ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

Kajal Hindustani : સામાજિક કાર્યકર કાજલ હિન્દુસ્થાનીની ઓનલાઈન ફરિયાદથી ખળભળાટ!

કાજલ હિન્દુસ્થાનીએગુજરાત કોંગ્રેસનાં એક નેતાને ગુંડા તરીકે સંબોધી ગંભીર આરોપ લગાવી કાર્યવાહી કરવા માગ કરી છે.
12:06 AM Mar 20, 2025 IST | Vipul Sen
featuredImage featuredImage
Kajal Hindusthani_Gujarat_first
  1. સામાજિક કાર્યકર Kajal Hindustani ની ઓનલાઈન ફરિયાદ 
  2. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ઉલ્લેખીને કરી ફરિયાદ
  3. ગુજરાત કોંગ્રેસનાં એક નેતાને ગુંડા તરીકે સંબોધીને કરી ઓનલાઈન ફરિયાદ
  4. ટ્વીટર પોસ્ટનાં માધ્યમથી કાજલ હિન્દુસ્થાનીએ લગાવ્યા ગંભીર આરોપ

સામાજિક કાર્યકર કાજલ હિન્દુસ્થાની (Kajal Hindustani) તેમના બેબાક નિવેદનોનાં કારણે હંમેશાં ચર્ચામાં રહે છે. ત્યારે હવે ફરી એકવાર કાજલ હિન્દુસ્થાની ચર્ચામાં આવ્યા છે. જો કે, આ વખતે તેમણે એક ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) એક નેતા પર ગંભીર આરોપ લગાવ્યા છે અને જીવનું જોખમ હોવાનું જણાવ્યું છે. કાજલ હિન્દુસ્થાનીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ઉલ્લેખીને ઓનલાઈન ફરિયાદ કરી છે, જેમાં ગુજરાત કોંગ્રેસનાં એક નેતાને ગુંડા તરીકે સંબોધી ગંભીર આરોપ લગાવી કાર્યવાહી કરવા માગ કરી છે.

આ પણ વાંચો - Sabarkantha : સાથે રહેવા માગતી યુવતીઓનો ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ!

ગુજરાત કોંગ્રેસનાં નેતાઓએ મને જાનથી મારવાની ધમકી આપી : કાજલ હિન્દુસ્થાની

સામાજિક કાર્યકર કાજલ હિન્દુસ્થાનીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને (Harsh Sanghvi) ઉલ્લેખીને ઓનલાઇન ફરિયાદ કરી છે. ટ્વીટર પોસ્ટનાં માધ્યમથી કાજલ હિન્દુસ્થાનીએ પોતાની ફરિયાદમાં ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે ફરિયાદમાં ગુજરાત કોંગ્રેસનાં એક નેતાને ગુંડા તરીકે સંબોધીને લખ્યું કે, ગુજરાત કોંગ્રેસનાં કેટલાંક નેતાઓએ મને જાનથી મારવાની ધમકી આપી છે. કોંગ્રેસનાં આ નેતાઓને ભાજપનાં (BJP) નેતાઓનું પણ સમર્થન છે.

આ પણ વાંચો - Ahmedabad : વટવા કેનાલ પાસે સિલાઈના કારખાનામાં લાગી વિકરાળ આગ, ફાયરની 9 ગાડીઓ પહોંચી

Jamnagar SP, Police અને ક્રાઈમબ્રાંચનાં PI પર પણ ગંભીર આરોપ

કાજલ હિન્દુસ્થાનીએ (Kajal Hindustani) પોતાની ફરિયાદમાં જામનગર SP અને જામનગર (Jamnagar) ક્રાઈમબ્રાંચનાં PI પર પણ ગંભીર આરોપ લગાવ્યો છે. ફરિયાદ પછી પણ જામનગર પોલીસે હજું સુધી કોઈ પગલાં નથી ભર્યાનો તેમણે આક્ષેપ કર્યો છે. છેલ્લા 5 મહિનાથી જામનગર પોલીસ FIR નથી લઈ રહ્યાનો પણ દાવો કરાયો છે. કાજલ હિન્દુસ્થાનીએ લખ્યું કે, જો મારી હત્યા થઈ જશે તો જવાબદાર કોણ ? આ અંગે જલદી કાર્યવાહી થાય તેની માગ કાજલ હિન્દુસ્થાનીએ પોતાની ફરિયાદમાં કરી છે. કાજલ હિન્દુસ્થાનીની આ ઓનલાઇન ફરિયાદ બાદ અનેક ચર્ચાઓ વેગવંતી થઈ છે. આખરે ગુજરાત કોંગ્રેસનાં (Gujarat Congress) કયાં નેતાની વાત કાજલ હિન્દુસ્થાનીએ કરી છે. ગુજરાત કોંગ્રેસનાં કયાં નેતાઓએ કાજલ હિન્દુસ્થાનીને જાનથી મારી નાખવાની ધમકી આપી છે ? સહિતનાં સવાલો થઈ રહ્યા છે.

આ પણ વાંચો - Gandhinagar : વિધાનસભામાં ઊઠ્યો અમરેલી લેટરકાંડનો મુદ્દો, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનાં કોંગ્રેસ પર પ્રહાર

Tags :
Gujarat CongressGujarat Congress LeaderGUJARAT FIRST NEWSHarsh SanghviJamnagar Crime BranchJamnagar PoliceJamnagar SPKajal HindustaniKajal Hindustani Online ComplaintTop Gujarati News