Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Junagadh ખાતે ભાજપનું કાર્યકર્તા સંમેલન, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ રહ્યા ઉપસ્થિત

Junagadh: જુનાગઢમાં ભેંસાણ ખાતે ભાજપના કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું હતું. અહીં જુનાગઢ(Junagadh) માં આજે ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના કાર્યકર્તા સંમેલનમાં હાજર રહ્યા હતા વિસાવદરના આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય...
junagadh ખાતે ભાજપનું કાર્યકર્તા સંમેલન  પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ રહ્યા ઉપસ્થિત

Junagadh: જુનાગઢમાં ભેંસાણ ખાતે ભાજપના કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું હતું. અહીં જુનાગઢ(Junagadh) માં આજે ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

ભાજપના કાર્યકર્તા સંમેલનમાં હાજર રહ્યા હતા

વિસાવદરના આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી આજે જુનાગઢ (Junagadh) ના ભેંસાણમાં આયોજીત ભાજપના કાર્યકર્તા સંમેલનમાં હાજર રહ્યા હતા. આજે આ સંમેલનમાં તેમણે ભાજપમાં જોડાવાની જાહેરાત કરી હતી. ત્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં તેમણે વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ કર્યો હતો.

Advertisement

ભાજપમાં વિધિવત પ્રવેશ કરાવવામાં આવ્યો

આ સંમેલનમાં ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અને વિસાવદરના આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી,કેશોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અશ્વિન ખટારીયા અને પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ સમીર પાંચાણી સહિત કેશોદના ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ભાજપમાં પ્રવેશ કર્યો છે. ત્યારે સી આર પાટીલ દ્વારા આ નેતાઓને ખેસ પહેરાવી ભાજપમાં વિધિવત પ્રવેશ કરાવવામાં આવ્યો છે.

નરેન્દ્ર મોદી સાહેબની ગેરંટી પર વિશ્વાસ રાખી તમે આવ્યા

Advertisement

આ પ્રસંગે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું કે નરેન્દ્ર મોદી સાહેબની ગેરંટી પર વિશ્વાસ રાખી તમે આવ્યા છે. તમારા મનમાં લોકો માટે કામ કરવાની ઇચ્છા પ્રબળ હતી અને લોકો માટે કામ કરવું હશે તો ભાજપ મજબૂત માધ્યમ છે તેમ સ્વીકારી ત્યારે તમે ભાજપમાં જોડાયા તે મોદી સાહેબ પર વિશ્વાસ રાખી આવ્યા છે. 156 બેઠક જીતવામાં મારો કોઇ રોલ નથી. આ બેઠકો જીતવાનો રોલ મોદી સાહેબ, સૌ આગેવાનો અને કાર્યકરોનો છે. મોદી સાહેબ કહેતા કે વાવાઝોડુ ખુબ આવે અને તમે તમારી સાયકલની ટ્યુબ ખોલીને ઉભા રહો તો તેમાં હવા ભરાતી નથી. તેમાં હવા ભરવા પંપ જોઇએ. મોદી સાહેબનું વાવાઝોડું આખા દેશમાં ચાલતું હોય ત્યારે ભાજપના કાર્યકરો અને આગેવાનો સહુ પંપ બનીને મોદી સાહેબ માટે એક એક બેઠક જીતવાની છે.

વિસાવદર બેઠક પણ ભાજપના ફાળે આવી

જૂનાગઢ વિધાનસભાની પાંચ બેઠકો છે જેમાંથી ત્રણ બેઠકો પર ભાજપનો વિજય થયો હતો. હવે વધુ એક વિસાવદર બેઠક પણ ભાજપના ફાળે આવી ગઈ છે. જૂનાગઢ લોકસભાની બેઠકમાં જૂનાગઢ અને ગીર સોમનાથ જીલ્લાનો સમાવેશ થાય છે. જૂનાગઢ જીલ્લામાં ભાજપનું વર્ચસ્વ વધી જતાં આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપને ફાયદો થશે.

આ પણ વાંચો- Unjha : ઉમિયા માતાજીના ભક્તો માટે આનંદના સમાચાર, ‘ઉમિયા માતાજી મંદિર’નો તીર્થસ્થાન કક્ષા ‘બ’માંથી ‘અ’ માં સમાવેશ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.