Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

KUTCH: ભુજથી જિલ્લાના તમામ મતવિસ્તારોમાં EVM મશીનની સોંપણી કરાઈ

કચ્છ જિલ્લાના અબડાસા, માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ અને રાપર વિધાનસભા દીઠ પ્રથમ ઈલેક્ટ્રોનિક રેન્ડમાઈઝેશનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજરોજ EVM વેરહાઉસ ભુજ ખાતેથી જિલ્લાના તમામ વિધાનસભા મતવિસ્તારોમાં ઇવીએમ મશીનની સોંપણીની કામગીરી કરવામાં આવી હતી. લોકસભા ચૂંટણી અન્વયે કુલ ૬ વિધાનસભા...
09:22 PM Apr 07, 2024 IST | Harsh Bhatt

કચ્છ જિલ્લાના અબડાસા, માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ અને રાપર વિધાનસભા દીઠ પ્રથમ ઈલેક્ટ્રોનિક રેન્ડમાઈઝેશનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજરોજ EVM વેરહાઉસ ભુજ ખાતેથી જિલ્લાના તમામ વિધાનસભા મતવિસ્તારોમાં ઇવીએમ મશીનની સોંપણીની કામગીરી કરવામાં આવી હતી. લોકસભા ચૂંટણી અન્વયે કુલ ૬ વિધાનસભા દીઠ ૨૩૦૫ બેલેટ યુનીટ, ૨૩૦૫ કન્ટ્રોલ યુનીટ અને ૨૪૮૮ વીવીપેટની ફાળવણી પ્રથમ રેન્ડમાઈઝેશન અંતર્ગત કરવામાં આવી છે.

રેન્ડમાઇઝ્ડ EVM જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની કચેરી દ્વારા જિલ્લાના તમામ વિધાનસભા મતવિભાગના મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓને સોંપવામાં આવ્યા હતા. સંબંધિત મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી દ્વારા સોંપવામાં આવેલા EVMનો વિધાનસભા મતવિભાગ કક્ષાના સ્ટ્રોંગરૂમમાં માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોની હાજરીમાં નિયત પ્રોટોકૉલ મુજબ સંગ્રહ કરવામાં આવશે.

આ ઈલેક્ટ્રોનિક રેન્ડમાઈઝેશન પછી મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીને EVM સોંપણીની કામગીરી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અમિત અરોરા, નિવાસી અધિક કલેક્ટરશ્રી મિતેશ પંડ્યા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મેહુલ દેસાઈ તેમજ ઈવીએમ નોડલ અધિકારી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.જે.ચૌધરીના માર્ગદર્શન અંતર્ગત કરવામાં આવી હતી. ઈવીએમ સોંપણી દરમિયાન ચૂંટણી મામલતદારશ્રી એચ.ડી.બારોટ, નાયબ મામલતદારશ્રી પૂલિન ઠાકર સહિત ચૂંટણી શાખાના કર્મીઓ તેમજ વિવિધ રાજકીયપક્ષોના પ્રતિનિધિશ્રીઓ હાજર રહ્યા હતા.

અહેવાલ : કૌશિક છાંયા

આ પણ વાંચો : BARDOLI : પ્રદેશ અધ્યક્ષ C R PATIL એ બુથ પ્રમુખોને આપ્યું ચૂંટણીલક્ષી માર્ગદર્શન

આ પણ વાંચો : Gondal BAPS Swaminarayan Temple: ગોંડલ BAPS મંદિર ખાતે પૂ. ડો. જ્ઞાનવત્સલ સ્વામીનો સેમિનાર યોજાયો

આ પણ વાંચો : BHARUCH : આ વ્યાજખોરના ત્રાસના અનેક દેવાદારો ભોગ બન્યા, પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

Tags :
Bhujconstituency levelElection OfficerelectionsEVMevm randomizationKutchLokSabhaloksabha 2024ProtocolStrongRoom
Next Article