Kajal Hindustani : ફરી એકવાર મુશ્કેલીમાં કાજલ હિન્દુસ્તાની! ગુનો દાખલ કરવા કોર્ટનો આદેશ
- વિવાદિત ટિપ્પણી કરવા બદલ કાજલ હિન્દુસ્તાનીની મુશ્કેલીઓ વધી
- ફોજદારી ગુનો દાખલ કરવા મોરબી સેશન્સ કોર્ટનો આદેશ
- પાટીદાર સમાજની દીકરીઓ પર વિવાદિત ટિપ્પણીનો મામલો
- 17 નવેમ્બરે હાજર રહેવા કાજલ હિન્દુસ્તાનીને કોર્ટનું તેડું
સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર (Social Media Influencer) કાજલ હિન્દુસ્તાનીની મુશ્કેલીઓ વધી છે. પાટીદાર સમાજની દીકરીઓ પર વિવાદિત ટિપ્પણીનાં આરોપ હેઠળ કાજલ હિન્દુસ્તાની (Kajal Hindustani) વિરુદ્ધ ફોજદારી ગુનો નોંધવા કોર્ટે તાકીદ કરી છે. કોર્ટે કાજલ હિન્દુસ્તાનીને 17 નવેમ્બરે મોરબી સેશન્સ કોર્ટમાં હાજર રહેવા આદેશ કર્યો છે. પાટીદાર (Patidar) અને કોંગ્રેસ (Congress) આગેવાન મનોજ પનારાએ કોર્ટમાં બદનક્ષીનો દાવો કર્યો હતો.
આ પણ વાંચો - Kolkata Doctor Case : અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ બાદ હવે અહીં તબીબો જંગે ચઢ્યા! કર્યું બંધનું એલાન
17 નવેમ્બરે હાજર રહેવા કોર્ટનું તેડું
મોરબી સેશન્સ કોર્ટે (Morbi Sessions Court) કાજલ હિન્દુસ્તાનીને હાજર થવા માટે સમન્સ પાઠવ્યું છે. પાટીદાર સમાજની (Patidar Samaj) દીકરીઓ પર વિવાદીત ટિપ્પણી કરવા મામલે આ સમન્સ પાઠવવામાં આવ્યું છે. કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર સમાજની દીકરીઓ અંગે કરેલા નિવેદન બાદ સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને પાટીદાર સમાજનાં લોકોએ સડક પર ઉતરી રેલીઓ યોજી કાજલ હિન્દુસ્તાની (Kajal Hindustani) વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માગ કરી હતી. સાથે આ મામલે મોરબી સેશન્સ કોર્ટમાં કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ પાટીદાર અને કોંગ્રેસ આગેવાન મનોજ પનારાએ (Manoj Panara) કોર્ટમાં બદનક્ષીનો દાવો કર્યો હતો.
- વિવાદિત ટિપ્પણી બદલ કાજલ હિન્દુસ્તાનીની મુશ્કેલીઓ વધી
- ફોજદારી ગુનો દાખલ કરવા મોરબી સેશન્સ કોર્ટનો આદેશ
- પાટીદાર સમાજની દીકરીઓ પર વિવાદિત ટિપ્પણી કરવાનો મામલો
- 17 નવેમ્બરે હાજર રહેવા કાજલ હિન્દુસ્તાનીને કોર્ટનું તેડું@kajal_jaihind #MorbiSessionsCourt #PatidarSamaj…— Gujarat First (@GujaratFirst) August 16, 2024
આ પણ વાંચો - Surat: હીરા ઉદ્યોગમાં 2008ની બાદ આવી ભયંકર મંદી, રત્નકલાકારોની હાલત બની કફોડી
કાજલ હિન્દુસ્તાની સામે ફોજદારી ગુનો નોંધવા કોર્ટની તાકીદ
આ મામલે સુનાવણી હાથ ધરી મોરબી સેશન્સ કોર્ટે (Morbi Sessions Court) હવે કાજલ હિન્દુસ્તાનીને સમન્સ પાઠવ્યું છે અને 17 નવેમ્બરનાં રોજ કોર્ટમાં હાજર રહેવા આદેશ કર્યો છે. આ સાથે કોર્ટે કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ફોજદારી ગુનો નોંધવા પણ તાકીદ કરી છે. જણાવી દઈએ કે, કાજલ હિન્દુસ્તાનીનાં (Kajal Hindustani) પાટીદાર સમાજની દીકરીઓ અંગેનાં વિવાદિત નિવેદન બાદ સમગ્ર ગુજરાતમાં વિરોધનો વંટોળ ઊભો થયો હતો. જે તે સમયે કાજલ હિન્દુસ્તાનીએ પોતાની વાત રજૂ કરતા કહ્યું હતું કે, જે કોઈ વ્યક્તિએ મારી આખી સ્પીચ સાંભળી હશે તો તે વિરોધ નહીં કરે. મારા નિવેદનની ક્લિપને એડિટ અને ક્રોપ કરીને વિરોધ ઊભો થાય તે રીતે જોડવામાં આવી છે.
આ પણ વાંચો - ગાંધીનગરમાં શિક્ષકો કરશે આંદોલન, માંગ માત્ર એક જ ‘જૂની પેન્શન યોજના લાગુ કરો’