Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

માધવપુરનો માંડવો: નિજ મંદિરેથી રાસની રમઝટ સાથે માધવરાયની પ્રથમ વર્ણાંગી

MADHAVPUR : પોરબંદર તાલુકાનાં માધવપુર ( MADHAVPUR ) ઘેડમાં ભગવાનશ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીનો વિવાહ ઉત્સવ ઉજવાઇ રહ્યો છે. રામનવમીથી માધવરાયના ( MADHAVPUR ) નિજ મંદિરેથી પ્રથમ વર્ણાંગી નિકળી હતી. નિજ મંદિરેથી નિકળેલી વર્ણાંગીમાં માધવપુર ગ્રામજનો જોડાયા હતાં. માધવપુરની શેરી-ગલીઓમાં માધવ-માધવની...
03:19 PM Apr 18, 2024 IST | Harsh Bhatt

MADHAVPUR : પોરબંદર તાલુકાનાં માધવપુર ( MADHAVPUR ) ઘેડમાં ભગવાનશ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીનો વિવાહ ઉત્સવ ઉજવાઇ રહ્યો છે. રામનવમીથી માધવરાયના ( MADHAVPUR ) નિજ મંદિરેથી પ્રથમ વર્ણાંગી નિકળી હતી. નિજ મંદિરેથી નિકળેલી વર્ણાંગીમાં માધવપુર ગ્રામજનો જોડાયા હતાં. માધવપુરની શેરી-ગલીઓમાં માધવ-માધવની ધૂન લાગી હતી.

માધવનું માધવપુર માધવમય : વર્ણાંગીમાં ભકતોના મુખે માધવ...માધવનું નામ...

માધવનું માધવપુર માધવમય બન્યું છે. ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીનો લગ્નોત્સવ ઉજવાઇ રહ્યો છે. રામનવમીનાં દિવસે ભગવાનની નિજ મંદિરેથી પ્રથમ વર્ણાંગી નિકળી હતી. ત્રણ દિવસ સુધી વર્ણાંગીમાં નિજ મંદિરેથી માધવરાયને રથમાં બિરાજમાન કરાય છે. ત્યાંથી રાત્રિનાં ૯ કલાકે નિજ મંદિરેથી માધવપુરની શેરી-ગલીઓમાં નિકળે છે. જેમ-જેમ વર્ણાંગી આગળ નિકળે છે તેમ માધવપુરના ગ્રામજનો સ્વયંમ જોડાતા જાય છે અને સમગ્ર માધવપુરની શેરી-ગલીઓમાં રાસની રમઝટ બોલે છે. માધવપુરવાસીઓ માધવરાયની વર્ણાંગીમાં રાસ રમતી વખતે માધવ...માધવ...નું નામ લે છે. તેમજ માધવરાયના રથ નજીક કિર્તનકારો લગ્નગીતો ગાય છે

ભગવાન મધવરાયની કેવી રીતે થાય છે લગ્ન વિધિ ?

માધવપુરનો મેળો રામનવમીના દિવસથી શરૂ થાય છે પરંતુ લગ્નની તૈયારીઓ ૨૫દિવસ અગાઉ શરૂ થઈ જાય છે. ક્નયા અને વર બંને પક્ષ દ્વારા લગ્ન લખવાની વિધિ કરવામાં આવે છે અને ૨૫ વાના ના દર વર્ષે ભગવાનના લગ્ન હોય છે. ભગવાનના લગ્ન પૂર્વે મહિલાઓ સત્સંગીઓ લગ્ન ગીત ગાય છે એમાંય 'રૂક્ષ્મણી લખે કાગળ દ્વારકા, હું નહીં રે પરણુ શિશુપાલને રે, તેમજ લગ્ન દરમિયાન માધવપુરનો માંડવો, આવી જાદવકુળની જાન, પરણે રાણી રૂક્ષ્મણી, વર વાંછીત શ્રી ભગવાન જેવા લગ્ન ગીતો માધવપુર તેની માધુર્યતામાં વધારો કરે છે. રામ નવમી અને દસમ, અગિયારસના રોજ ભગવાનની વર્ણાંગી પણ નીકળે છે. કડછ ગામના લોકો રૂક્ષ્મણી માતાનું મામેરુ ભરવા આવે છે. ભગવાનને જાન જોડવા માટે આમંત્રણ આપવામાં આવે છે. ગુજરાત પોલીસ ગાર્ડ ઓફ ઓનર આપી ભગવાનની જાનને પ્રસ્થાન કરાવે છે. ચૈત્ર સુદ બારસની રાત્રીએ મધુવનમાં ભગવાનના લગ્ન શાસ્ત્રોકત પરંપરા મુજબ યોજાય છે અને મોટી સંખ્યામાં લોકો આ લગ્ન ઉત્સવમાં જોડાય છે.

