Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

JETPUR : પ્રદુષણ ફેલાવતા કારખાનેદારે જાગૃત યુવાનને દબાવવાનો કર્યો પ્રયાસ

JETPUR ના જુના પાંચ પીપળા રોડ ઉપર આવેલ એક કારખાનેદારની દાદાગીરી અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. કારખનેદાર દ્વારા વરસાદી પાણી સાથે કેમિકલ વાળું પાણી જાહેરમાં છોડવામાં આવતું હોવાથી એક જાગૃત યુવાન દ્વારા વિડીયો ઉતારવામાં આવે છે.જે યુવકને ખંડણી...
jetpur   પ્રદુષણ ફેલાવતા કારખાનેદારે જાગૃત યુવાનને દબાવવાનો કર્યો પ્રયાસ

JETPUR ના જુના પાંચ પીપળા રોડ ઉપર આવેલ એક કારખાનેદારની દાદાગીરી અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. કારખનેદાર દ્વારા વરસાદી પાણી સાથે કેમિકલ વાળું પાણી જાહેરમાં છોડવામાં આવતું હોવાથી એક જાગૃત યુવાન દ્વારા વિડીયો ઉતારવામાં આવે છે.જે યુવકને ખંડણી ગુનામાં ફિટ કરી દેવાની ધમકી આપી કહેવામાં આવે છે કે અમારી પાછળ મગન ચોવટીયા અને અનિલ કાછડીયાનો હાથ છે.અમે પણ લાંબુ કરીશું.

Advertisement

JETPUR ના અનેક રહેણાંક વિસ્તારોમાં પણ સાડીના કારખાના ધમધમી રહ્યા

પ્રાપ્ત વિગતો મુજબ જેતપુરના અનેક રહેણાંક વિસ્તારોમાં પણ સાડીના કારખાના ધમધમી રહ્યા છે. ત્યારે રાજકોટ જીપીસીબી તંત્રના અધિકારીઓ સાથે ખો ખો રમતા એક લંબુ કારખાનેદાર દ્વારા એક દિવસ પૂર્વે વરસતા વરસાદમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવ્યુ હતું. આ અંગે એક જાગૃત યુવાન વિડીયો બનાવવા જતાં તેની સાથે બે કારખાનેદાર શખ્સોએ શાબ્દિક બોલાચાલીને કરીને ધમકી આપી હતી.જે અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. ચોમાસામાં જ્યારે જ્યારે વરસાદ આવે ત્યારે આ કારખાનેદાર દ્વારા આ પ્રકારે રસ્તા ઉપર કલર કેમિકલ યુક્ત પાણી કારખાનામાંથી બહાર કાઢવામાં આવે છે. જ્યારે કોઈ આ બાબતે ફોટો વિડિયો ઉતારે તો આ લંબુ કારખાનેદાર તેને ધમકાવા લાગે છે કે જો તમે ઉતારશો તો આમાં લાંબુ થશે. રાજકીય વગ ધરાવતા મગન ચોવટી અને અનિલ કાછડીયા પણ અમારી સાથે જોડાયેલા છે. તેવી ગર્ભિત ધમકી આપી હતી.

Advertisement

આ વિસ્તાર રહેણાંક વિસ્તાર હોય અને કલર કેમિકલ યુક્ત પાણી રોડ પર વરસાદી પાણી સાથે કાઢવામાં આવે છે. પ્રદુષિત પાણીથી લોકોના પગની અને શરીરમાં ચામડીના રોગો પણ થઈ શકે તેવી શક્યતા સો ટકા શેવાઇ રહી છે.

ચોમાસામાં આ જ પ્રકારે પાણી બહાર કાઢવામાં આવે છે

આ અંગે જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રમુખ જેન્તીભાઈ રામોલિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું, કે આવા જે કારખાને દારો છે તેની માથે જીપીસીપી દ્વારા કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ. પરંતુ જીપીસીપીનેના અધિકારીઓ રંગલાની ભૂમિકા ભજવે છે.અમુક આવા લે ભાગુ કારખાનેદારોના હિસાબે તમામ કારખાનાઓને બદનામ થવું પડે છે. વારંવાર ચોમાસામાં આ જ પ્રકારે પાણી બહાર કાઢવામાં આવે છે અને તેનો ટાર્ગેટ સીધું ડાંઇગ એસોસિએશન બને છે.

Advertisement

અહેવાલ : હરેશ ભાલિયા 

આ પણ વાંચો : ગોંડલ શહેરમાં વરસાદી ઝાપટા, ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે 2 થી 3 ઈંચ વરસાદ

Tags :
Advertisement

.