Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Weather Update : અરબ સાગરમાં એક મોટું વાવાઝોડુ ઉદ્ભવશે! હવામાન નિષ્ણાંત અંબાલાલે કરી મોટી આગાહી

છેલ્લા બે ત્રણ દિવસથી રાજ્યના અનેક ભાગોમાં વરસાદ પડી રહ્યો છે તેમજ આગામી દિવસોમાં પણ વરસાદ પડવાની આગાહી થઈ રહી છે. રાજ્યમાં ભારે પવન સાથે આગામી 24 કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં તેજ પવન ફૂંકાવવાની શક્યતા...
weather update   અરબ સાગરમાં એક મોટું વાવાઝોડુ ઉદ્ભવશે  હવામાન નિષ્ણાંત અંબાલાલે કરી મોટી આગાહી
Advertisement

છેલ્લા બે ત્રણ દિવસથી રાજ્યના અનેક ભાગોમાં વરસાદ પડી રહ્યો છે તેમજ આગામી દિવસોમાં પણ વરસાદ પડવાની આગાહી થઈ રહી છે. રાજ્યમાં ભારે પવન સાથે આગામી 24 કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં તેજ પવન ફૂંકાવવાની શક્યતા પણ છે.

Advertisement

વરસાદ પડવાની આગાહી

Advertisement

ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ અને ચોમાસું કેવું રહેશે તે અંગે વાતચીત કરવા હવામાન નિષ્ણાંત અંબાલાલ ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા હતા. તેમણે જણાવ્યું કે, આજે પશ્ચિમિ વિક્ષેપ અને અરબ સાગરના ભેજના કારણે રાજ્યના વિવિધ ભાગોમાં ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતા છે.દેશના ઉત્તરિય પર્વતિય પ્રદેશોથી માંડીને છેક રાજસ્થાન અને ગુજરાતના ભાગો સુધી ધોધમાર આંધી અને પવન ના કારણ ગાજવીજ વરસાદની શક્યતા, પશ્ચિમિ વિક્ષેપના કારણે ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા. આ વખતે વરસાદની બેટિંગ તોફાની પવન સાથેની હશે.

Advertisement

  • વરસાદ લગભગ તા. 30, 31 પછી વરસાદનું જોર ઘટશે પણ વરસાદ શરૂ જ રહેશે રોહિણી નક્ષત્ર છે એટલે તા. 3, 4 અને 5 જુન સુધી તો વરસાદ રહેવાનો છે. તા. 3 જુનથી વરસાદ વધવાની શક્યતા છે અને રોહિણી નક્ષત્રના ઉતરતા ભાગમાં વરસાદ થવાથી ચોમાસુ સાયકલ નિયમિત આવે છે.

વિશિષ્ટ પ્રકારની સ્થિતિ નિર્માણ પામી રહી છે

તેમણે વધુમા ઉમેર્યું કે, ખરેખર જે અત્યારે પશ્ચિમિ વિક્ષેપ આવી રહ્યાં છે તે આવવા ના જોઈએ. આ શિયાળામાં જે પશ્ચિમી વિક્ષેપ આવ્યા છે તે એપ્રિલ અને મે મહિનામાં આવે છે આ ઋતુ પરિવર્તન કે કોઈ વિશિષ્ટ ઘટના છે. એટલે પશ્ચિમી વિક્ષેપનો વરસાદ અને પ્રિમોનસુન વરસાદ બંને વરસાદ ની ગતિવિધિ સાથે ચાલતી હોય તેવું જણાય છે અને પ્રિમોનસુન એક્ટિવિટિ જે થવી જોઈએ તે પણ અરબ સાગરના ભેજના કારણે થઈ રહી છે કારણ કે આ એક્ટિવિટી જોઈએ તો રાજસ્થાન અને પાકિસ્તાનના ભાગોમાં હવાનું દબાણ લો છે. આ સિસ્ટમ પશ્ચિમિ વિક્ષેપ અને અરબ સાગરના ભેજના કારણે બની રહી છે એટલે પ્રી મોનસુન એક્ટિવિટિ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બંને છે આ સ્થિતિ એક વિશિષ્ટ પ્રકારની છે.

અરબ સાગરમાં તો મોટું એક વાવાઝોડું ઉદ્ભવવાની શક્યતા

હાલમાં ચોમાસાની ગતિ મંદ જણાય છે કારણ કે બંગાળની ખાડીમાં એક ટાયફુન બન્યું હતું તે ટાઈફુને અંદામાન નિકોબાર ટાપુના નિયમતિ ચોમાસામાં વિલંબ કર્યો છે. હવે લગભગ જુન માસની શરૂઆતમાં સાનુકુળ હવામાન થશે અને અરબ સાગરમાં પણ એક સિસ્ટમ ડેવલપ થઈ રહી છે. જે સિસ્ટમ 3 4 5 6 અને 7માં છે. સમયવાહી પ્રવાહનું જોર આગળ વધશે. લગભગ અરબ સાગરમાં તો મોટું એક વાવાઝોડું ઉદ્ભવવાની શક્યતા છે. બંગાળના ઉપસાગરમાં પણ ચક્રવાત થવાની શક્યતા છે. બંને બાજુ દરિયાની હલચલ ચોમાસાને સાનુકુળ સ્થિતિ દર્શાવી રહ્યાં છે. 4 જુન સુધીમાં કેરળમાં વરસાદ પડે અને લગભગ તા. 8 અને 9 જુન સુધીમાં અને મોડું પણ થઈ શકે દેશના અનેક ભાગોમાં વરસાદ પડે.

  • હર હંમેશ 8 9 10 જુનમાં દરિયામાં પવન બદલાય છે આ વિશિષ્ટ સ્થિતિના કારણે દરિયો તોફાની બને છે કે વાવાઝોડા આવે છે. બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાય રહ્યો છે. વરસાદ તો થવાની શક્યતા રહેશે જ આ વાવાઝોડા પર નજર રાખવી.

આ પણ વાંચો : રાજ્યમાં આગમી ત્રણ કલાકમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ આગાહી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

Related News

featured-img
અમદાવાદ

Ahmedabad : જીવતે તો જીવ બચાવ્યાં, મૃત્યુ પછી પણ 4 લોકોને નવજીવન આપ્યું!

featured-img
ક્રાઈમ

Sabarkantha : SP કચેરીમાં અસામાજિક તત્વોને જિ. પોલીસવડાએ કહ્યું- સુધરી જજો નહિંતર..!

featured-img
ગાંધીનગર

Gandhinagar : શિક્ષણ સહાયકોની ભરતીને લઈ મહત્ત્વનાં સમાચાર, શિક્ષણમંત્રીએ કરી પોસ્ટ

featured-img
Top News

PM Modi ના 3 વર્ષના વિદેશના પ્રવાસમાં થયો અધધધધ કરોડનો ખર્ચ

featured-img
ગુજરાત

Sabarkantha : જિ. પં. નાં મહિલાએ સદસ્ય સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કર્યાનો આરોપ

featured-img
રાજકોટ

Rajkumar Jat Case : પિતાનો આક્રોશ! કહ્યું -પોલીસ અધૂરાં CCTV જ આપી રહી છે..!

Trending News

.

×