ચૈત્ર સુદ બારસની રાત્રીએ મધુવનમાં ભગવાનના લગ્ન

રામ નવમી અને દસમ, અગિયારસના રોજ ભગવાનની વર્ણાંગી પણ નીકળે છે. કડછભાઇઓ શ્રીકૃષ્ણ રૂક્ષ્મણીનાં જે મામેરીયાત કહેવાઇ છે તે કડછ ગામેથી ઉંટ, ગાડા, ઘોડા, ડીજેના તાલે પરંપરાગત રાસ રમતા-રમતા કૃષ્ણ-રૂક્ષ્મણી મંદિરે માધવચોકમાં આવશે. માધવરાય મંદિરે ધ્વજા ચડાવશે. માધવચોકમાં લોકો તલવારબાજી ઘોડાઓની કરામત, દોહાઓ વગેરેથી મંત્ર મુગ્ધ બનાવશે.બારસના દિવસે મધુવનમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણી માતાના લગ્ન થશે.આસપાસ ગ્રામ જનો તેમજ બહાળથી આવતા લોકો બહોળી સંખ્યામાં ભગવાનના નિહાળશે.

રૂક્ષ્મણી હરણ : એક કથા રસપ્રદ ઇતિહાસ

મહાભારતમાં રૂક્ષ્મણી હરણનો એક પ્રસંગ આવે છે. શાસ્ત્રો અને ગ્રંથોમાં ઉલ્લેખ અને કથા છે કે વિદર્ભ વિસ્તાર એટલે કે હાલના ઉત્તર પૂર્વ પ્રદેશના રાજા ભીષમાક ની પુત્રી રૂક્ષ્મણી ને ભગવાન શ્રીકૃષ્ણ સાથે લગ્ન કરવા હતા. રૂક્ષ્મણીનો ભાઈ રુકમી તેનો વિરોધ કરે છે અને જરાસંઘ ના પુત્ર શિશુપાલ સાથે લગ્ન કરવાનું નક્કી થાય છે. રૂક્ષ્મણી આ વાત સાંભળતા વિલાપ કરી ચિંતાતુર બની કૃષ્ણને દ્વારકા બ્રાહ્મણ મારફત સંદેશો મોકલાવે છે. આ સંદેશો માધવપુર માં લગ્ન ગીત તરીકે પ્રચલિત બન્યો છે. રૂક્ષ્મણી નો પત્ર પણ પ્રચલિત છે. સમાચાર સાંભળીને શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી સાથે લગ્ન કરવા માટે જાય છે. રુકમીને હરાવી શ્રીકૃષ્ણ રૂક્ષ્મણીનું હરણ કરી દ્વારકા લઈ જતી વખતે રસ્તામાં માધુવપુર ઘેડ ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણી માતા ના લગ્ન થાય છે. એક કથા એવી પણ છે કે ભગવાન શ્રીકૃષ્ણને કુવારી ભૂમિ પર લગ્ન કરવા હતા અને દરિયા દેવે અહીં જગ્યા કરી આપી હતી.

અહેવાલ : કિશન ચૌહાણ 

આ પણ વાંચો : LOKSABHA 2024 : ગુજરાતમાં આજે આટલા નેતાઓ ભર્યું નામાંકનપત્ર, વાંચો સંપૂર્ણ અહેવાલ

Tags :
fairgujarthertitageHinduismMadhavpurmadhavpur mandvomadhavraya mandirMarriagePorbandarSANATAN DHARMAshree krishna rukmini vivahshree-krishna
Next Article