Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Mahesana : નરાધમ પિતાએ 6 માસ સુધી દિકરી પર ગુજાર્યું દુષ્કર્મ

Father raped his daughter : શું તમે ક્યારે પણ રાક્ષસ (Monster) જોયા છે. તમારો જવાબ હશે ના... તો અમે તમને કહેવા માંગીએ છીએ કે આજના સમયમાં પણ રાક્ષસો જીવે છે અને તે પણ આપણા વચ્ચે જ રહે છે. જીહા, અહીં...
07:57 PM Apr 05, 2024 IST | Hardik Shah
Father raped his daughter

Father raped his daughter : શું તમે ક્યારે પણ રાક્ષસ (Monster) જોયા છે. તમારો જવાબ હશે ના... તો અમે તમને કહેવા માંગીએ છીએ કે આજના સમયમાં પણ રાક્ષસો જીવે છે અને તે પણ આપણા વચ્ચે જ રહે છે. જીહા, અહીં વાત એવા લોકોની છે જેમણે માનવતા (humanity) અને સંબંધો (relationships) ની સરેજાહેર ધજ્જીયા ઉડાવી છે. તાજેતરમાં મહેસાણા શહેર વિસ્તારમાં બનેલી એક ઘટના કે જેણે સૌ કોઇને વિચારતા કરી દીધા છે. મળતી માહિતી અનુસાર, ત્રણ બાળકોના પિતાએ સગીર દીકરી સાથે દુષ્કર્મ (Rape) ગુજાર્યું છે.

ત્રણ બાળકોના પિતાનું સગીર દfકરી પર દુષ્કર્મ

દિકરી (daughter) ને વહાલનો દરિયો કહેવામાં આવે છે. પિતા (Father) એ દિકરી માટે હિરો હોય છે. જે પોતાની પણ ખુશી બાજુમાં મુકીને દિકરીની ખુશી વિશે વિચારે છે. દિકરી માટે તેના પિતા જ મુખ્ય સ્થાને હોય છે. કારણ કે પિતા એ સૌ પ્રથમ પોતાનું ધ્યાન રાખવાનું ભૂલીને પણ દિકરીનું ધ્યાન રાખે છે. જેની એક મીઠી મુસ્કાનથી પિતાનો આખા દિવસનો થાક અને કંટાળો દૂર થઈ જાય એનું નામ દિકરી. દિકરીના પિતા બનવાનું સુખ દરેક માણસના નસીબમાં નથી હોતું. નસીબદાર વ્યક્તિના ઘરે જ દિકરી જન્મ લે છે. પરંતુ મહેસાણા (Mehsana) વિસ્તારની બનેલી એક ઘટના સાંભળીને તમને એમ થશે કે આવા પિતાને તો જીવવાનો અધિકાર પણ નથી. આ નરાધમ પિતાએ વ્હાલનો દરિયો સગીર દિકરી પર વ્હાલ વરસાવવાને બદલે પોતાની હવસનો શિકાર બનાવી છે. આ નરાધમ પિતા સગીર દિકરી પર 6-6 માસ સુધી દુષ્કર્મ ગુજારતો રહ્યો હતો. મહેસાણા (Mahesana) ના વિસનગર રોડ વિસ્તારની આ ઘટનામાં નરાધમ પિતાએ સગીર દિકરી પર 6 માસથી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ નરાધમ પિતાનું નામ છે હર્ષદગીરી ભરતગીરી બાવા. કે જે એક પુત્ર અને બે દિકરીનો પિતા છે.

