Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ખેડામાં ભૂતપૂર્વ કર્મચારીને માલિકે પટ્ટાથી ઢોર માર મારીને કર્યો અધમૂઓ

Kheda Viral Video : ચોરી કરવાને લીધી તેને પટ્ટા વડે ઢોર માર મારવામાં આવ્યો
ખેડામાં ભૂતપૂર્વ કર્મચારીને માલિકે પટ્ટાથી ઢોર માર મારીને કર્યો અધમૂઓ
  • કંપનીના માલિકે ભૂતપૂર્વ કર્માચારીને પટ્ટાથી ઢોર માર માર્યો
  • ચોરી કરવાને લીધી તેને પટ્ટા વડે ઢોર માર મારવામાં આવ્યો
  • બળવંતસિંહ રાજપૂતની ધરપકડ કરીને સમગ્ર કાર્યવાહી હાથ ધરી

Kheda Viral Video : તાજેતરમાં ગુજરાતમાંથી એક વીડિયો વાયરલ થયો હતો. ત્યારે આ વીડિયો જોઈને સૌ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. કારણ કે... આ વીડિયોમાં જે ઘટના જોવા મળી હતી, તે ખુબ જ નિંદનીય હતી. જોકે આ વીડિયો વાયરલ થતાની સાથે ગુજરાત સાયબર સેલની પોલીસે કવાયત હાથ ધરી હતી. ત્યારે સ્થાનિક પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. તે ઉપરાંત તેમના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

ચોરી કરવાને લીધી તેને પટ્ટા વડે ઢોર માર મારવામાં આવ્યો

મળતી માહિતી મુજબ, આ વીડિયો ખેડા જિલ્લાના કનેરા ગામનો હતો. ત્યારે આ વીડિયોમાં જોવા મળતી હતી, ઘટના કનેરા ગામમાં ઘટી હતી. આ વીડિયોમાં જોવા મળ્યું હતું કે, એક વ્યક્તિને અર્ઘનગ્ન હાલતમાં માર મારવામાં આવતો હતો. આ વ્યક્તિને અન્ય વ્યક્તિ દ્વારા પટ્ટા વડે ઢોર માર મારવામાં આવ્યો હતો. આ વીડિયો આશરે 3 મિનિટની લંબાઈ ધરાવે છે. ત્યારે આ વીડિયોમાં 3 મિનિટ સુધી એક વ્યક્તિ અન્ય વ્યક્તિને ઢોર માર મારી રહ્યો છે. તો આ સંપૂર્ણ ઘટના 10 ઓક્ટોબરના રોજ કનેરા ગામમાં બની હતી.

આ પણ વાંચો: દારૂની હેરાફેરીનો નવો કીમિયો! વલસાડ પોલીસે ટ્રક સાથે આરોપીને ઝડપી પાડ્યો

Advertisement

બળવંતસિંહ રાજપૂતની ધરપકડ કરીને સમગ્ર કાર્યવાહી હાથ ધરી

તો નરેશ શ્યામલાલ નામના વ્યક્તિને અર્ઘનગ્ન હાલતમાં માર મારવામાં આવ્યો હતો. ત્યારે નરેશ શ્યામલાલને બળવંતસિંહ રાજપૂત નામના વ્યક્તિએ તેની કંપનીમાં હાથ બાંધીને ઢોર માર માર્યો હતો. તો બળવંતસિંહ રાજપૂતે જણાવ્યુ છે કે, નરેશ શ્યામલાલ તેની કંપનીમાં કામ કરતો હતો. પરંતુ એકરોજ તેણે કંપનીમાંથી રાજીનામું આપી દીધું હતું. પરંતુ નરેશ શ્યામલાલે કંપનીનું એક વાહન ચોરી કર્યું હતું. ત્યારે આ ચોરી કરવાને લીધી તેને પટ્ટા વડે ઢોર માર મારવામાં આવ્યો હતો. અંતે કનેરા પોલીસે બળવંતસિંહ રાજપૂતની ધરપકડ કરીને સમગ્ર કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: VADODARA : તહેવાર ટાણે ફાયર વિભાગને 62 કોલ મળ્યા, કોઇ મોટી દુર્ઘટના નહીં

Advertisement

Tags :
Advertisement

.