંભાવના મોટે ભાગે બપોર પછી જ વરસાદ પડે તેવી સંભાવના તેમણે વ્યક્ત કરી વરસાદી સિસ્ટમ સાયક્લોનનું સ્વરુપ ધારણ કરશે Ambalal Prediction : અરબી સમુદ્રમાં ઉદ્ભવેલી સાયક્લોનિક સિસ્ટમના કારણે...
12:23 PM Sep 30, 2024 IST | Vipul Pandya
featuredImage
Ambalal Prediction

Ambalal Prediction : અરબી સમુદ્રમાં ઉદ્ભવેલી સાયક્લોનિક સિસ્ટમના કારણે રાજ્યમાં વિવિધ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને મધ્ય ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આજે વધુ એક ચોંકાવનારી આગાહી (Ambalal Prediction ) કરી છે કે નવરાત્રિ દરમિયાન રાજ્યમાં વરસાદની સંભાવના છે. મોટે ભાગે બપોર પછી જ વરસાદ પડે તેવી સંભાવના તેમણે વ્યક્ત કરી છે.

બપોર પછી કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે

રાજ્યમાં વરસાદ અંગે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ નવરાત્રિ દરમિયાન રાજ્યમાં વરસાદની શક્યતા છે. તેમણે કહ્યું કે બપોર પછી કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો---Gujarat માં વરસાદને લઈને Ambalal Patel એ શું કરી આગાહી?

મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં નવરાત્રિમાં વરસાદ

અંબાલાલ પટેલે કહ્યું કે આગામી 7મી 10 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે અને મધ્ય ગુજરાતમાં પણ નવરાત્રિના ગાળામાં વરસાદ વરસી શકે છે.

વરસાદી સિસ્ટમ સાયક્લોનનું સ્વરુપ ધારણ કરશે

અંબાલાલ પટેલે કહ્યું કે અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ બનવાની પણ શક્યતા છે. આગામી 10 ઓક્ટોબરથી 14 ઓક્ટોબરમાં અરબી સમુદ્રમાં સિસ્ટમ બની શકે છે. તેમણે ડરામણી આગાહી પણ કરી છે કે આ વરસાદી સિસ્ટમ ચક્રવાત એટલે કે વાવાઝોડાનું સ્વરુપ પણ ધારણ કરી શકે છે. આ વરસાદી સિસ્ટમ 28 ઓક્ટોબર સુધીમાં સાયક્લોનમાં રુપાંતર થઇ શકે છે જેથી સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો---Ambalal Patel : નવરાત્રિમાં વરસાદ પડશે કે નહીં ? હવામાન નિષ્ણાતે કરી આ આગાહી

Tags :
Ambalal Patel PredictionGujaratGujarat Firstmeteorologist Ambalal PatelMONSOON 2024NavratriNavratri 2024predictionRainWeather Alert