Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kheda : ડાકોરમાં વર્ષો જૂની અન્નકૂટ લૂંટવાની પરંપરા આજે પણ યથાવત

ડાકોરમાં વર્ષો જૂની અન્નકૂટ લૂંટવાની પરંપરા આજે પણ યથાવત ડાકોર મંદિરના સંચાલકો આસપાસના ગામને લખે છે પત્ર 80 જેટલા ગામને પત્ર લખી અન્નફૂટ લૂંટવા આમંત્રણ પાઠવે છે ગ્રામજનો ભગવાનને ધરાવેલા અન્નકૂટનો પ્રસાદ લૂંટવા આવે છે મંદિરના દ્વાર ખુલતાની સાથે...
kheda   ડાકોરમાં વર્ષો જૂની અન્નકૂટ લૂંટવાની પરંપરા આજે પણ યથાવત
  • ડાકોરમાં વર્ષો જૂની અન્નકૂટ લૂંટવાની પરંપરા આજે પણ યથાવત
  • ડાકોર મંદિરના સંચાલકો આસપાસના ગામને લખે છે પત્ર
  • 80 જેટલા ગામને પત્ર લખી અન્નફૂટ લૂંટવા આમંત્રણ પાઠવે છે
  • ગ્રામજનો ભગવાનને ધરાવેલા અન્નકૂટનો પ્રસાદ લૂંટવા આવે છે
  • મંદિરના દ્વાર ખુલતાની સાથે જ અન્નકૂટની લૂંટ કરે છે
  • અન્નકૂટનો એક એક દાણો ભક્તો પોતાના ઘરે લઇ જાય છે
  • પરંપરા મુજબ અન્નકૂટનો પ્રસાદ લૂંટીને ગામમાં વહેંચાઇ છે

Kheda : ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર (Dakor) માં ભગવાન રણછોડરાયજી સમક્ષ 151 મણનો અન્નકૂટ રણછોડરાયને ધરાવીને લૂંટવાની વર્ષો જૂની પરંપરાની ડાકોર રણછોડરાયજી મંદિર (Dakor Ranchhodraiji temple) માં ઉજવણી કરાઈ હતી. આ અનોખી પરંપરા વર્ષોથી ચાલતી આવી રહી છે. દર વર્ષે આ મંદિરમાં 151 મણ અન્નકૂટ પ્રસાદને લૂંટ માટે રાખવામાં આવે છે. મંદિર પાસે મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે અને પ્રસાદને લૂંટવા તૂટી પડે છે. કેટલાક ભક્તો એવા હોય છે જેમને પ્રસાદ મળે છે અને જેને મળે છે તે બોરીમાં લઈ જાય છે.

Advertisement

80 જેટલા ગામોને પત્ર લખી અન્નફૂટ લૂંટવા આમંત્રણ

યાત્રાધામ ડાકોરમાં નવા વર્ષના પ્રથમ દિવસે વર્ષો જૂની પરંપરા મુજબ અન્નકૂટને લૂંટવાની પરંપરા છે. આ માટે ડાકોર મંદિરના સંચાલકો પરંપરાગત રીતે આસપાસના 80 જેટલા ગામોને પત્ર લખી અન્નફૂટ લૂંટવા માટે આવવાનું આમંત્રણ આપે છે. અને ગ્રામજનો આ ખાસ દિવસે ભગવાનને ધરાવેલા અન્નકૂટનો પ્રસાદ લૂંટવા આવતા હોય છે. જણાવી દઇએ કે, આ વર્ષે પણ બરોબર બપોરના સમયે ચાંદીની આરતીમાં પાન-કપૂરની આરતી શરૂ થઈ જેની સાથે મંદિરના દ્વાર ખુલતા જ આસપાસના 80 ગામોમાંથી આમંત્રણને માન આપી આવેલા લોકો જાણે કે અન્નકૂટના ઢગલા પર તૂટી પડ્યા હતા. ફક્ત 5 મિનિટમાં જ 151 મણ અન્નકૂટની લૂંટ થઈ ગઈ અને અન્નકૂટનો એક એક દાણો ભક્તો પોતાના ઘરે લઈ ગયા હતા.

Advertisement

151 મણ અન્નકૂટ મંદિરમાં ભગવાનની સામે રાખવામાં આવે છે

ગુજરાતના ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં વર્ષોથી આ પરંપરા ચાલતી આવે છે, આ પરંપરા માત્ર અલગ જ નહી પણ અનોખી છે. જે અંતર્ગત 151 મણ જેટલો 2 હજાર કિલોનો અન્નકૂટ મંદિરમાં ભગવાનની સામે રાખવામાં આવે છે અને 80થી વધુ ગામડાઓમાંથી લોકો તેને લૂંટવા માટે મંદિર દ્વારા બોલાવવામાં આવે છે. હજારો લોકો પ્રસાદ લૂંટવા આવે છે, પરંતુ 2 હજાર કિલો અન્નકૂટમાંથી કેટલાક લોકો બોરી દ્વારા પ્રસાદ લે છે, કેટલાક માત્ર એક જ અનાજ લે છે અને કેટલાકને તે પણ મળતું નથી.

Advertisement

પ્રસાદ લૂંટતા પહેલા ભગવાનને ચઢાવવામાં આવે છે

ઉલ્લેખનીય છે કે, આ પ્રસાદ લૂંટતા પહેલા ભગવાનને ચઢાવવામાં આવે છે. કહેવાય છે કે બપોરના સમયે ભગવાનનું મંદિર બંધ થઈ જાય છે અને ભગવાનના સેવકો દ્વારા અંદર અન્નકૂટ ચઢાવવામાં આવે છે. અન્નકૂટમાં અનેક પ્રકારની વસ્તુઓ મિક્સ કરવામાં આવે છે, જેમાં બુંદી, ચોખા અને અનેક પ્રકારની મીઠાઈઓ રાજભોગ સાથે ભેળવવામાં આવે છે. દર વર્ષે લગભગ 80 ગામડાઓમાંથી આમંત્રિત લોકો અન્નકૂટને પોતાનો અધિકાર સમજીને લૂંટે છે. પ્રસાદની લૂંટ કર્યા બાદ તેને પરિવારના સભ્યો અને સંબંધીઓમાં પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે.

આ પણ વાંચો:  Ahmedabad : પોલીસ અધિકારીઓ સાથે CM, ગૃહ રાજ્યમંત્રીનો સ્નેહમિલન કાર્યક્રમ, પૂર્વ CM રૂપાણીએ આપ્યો સંદેશ

Tags :
Advertisement

.