WhatsAppમાં ઉમેરવામાં આવી એક નવી સુવિધા ચેટ લૉક, ખાનગી વાતચીતને વધુ સુરક્ષિત બનાવશે
વોટ્સએપ યુઝર્સ માટે સારા સમાચાર છે. મેટા કંપનીએ WhatsAppમાં એક નવું ફીચર ઉમેર્યું છે, જે યુઝર્સને પાસવર્ડ અથવા બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરીને ચોક્કસ ચેટ્સને લોક કરવાની મંજૂરી આપે છે. આ ફીચરને ચેટ લોક નામ આપવામાં આવ્યું છે. આ ફીચર વાતચીતને...
વોટ્સએપ યુઝર્સ માટે સારા સમાચાર છે. મેટા કંપનીએ WhatsAppમાં એક નવું ફીચર ઉમેર્યું છે, જે યુઝર્સને પાસવર્ડ અથવા બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરીને ચોક્કસ ચેટ્સને લોક કરવાની મંજૂરી આપે છે. આ ફીચરને ચેટ લોક નામ આપવામાં આવ્યું છે. આ ફીચર વાતચીતને લોક કરવા સિવાય અલગ ફોલ્ડરમાં ચેટ્સ સ્ટોર કરશે. તેમજ તે નોટિફિકેશનમાં નામ અને વાસ્તવિક મેસેજને ગુપ્ત રાખશે. લોક કરેલ ચેટ્સ ઓથેન્ટિકેશન પછી જ જોઈ શકાય છે.
માર્ક ઝકરબર્ગે ફેસબુક પોસ્ટમાં ચેટ લોક ફીચરની શરૂઆતની જાણકારી આપી
વોટ્સએપની માલિકીની કંપની મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે ફેસબુક પોસ્ટમાં ચેટ લોક ફીચરની શરૂઆતની જાણકારી આપી હતી. વોટ્સએપમાં નવી લૉક કરેલી ચેટ્સ તમારી વાતચીતને વધુ ખાનગી બનાવશે, એમ તેમણે લખ્યું. ઝકરબર્ગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "અમે ચેટ લૉક રજૂ કરવા માટે ઉત્સાહિત છીએ, એક નવી સુવિધા જે વપરાશકર્તાઓને તેમની સૌથી ઘનિષ્ઠ વાતચીતોને સુરક્ષાના અન્ય સ્તર સાથે છુપાવવા દે છે." તેમણે ઉમેર્યું હતું કે ચેટને લૉક કરવાથી તે થ્રેડ ઇનબૉક્સની બહાર નીકળી જાય છે અને તેને તેના પોતાના ફોલ્ડરની પાછળ મૂકે છે, જે ફક્ત ઉપકરણ પાસવર્ડ અથવા ફિંગરપ્રિન્ટ જેવા બાયોમેટ્રિકથી ઍક્સેસ કરી શકાય છે. તે ચેટની સામગ્રીને સૂચનાઓમાં આપમેળે છુપાવે છે.
જો ચેટ લૉક છે, તો તેની ગોપનીયતા અકબંધ રહેશે.
આ ફીચરની જરૂરિયાત અંગે માર્કે કહ્યું કે આ ફીચર તે લોકો માટે ઉપયોગી થશે જેમને સમયાંતરે પરિવારના સભ્ય સાથે પોતાનો ફોન શેર કરવાનો હોય છે અથવા તે ક્ષણોમાં જ્યારે તમારે તમારો ફોન કોઈ અન્ય સાથે શેર કરવાનો હોય છે. આવા સમયે એક ખાસ સંદેશ આવે છે. જો ચેટ લૉક છે, તો તેની ગોપનીયતા અકબંધ રહેશે.
Android અને iOS બંને પર ઉપલબ્ધ
આ ફીચર એન્ડ્રોઈડ અને આઈઓએસ બંને ફોન પર ઉપલબ્ધ હશે. અત્યાર સુધી, વપરાશકર્તાઓ બાયોમેટ્રિક્સ અથવા પિન કોડનો ઉપયોગ કરીને WhatsAppને લોક કરી શકતા હતા, પરંતુ નવી સુવિધા વપરાશકર્તાઓને ચોક્કસ ખાનગી ચેટ્સને વધુ સુરક્ષિત કરવાની મંજૂરી આપે છે. જો કોઈ તમારો ફોન પકડી લે તો પણ WhatsApp પર લૉક કરેલી ચેટની પ્રાઈવસી અકબંધ રહેશે એટલે કે કોઈ તેને જોઈ શકશે નહીં.
તમને જણાવી દઈએ કે, વોટ્સએપમાં સુરક્ષા અને પ્રાઈવસીને લઈને ઘણા ફીચર્સ એડ કરવામાં આવ્યા છે. આમાં એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન, એન્ક્રિપ્ટેડ ચેટ બેકઅપ, અદ્રશ્ય સંદેશાઓ, સ્ક્રીનશૉટ બ્લોકિંગ અને બીજા ધણાં ફીચર્સનો સમાવેશ થાય છે. નવા અપડેટ સાથે, મેટા કંપની WhatsAppની ગોપનીયતા અને સુરક્ષાને વધુ મજબૂત કરવા માંગે છે.
આ રીતે લોક ચેટ કરો
સૌથી પહેલા તમારે WhatsApp પર કોઈપણ ચેટ પર ટેપ કરવાનું રહેશે. આ પછી, ચેટ લોકનો વિકલ્પ ઉપલબ્ધ થશે, જેના પર ક્લિક કરીને તમે આ સુવિધાને સક્રિય કરી શકો છો. હવે લૉક કરેલી ચેટ્સ જોવા માટે, વપરાશકર્તાઓએ તેમના ઇનબૉક્સને નીચે ખેંચીને તેમના ફોનનો પાસવર્ડ દાખલ કરવો પડશે અથવા બાયોમેટ્રિક પ્રમાણીકરણને અધિકૃત કરવાની જરૂર પડશે.
આ પણ વાંચો---જાણો કોણ છે TWITTER CEO બનનારી LINDA YACCARINO?
અહેવાલ---રવિ પટેલ, અમદાવાદ
Advertisement