મોટી બહેનને પિતા હાથ પકડી લઇ જતા નાની દિકરી જોઈ ગઈ

જણાવી દઇએ કે, આ નરાધમ પોતે ડ્રાઇવર છે અને તેની પત્ની પણ ખાનગી નોકરી કરે છે. પિતા હર્ષદગીરી પોતાની 15 વર્ષની સગીર દિકરીને અવાર-નવાર હાથ પકડીને પોતાના જ ઘરમાં ઉપરના રૂમમાં લઈ જતો હતો. અને મોબાઇલમાં અશ્લીલ વીડિયો બતાવી સગી દિકરી પર દુષ્કર્મ આચારતો હતો. એક દિવસ નાની દિકરી જોઈ ગઈ કે તેના પિતા મોટી બહેનને હાથ પકડીને ઉપરના રૂમમાં લઈ જાય છે. આ સમગ્ર ઘટના વિશે તે તેની માતાને જણાવે છે. જે જાણતા જ સગીરાની પૂછપરછમાં સમગ્ર હકીકત બહાર આવી. ચોધાર આંસુએ રડતી 15 વર્ષીય સગીરાએ જણાવ્યું કે તેનો જ પિતા તેને અશ્લીલ વીડિયો બતાવી દુષ્કર્મ આચરતો હતો. અને ધમકી આપતો હતો કે કોઈને કહીશ તો તારી માતા અને નાના ભાઈને મારી નાખીશ. આમ ધમકી આપી 6 મહિનાથી અવાર-નવાર આ નરાધન પિતા પોતાની જ દીકરીને પીખતો હતો.

પિતા જેલ હવાલે કરી દેવાયો

ઉલ્લેખનીય છે કે, પિતા અને પુત્રીનો સંબંધ એક નિર્મળ સાગર જેવો હોય છે. દિકરીઓ પિતાની લાડકી હોય છે. એટલે જ જ્યારે આપની લાડકીને કોઈ વસ્તુની કે રમકડાની કે નવા કપડાની કે નવી સાઇકલની જરૂર હોય ત્યારે પપ્પાને કહે છે અને પપ્પા તેની ઇચ્છા પુરી કરે છે…! પરંતુ આ ઘટનામાં તો પિતા પોતાની હવસની ઇચ્છા પુરી કરવા સગી દિકરીને પણ ના છોડી. અને દિકરી પર જ પાશવી દિષ્કર્મ ગુજારતો રહ્યો. પત્નિ હોવા છતાં તેની હવસ નહોતી સંતોષાતી !? પત્નિ નોકરી જાય એટલે દિકરીને હવસનો શિકાર બનાવવી? આ કયા પિતાને શોભે તેવું કૃત્ય છે ? ભોગ બનનાર દિકરી નહીં પણ દુનિયાની કોઈ પણ દિકરી આવા પિતાને ક્યારે પણ માફ નહીં કરે. આ ઘટના સાંભળનાર દરેક દિકરી એમ ઈચ્છશે કે આવા પિતા મળવા કરતા જન્મ ન લેવો સારો. પરંતુ પાપ હંમેશા છાપરે ચડી પોકારે છે તેમ આ નરાધમ પિતાનું પાપ તેની નાની દિકરીએ પોકાર્યું અને માતાને સમગ્ર ઘટના જણાવી દેતા નાની દિકરીના સાહસે મોટી બહેનની જીંદગી બચાવી લીધી. અને માતાએ પોતાના જ પતિ વિરૂદ્ધ દિકરી પર દુષ્કર્મ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમ પિતા હર્ષદગીરી ભરતગીરી બાવાને જેલ હવાલે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અહેવાલ - મુકેશ જોશી

આ પણ વાંચો - નરાધમે પ્રેમ જાળમાં ફસાવી વારંવાર દુષ્કર્મ આંચળતા દુષ્કર્મ, પોક્સો અને સાયબર એકટ હેઠળ ગુનો દાખલ..

આ પણ વાંચો - AHMEDABAD : પોલીસકર્મીની સગીર પુત્રી સાથે લગ્નની લાલચે દુષ્કર્મ

Tags :
Father raped his daughterGujaratGujarat FirstGujarat NewsGujarati NewsMehsanaMehsana Newsminor daughterRapethree children
Next Article