MAHISAGAR : દારૂના ગીતો પર ડાંસનો VIDEO વાયરલ થતાં હવે SOCIAL MEDIA ઉપર ઠાલવ્યો લોકોએ રોષ
MAHISAGAR જિલ્લાના વીરપુર નગરમાં આવેલ સ્વામી વિવેકાનંદ સ્કૂલના વાર્ષિક ઉત્સવ કાર્યક્રમમાં બાળકો પાસે દારૂના ગીત પર ડાન્સ કરાવતો વીડિયો જોરશોરથી SOCIAL MEDIA માં વાઈરલ થયો હતો. જોકે દારૂના ગીત પર બાળકોને ડાન્સ કરાવતાં વાલીઓએ અને લોકોએ વિરોધ નોંધાવ્યો હતો.આ ગીત પસંદ કરનાર શાળાના શિક્ષક ઉપર વાલીઓ પણ રોષે ભરાયા છે. આ શિક્ષકની માનસિકતા શું હશે તે પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે, તેવી પણ એક ચર્ચાનો વિષય બન્યો છે અને લોકો રોષે ભરાયા છે.
વાલીઓ દ્વારા આ સ્કૂલના શિક્ષક અને સંચાલક વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માગ ઉઠાવી રહ્યા છે. બીજી તરફ સ્કૂલ સંચાલકો દ્વારા આ સમગ્ર ઘટનાના સ્કૂલને બદનામ કરવાનો પ્રયાસ ગણાવ્યો હતો. ત્યારે સ્કૂલના કાર્યક્રમનો વીડિયો SOCIAL MEDIA માં ફરતો થતાં સ્કૂલ સામે બાળકોને આવું ભણતર આપવામાં આવતું હશે તેવા અનેક સવાલો સાથે સ્કૂલ વિવાદમાં આવી છે.
SOCIAL MEDIA ઉપર લોકોએ ઠાલવ્યો રોષ
સંસ્કારનું સિંચન કરતી શાળામાં બીયર અને દારૂની મહેફીલના ગીતો પર ડાન્સ કરાવતા સ્થાનીક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વીરપુર તાલુકાના SOCIAL MEDIA ગ્રુપોમા વિડિયો વાયરલ થતાં વાયરલ ચેટમાં પણ જોઈ શકાય છે કે લોકો દ્વારા આ બાબતનો વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ત્યારે આ પ્રશ્નો શાળા સામે ઉઠી રહ્યા છે કે,
- શું શાળામાં આવા સંસ્કાર આપવામાં આવે છે?
- નાના ભુલકાનો નશાને રવાડે ચઢાવાનું કાવતરું કોનું?
- આખરે શું સંદેશ આપવા માગે છે શાળાના સંચાલકો?
- શાળામાં બાળકો સારા સંસ્કાર લેવા જાય છે દારૂની મહેફિલ માટે નહીં?
- શું શાળામાં વિદ્યાર્થીઓને આવું શિક્ષણ આપવામાં આવે છે?
- જો બાળક નશાના રવાડે ચઢી ગયું તો જવાબદાર કોણ?
- આવા ગીતોથી બાળકોના મગજ ઉપર શું અસર પડશે?
આ પણ વાંચો : VADODARA : ઉમેદવારોના ચૂંટણી ખર્ચ પર દેખરેખને લઇ યોજાઇ મહત્વની બેઠક